For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવામાન વિભાગે આપી ગુજરાતને ચેતવણી, Heat તોડશે તમામ રેકોર્ડ

આ વખતે ગુજરાતમાં ગરમી કરશે તમામ રેકોર્ડ બ્રેક. સાથે જ લૂ લાગવાની સંભાવના પણ વધશે. તો જાણો હવામાન વિભાગે આ અંગે શું ચેતવણી બહાર પાડી છે.

|
Google Oneindia Gujarati News

દર ઉનાળે જો તમે એમ વિચારતા હોવ કે આ વખતે તો બહુ ગરમી છે. તો હવામાન વિભાગની આ વાત તમે ખાસ વાંચી લેજો. હવામાન વિભાગે ગુજરાત સમેત અનેક રાજ્યોને ચેતવ્યા છે. કારણ કે આ વખતની ગરમી જૂના તમામ રેકોર્ડ તોડવાની છે. હવામાન વિભાગ દ્વારા લોકોને આ અંગે ખાસ ચેતવવામાં આવ્યા છે કે આ ઉનાળે દેશભરમાં અનેક જગ્યાએ તાપમાન ખૂબ જ વધારે હશે. જેના કારણે ખેડૂતોના ઊભા પાકને નુક્શાન થવા સમેત સ્વાસ્થય પર પણ ભારે અસર ઊભી થશે. આ વર્ષે ગરમી જલ્દી આવશે અને લાંબો સમય રહેવાની સાથે લૂ લાગવાની સમસ્યા પણ વધુ વિકટ થશે. બુધવારે હવામાન વિભાગે મુંબઇ, રાયગઢ અને રત્નાગિરીમાં લૂની ચેતવણી પણ જાહેર કરી હતી.

ખેડૂતો માટે ખરાબ સમાચાર

ખેડૂતો માટે ખરાબ સમાચાર

ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાનના રિટાયર્ડ વૈજ્ઞાનિક ડોક્ટર આર નાગેશે કહ્યું કે લૂના કારણે લોકોના સ્વાસ્થય પર તો અસર થશે જ સાથે જ અનેક વિસ્તારોમાં ઊભા પાક પણ પણ આની ગંભીર અસર થશે. દુકાળના લીધે પણ પાકને નુક્શાન થશે. આ પહેલાથી પરેશાન ખેડૂતોની ફરી એક વાર ભારે ગરમી મુશ્કેલી વધારશે.

ગુજરાતનું હવામાન

ગુજરાતનું હવામાન

સાથે જ હવામાન વિભાગે ખાસ ચેતવણી આપતા કહ્યું છે કે હિટ જોનનો સૌથી વધુ ખતરો ગુજરાત સમતે પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિસ્સા અને તેલંગાનામાં રહેશે. સાથે જ હવામાન વિભાગે કહ્યું કે 40 ડિગ્રીથી ઉપર તાપમાન જતા લૂ લાગી શકે છે.

લૂ કે હીટ વેવથી બચજો

લૂ કે હીટ વેવથી બચજો

હવામાન વિભાગ દ્વારા દર વખતની જેમ લૂ લાગવાની ચેતવણી જે તે સમયે જાહેર કરવામાં આવશે. સામાન્ય રીતે જૂન મહિનામાં લૂ લાગવાની સમસ્યા આવે છે પણ આ વખતે આ પહેલા જ આ સમસ્યાનો સામનો કરવો પડશે. અને આ વખતે તાપમાન પણ જલ્દી જ 40 ડિગ્રીના તાપમાનને પાર કરી લેશે. સાથે જ આ વખતે જૂના તમામ રેકોર્ડ પણ તૂટી જશે.

ગરમી રેકોર્ડ બ્રેક

ગરમી રેકોર્ડ બ્રેક

હવામાન વિભાગના રિપોર્ટ મુજબ 2017માં ભારતનું ચોથું સૌથી ગરમ વર્ષ હતું. અને સતત ચાર વર્ષોથી ગરમીના તમામ રેકોર્ડ એક પછી એક તૂટી રહ્યા છે. અને ગરમી નવા અને નવા જ ઊંચાઇ સ્તર બનાવી રહી છે. આ વખતે જાન્યુઆરી, ફ્રેબુઆરીમાં જ તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. ગર્મીના કારણે મુંબઇ, પૂર્વીય ભારત એટલે કે હૈદરાબાદમાં વધુ જોવા મળી છે. અને ત્યાં સામાન્ય તાપમાનથી 3-4 ડિગ્રી વધુ તાપમાન જોવા મળે છે.

English summary
Weather Report : IMD issues warning for mumbai of heat wave forecast intense heat this year. Heat wave can affect health and crop in Gujarat and other area of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X