• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોદીને વીઝા નહીં આપીને યુએસએ શું મેળવવા માંગે છે?

By Super
|

(શુભમ ઘોષ) બેંગ્લોરઃ યુકે દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર લાદવામાં આવેલા દસકા લાંબા પ્રતિબંધને હટાવી લીધા પછી યુએસએ દ્વારા પણ ગુજરાત સાથે હુંફાળા સંબંધો પુનઃ સ્થાપિત કરવા માટેની ઇચ્છા વ્યક્ત કરી હતી. સાઉથ અને સેન્ટ્રલ એશિયા માટે યુએસ આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ રોબર્ટ બ્લેકે થોડાક મહિનાઓ પહેલા કહ્યું હતું કે મોદી યુએસ વીઝા માટે અરજી કરવા માટે મુક્ત છે. 2005માં ભાજપના નેતાને ફ્લોરિડામાં જવા માટેના વીઝા આપવામાં નહોતા આવ્યાં અને તેમના પર ગુજરાતમાં થયેલા 2002ના રમખાણોના કારણે ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

25 યુએસ લોમેકર્સે મોદીને વીઝા નહીં આપવા જણાવ્યું

થોડાક દિવસ પહેલાં 25 યુએસ લોમેકર્સે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ હિલેરી ક્લિન્ટનને એક પત્ર લખ્યો અને તેમાં જણાવ્યું કે, મોદીને યુએસ આવવા માટેના વીઝા આપવામાં ના આવે, કારણ કે તેમની સરકારે રમખાણ પીડિતો સાથે ન્યાય કર્યો નથી. ઉક્ત 25 લોમેકર્સમાંથી કેટલાક લોમેકર્સ અમેરિકાના મુસ્લિમો સાથે ગાઢ સંબંધો ધરાવે છે, જ્યારે અન્યો હતા તેમણે પોતાનો માનવીય વ્યૂ રજૂ કર્યો હતો.

અમેરિકાના પૂર્વ પ્રમુખ જ્યોર્જ બુશ દ્વારા દ્વારા આતંરરાષ્ટ્રીય ધાર્મિક આઝાદીના કાયદા હેઠળ મોદીને યુએસ આવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં જે વિકાસ થયો છે તેનાથી હાલની કોંગ્રેસની રિસર્ચ સર્વિસ અથવા તો કોંગ્રેસની થિંક ટેન્ક પ્રભાવિત થઇ હોવા છતાં પણ વોશિંગટનના હાલના વ્યવસ્થાપકો દ્વારા પ્રતિબંધને દૂર કરવામાં આવ્યો નથી. યુએસ કોંગ્રેસમેન કે જે મોદીના પ્રવેશનો વિરોધ કરી રહ્યાં છે તેઓનું કહેવું છે કે જો ભારતની આગામી સામાન્ય ચૂંટણીમાં મોદી કદાચ દેશના વડાપ્રધાન તરીકે પસંદગી પામે તો બની શકે કે તેમની યુએસમાં દાખલ થવાની રજૂઆતને કદાચ ધ્યાનમાં લેવામાં આવે.

વખાણ અને ટીકાઃ બેવડા ધોરણ શા માટે?

મોદી અંગે અમેરિકનો દ્વારા બેવડા ધોરણો અપનાવવામાં આવી રહ્યાં છે. એક તરફ તેઓ ગુજરાતના વિકાસ મોડલના વખાણ કરી રહ્યાં છે અને તેમના દેશની કેટલીક કંપનીઓ આ વિકસતા રાજ્યમાં રોકાણ કરવા માટે ઉત્સાહિત છે તેવું કહીં રહ્યાં છે. તો બીજી તરફ તેઓ ગુજરાત રમખાણોને લઇને મોદીની ટીકા પણ કરી રહ્યાં છે. એક તરફ કોંગ્રેસમેન કેઇથ એલિસન 549ના ઠરાવને ચાલું વર્ષના માર્ચ મહિનામાં રજૂ કર્યું જેમાં ગુજરાત રમખાણોને 10 વર્ષ થઇ ગયા હોવાનું જણાવ્યું હતું, તો જો વોલ્સ પણ મે મહિનામાં મોદીના પક્ષમાં બોલ્યા હતા. તેમણે કહ્યું કે પ્રમુખ ઓબામા કદાચ મોદી પાસેથી ઉદ્યોગોને મફતમાં આકર્ષવા અંગે શિખશે, મોદી યુએસના પ્રમુખ પદે ફિટ બેસે છે.

