સુસ્વાગતમ 2021: ગૌરવવંતા ગુજરાતીઓએ નવા વર્ષને ઉત્સાહભેર આવકાર્યુ
કોરોના મહામારીના કારણે 2020નુ વર્ષ ખૂબ જ અણધાર્યુ રહ્યુ પરંતુ 2021નુ વર્ષ પોતાની સાથે એક ઉત્સાહ લઈને આગમન કરી રહ્યુ છે ત્યારે પોતાના ક્ષેત્રમાં અગ્રણી એવી કેટલીક પ્રતિભાઓ દ્વારા વન ઈન્ડિયા ગુજરાતીના દર્શકોને શુભેચ્છા પાઠવવામાં આવી છે. મૉડલ રિયા સુબોધે નવા વર્ષની શુભેચ્છા પાઠવતા કહ્યુ કે, 'કેમ છો બધા, હું 2021ને આવકારવા માટે ખૂબ જ ઉત્સાહિત છુ કારણકે છેવટે 2020 જઈ રહ્યુ છે. આપણે સૌ 2020માં ખૂબ જ હેરાન થયા. પરંતુ 2020માં મે એક વસ્તુ શીખી કે કેવી રીતે આપણે આપણા દિમાગને કાબુમાં રાખીએ શકીએ, આવા મુશ્કેલ સમયમાં આપણે શાંત રહીએ શકીએ. 2021માં હું પ્રાર્થના કરુ છુ કે આ મહામારી આખી દુનિયામાંથી જતી રહે. આપણે સૌ ફરીથી પૂરી એનર્જી સાથે કામ કરીએ.'

સાયક્લિસ્ટ જિજ્ઞેશ પટેલે જણાવ્યુ કે, '2020નુ વર્ષ 2020ની જેમ બહુ ફાસ્ટ નીકળી ગયુ કોવિડમાં પરંતુ જે લોકો સ્વસ્થ રહ્યા છે તેમને હેલ્ધી વેમાં 2021નુ વેલકમ કેવી રીતે કરવુ એ જણાવવાની જરૂર નથી. ખાસ કરીને મારા વન ઈન્ડિયા ગુજરાતીના સ્પોર્ટસના મિત્રોને જણાવવાનુ છે કે સાયક્લિંગ, યોગા, સ્વીમિંગ, રનિંગ કરતા રહેજો તો આવી કોઈ પણ મહામારી આવે તો તેની સામે બાથ ભીડવા માટે હેપ્પી અને હેલ્ધી રહી શકશો.'
New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો
સેતુ મીડિયાના ડિરેક્ટર અને બિઝનેસમેન રાજેશ હિંગુએ જણાવ્યુ કે, 'વન ઈન્ડિયા ગુજરાતીના દર્શકોને આવનારા વર્ષ 2021 માટે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વર્ષ 2020માં આપણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો, ઘણુ શીખ્યા, ઘણુ સમજ્યા જે આપણને આવનારા વર્ષમાં ખૂબ કામ લાગશે. તમને સૌને નવુ વર્ષ સફળતાના નવા શિખરો સર કરાવે તેવી પ્રભુને પ્રાર્થના.'
દુઃસ્વપ્ન સમા 2020ને ભૂલીને વ્યાવસાયિકોએ આવકાર્યુ વર્ષ 2021