વાહ રે કાયદાના રક્ષક! સુરતમાં પોલીસવાળા જ મળ્યા નશામાં ધુત!
સોનગઢ પોલીસે નશા કરેલી હાલતમાં સુરતના બે પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. સુરત પોલીસના બે કોન્સ્ટેબલો નશા કરેલી હાલત કારમાં જતા તે સમય રોડ પર બાઈક પર જતા દંપતીને અડફેટે લીધા હતા. જેમાં દંપતીને ઈજા પહોંચી હતી. જોકે આખો મામલો સોનગઢ પોલીસ સ્ટેશન પહોંચતા, સોનગઢ પોલીસે બંને પોલીસ કોન્સ્ટેબલને પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી બંને આગળ કાર્યવાહી હાથધરી છે
તાપી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર-53 પર સોનગઢ તાલુકાના ડોસવાડા ગામની સીમમાં સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મહેશ ગામીત અને દિવ્યેશ ગામીત નશાની હાલતમાં બાઈક પર જઈ રહેલ દંપતીને ટક્કર મારી હતી. જે બાદ સોનગઢ પોલીસે બંન્ને કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી.
ત્યારે સવાલ તે ઊભો થાય છે કે આ બન્ને કોન્સ્ટેબલ પાસે ગુજરાત જેવા દારૂબંધી વાળા રાજ્યમાં દારૂ આવ્યો ક્યાંથી. શું તેમને આવા દારૂના અડ્ડાઓની જાણ હતી? જેના માટે આંખ આડા કાન કરવા માટે તેમને દારૂની આ લાંચ અપાતી હતી? ત્યારે જ્યારે રક્ષણ જ ભક્ષક બને ત્યારે કાયદો અને વ્યવસ્થાને યોગ્ય રીતે સાચવવાનું કામ કેવી રીતે થશે તે વિચારવાનું રહે છે?