દેશમાં તેઓ રાજકારણના સેક્ટરમાં આઇડિયલિસ્ટ રીતે અસર કરે છે કે જેઓ પ્રત્યક્ષ સિદ્ધાંતોથી પ્રેરિત છે, જે સમજવું અઘરુ છે. યુએસ વિશ્વની સૌથી ફિટ ડેમોક્રેસી છે. તેણે ભૂતકાળમાં ઇકોનોમિક અને રાજકારણમાં પોતાના સ્ટ્રેટેજિક ઇન્ટરેસ્ટના કારણે સરમુખત્યારનું સમર્થન મેળવ્યું હતું.

મોદી લોકો દ્વારા પંસદગી પામે છે ના કે કોઇ સરમુખ્યારથી

રોબર્ટ મુગાબે પર અમેરિક્ન ઇન્ટરેસ્ટ્સ બદલ તેના પર હ્યુમન રાઇટ્સ એબ્યુસના ગુન્હા લગાવી પ્રતિબંધ મુકવામાં આવે તે સમજાય છે પરંતુ નરેન્દ્ર મોદી સાથે એ રીતનું વર્તન કરી શકાય નહીં. મોદી લોકો દ્વારા પસંદગી પામતા નેતા છે અને છેલ્લા એક દસકાથી લોકો તેમને પસંદ કરતા આવ્યા છે, તેઓ એક સારું કામ કરતા મુખ્યમંત્રી પણ છે, એ પણ એ દેશના કે જેને કન્ટેમ્પરરિ ઇન્ટરનેશનલ એફેર્સમાં વોશિંગટન દ્વારા મોટા ભાગીદાર તરીકે જોવામાં આવી રહ્યો છે. એશિયામાં અમેરિકનોના રસ માટે ભારત ઘણું મહત્વ ધરાવે છે, ખાસ કરીને પાકિસ્તાન અને ચીન સાથે વોશિંગટનના સંબંધો સારા નથી ત્યારે. મોદીને એક દુશ્મન તરીકે અમેરિકનો દ્વારા જોવામાં આવી રહ્યાં નથી પરંતુ આ મુદ્દો 25 લોમેકર્સ દ્વારા ઉભો કરવામાં આવ્યો છે.

ટીકાકારો ખરેખર મોદીનો પક્ષ લઇ રહ્યાં છે

10 વર્ષ રાજકારણમાં ઘણા લાંબા છે અને 2002ના રમખાણો મોદીને વિકાસના કામો અને સારી વ્યવસ્થા ઉભી કરવાના કામ કરતા અટકાવી શક્યા નથી. 2002ના રમખાણો પછી ટીકાકારો તેમની ટીકા કરી રહ્યાં હતા તો બીજી તરફ તેઓ પોતાની જાતને અનસ્ટોપેબલ બનાવતા રહ્યાં. તેમના વિરોધીઓ દ્વારા રમખાણોનો મુદ્દો બનાવીને અવાર-નવાર તેમને લક્ષ્યાંક બનાવતા રહ્યાં પરંતુ તેમને હરાવી શક્યા નહીં. 2002 પછીની ચૂંટણી જીતીને તેમણે ભારતીય મીડિયાને મુર્ખ સાબિત કરી દીધું હતું.

English summary
After the United Kingdom decided to lift its decade-long ban on Gujarat Chief Minister Narendra Modi, the USA also expressed its desire to strengthen relationship with his state. US Assistant Secretary of State for South and Central Asia Robert Blake had said a few months ago that Modi was free to apply for the US visa. In 2005, the BJP leader was denied a visa to arrive in Florida on charges of violation of religious freedom, or to say more clearly, on grounds of the 2002 riots in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more