ઉત્તર પૂર્વ તરફ ગરમ પવન ફૂંકાતા રાજ્યમાં હીટવેવ રહેશે

હવામાન વિભાનની જાહેરાત આવનારા 72 કલાક હિટ વેવના કારણે રહેશે ગરમીથી ત્રસ્ત વધુ વાંચો અહીં.

રાજ્યમાં તાપમાનમાં વધારો થયો છે. સૌથી વધુ તાપમાન પોરબંદરમાં ૪૨.૬ ડીગ્રીઅને વલસાડમાં ૪૧.૯ નોંધવામાં આવ્યું છે. ઉતરપૂર્વ તરફ સુકા અને ગરમ પવનો ફૂંકતા રાજ્યના મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે પવન દિશા બદલાતા રાજ્યમાં આગામી ૭૨ કલાક હીટવેવ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જેના કારણે રાજ્યના તમામ શહેરોનું મહત્તમ તપામાન વધશે. જો કે ગરમીના પ્રક્રોપથી લોકો ત્રાહિમામ થઇ ગયા છે. સુકા પવનોને લઇ દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો પણ અહેસાસ થશે.

gujarat

હીટ વેવના કારણે રાજ્યના તમામ શહેરનું મહત્તમ તાપમાનમાં વધારો નોંધાશે. દરિયા કિનારાના વિસ્તારોમાં પણ ગરમ પવનો ફૂંકાવવાના કારણે વલસાડ નવસારી સુરત, ભરૂચ, પોરબંદર,દીવ,સોમનાથ સહિતના વિસ્તારોમાં સામાન્ય કરતા ઊંચુ મહત્તમ તાપમાન નોંધાશે. ત્યારે રાજ્યના અલગ અલગ શહેરામાં હાલ તાપમાનનો પારો શું કહે છે તે અંગે જાણો અહીં.

અમદાવાદ- ૪૦
ડીસા- ૪૧.૨
ગાંધીનગર- ૪૧.૫
સુરેન્દ્રનગર- ૪૧.૮
વડોદરા -૪૦.૬
સુરત -૪૧.૬
વલસાડ- ૪૧.૯
અમરેલી- ૪૧.૫
ભાવનગર- ૩૯.૬
પોરબંદર- ૪૨.૬
રાજકોટ- ૪૦.૯
નલિયા- ૪૧.૮
કંડલા એરપોર્ટ- ૪૧.૫
ભુજ- ૪૨
ઇડર-૪૧.૬
કચ્છ માંડવી- ૩૭

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X