સુસ્વાગતમ 2021: દુઃસ્વપ્ન સમા 2020ને ભૂલીને વ્યાવસાયિકોએ આવકાર્યુ 2021નુ વર્ષ
કોરોના મહામારીના કારણે 2020નુ વર્ષ આર્થિક રીતે ખૂબ જ નબળુ સાબિત થયુ. વેપારીઓ માટે 2020નુ વર્ષ એક દુઃસ્વપ્ન જેવુ રહ્યુ જ્યારે કેટલાક વ્યાવસાયિકોએ આ આફતને અવસરમાં પરિવર્તિત કરી. શહેરના વિવિધ ક્ષેત્રના વ્યવસાયકારો 2021ના વર્ષને પરિવર્તનકારી અને સફળતાના શિખરો સર કરવા તરફ જોઈ રહ્યા છે. કેટરીંગ અને ડેકોરેશન વ્યવસાયના વેપારી નિરવ શાહે જણાવ્યુ કે 2020નુ વર્ષ ઘણુ હાડમારી ભરેલુ રહ્યુ. આખા વર્ષ દરમિયાન આ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લાખો લોકોને ઘણુ નુકશાન ભોગવવુ પડ્યુ છે. આશા રાખીએ કે 2021માં આ વર્ષે થયેલુ નુકશાન ભરપાઈ થઈ જાય અને ડેકોરેશન અને કેટરર્સના ભાઈઓને ધંધા-રોજગારનો વેગ મળે.
હાલો ટીવીના સીઈઓ અને ફાઉન્ડર મહિલા વ્યાવસાયિક રાગિની પરીખે જણાવ્યુ કે આજે જ્યારે 2021ના વર્ષને આપણે આવકારી રહ્યા છે ત્યારે વર્ષ 2020માં આપણે જે નિરાશામાંથી આશા જગાવી તે 2021માં પણ જીવંત રાખીએ એવી આશા આપુ છુ. કોરોના કાળમાં લૉકડાઉન દરમિયાન જ્યારે આપણે સોશિયલી કટ આઉટ હતા અને એન્ટરટેઈનમેન્ટના સંશાધનો ઓછા હતા ત્યારે મે એન્ટરટેઈનમેન્ટ પણ આપ્યુ અને મે એક એવી એપ્લીકેશન બનાવી છે જેનાથી તમને એન્ટરટેઈનમેન્ટ પણ મળ્યુ, તમે સોશિયલ ગેધરિંગ પણ કરી શક્યા અને તમને અર્નિંગ પણ મળ્યુ. સાધુ-સંતોની આ ભારત ભૂમિમાં 2021નુ આ વર્ષ સફળ જ થવાનુ છે એ આશા સાથે બધાને નવા વર્ષના અભિનંદન.

New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો
જ્વેલર જીગર ભાવસારે જણાવ્યુ કે કોરોના કારણે 2020નુ વર્ષ જ્વેલર્સ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ ખરાબ રહ્યુ. લૉકડાઉનના કારણે આવક બંધ થતાં ધંધામાં બહુ મોટી ઈફેક્ટ પડી. લગ્નમાં લિમિટેડ વ્યક્તિઓ સાથે છૂટછાટ આપવામાં આવી એટલે લગ્નો ઓછા થયા જેના કારણે જ્વેલર્સ ઈન્ડસ્ટ્રીને બહુ ફટકો પડ્યો. લોકોમાં બેરોજગારી વધતા અને આવક ઘટાડો થતા જ્વેલરીની ખરીદીમાં ઘટાડો થયો. 2021માં આશા છે કે કોરોનાની અસર ઓછી થાય અને લોકોની આવકમાં વધારો થાય જેના કારણે જ્વેલર ઈન્ડસ્ટ્રીમાં ધંધા-રોજગાર મળે. 2021ના વર્ષમાં બધા કોરોના મુક્ત વિશ્વ જોઈ શકે તેવી આશા.
કોરોના કાળમાં વધી પીએમ મોદીની લોકપ્રિયતા, સૌથી વધુ સ્વીકાર્ય