For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક પટેલને મળ્યું ફેસબુકના માર્ક ઝુકરબર્ગેનું આમંત્રણ

હાર્દિક પટેલ શુક્રવારે રાતે 9 વાગે તેની એક ફિલ્મ રિલિઝ કરી રહ્યો છે. સાથે જ તેને મળ્યું છે ફેસબુકના સીઇઓનું આમંત્રણ જાણો આ અંગે વધુ અહી્ં

By Chaitali
|
Google Oneindia Gujarati News

પાટીદારો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સોશ્યલ મીડિયાનો બહોળો ઉપયોગ કરી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને પાટીદાર અનામત આંદોલનના નેતા અને કન્વીનર હાર્દિક પટેલ. ફેસબુક પર હાર્દિક પટેલની હિટ લાઇવ સભાઓ પછી તેણે ફેસબુકનો સ્ટ્રિમિંગ રેકોર્ડ બ્રેક કર્યો છે. અને આ માટે કરીને જ તેને ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગનું અમેરિકાની સિલિકોન વેલીથી આમંત્રણ મળ્યું છે. સુરતમાં કરેલી હાર્દિક પટેલની સભાનું ફેસબુકમાં લાઇવ સ્ટ્રિમિંગ કરવામાં આવ્યું હતું. જેને લાઇવમાં 37 હજારથી પણ વધુ લોકોએ જોયું હતું. અને તેણે એક નવો જ રેકોર્ડ બનાવ્યો હતો. તો આજે તેની ફિલ્મ મંથન પણ ફેસબુક પર લાઇવ સ્ટ્રિમિંગના રૂપે રિલિઝ થઇ રહી છે. જે નવો રેકોર્ડ સર્જે તેવી સંભાવના છે.

Gujarat Election

શું છે ફિલ્મ મંથન?

સુરતની સભાનો લાઇવ સ્ટ્રિમિંગનો રેકોર્ડ તોડ્યા પછી 8 ડિસેમ્બરે હાર્દિક પટેલ પોતાની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ "મંથન" ફેસબુક પર લાઇવ રૂપે રિલિઝ કરવાનો છે. 13 મિનિટની આ ફિલ્મ માટે હાલ સોશ્યલ મીડિયામાં ભરપૂર પ્રમોશન પણ થઇ રહ્યું છે. ત્યારે 9 વાગે શુક્રવારે આ ફિલ્મ શરૂ થવાની છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના થોડા કલાક પહેલા રિલિઝ થનાર આ ફિલ્મ શું મતદાન પહેલા લોકોને કોઇ ખાસ સંદેશ આપે છે કે તેની કોઇ અસર થાય છે તે પર હાલ તો બધાની નજર મંડાયેલી છે.

English summary
What is Hardik Patel FB movie Manthan and Mark Zuckerberg invite all about. Read here on it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X