'ગેંગસ્ટર સુધરી જાય અથવા ગુજરાત છોડી દે', CM વિજય રૂપાણીએ ગુનેગારોને ચેતવ્યા
ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સ્ટાઈલમાં ગુનેગારોને ચેતવ્યા છે. રૂપાણીએ કહ્યુ કે, 'ગેંગસ્ટર સુધરી જાય અથવા પછી ગુજરાત છોડી દે.' આ સાથે જ રૂપાણીએ કહ્યુ કે અમારે ત્યાં શહેરોના માળખાગત સુવિધાઓ સાથે-સાથે પર્યાવરણની સુરક્ષા અને શાંતિ માટે કાયદાના મોટા સુધારા કરવામાં આવ્યા છે જ્યાં ગુના માટે કોઈ જગ્યા નથી માટે ગેંગસ્ટર આ વાત સમજી જાય. સરકારે પોલિસને આ નારા સાથે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

અશાંત ધારો કાયદો-2020ને રાષ્ટ્રપતિની મંજૂરી
તમને જણાવી દઈએ કે વિધાનસભાના ગયા ચોમાસુ સત્રમાં પાસ થયેલ અશાંત ધારા કાયદો-2020ને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ મહિને પાસ કરવાની મંજૂરી આપી દીધી છે. જેના વિશે ગુજરાતના મંત્રી જાડેજાએ કહ્યુ કે, 'કોઈ ક્ષેત્રને અશાંત ક્ષેત્ર ઘોષિત કરવા માટે સરકાર એક મૉનિટરીંગ એન્ડ એડવાઈઝરી કમિટી તથા સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરશે. આ બધા એવા ક્ષેત્ર તેમજ તેની આસપાસના 500 મીટર સુધીના ક્ષેત્રને અશાંત ઘોષિત કરી શકાશે.' આ કાયદો આવ્યા બાદ સ્પષ્ટ કહેવામાં આવી રહ્યુ છે કે અહીં હવે લોકો કોઈ પણ વિસ્તારમાં હુલ્લડ કે અશાંતિ નહિ ફેલાવી શકે. આ સાથે હવે બીજા સમાજના લોકોની જમીન, મકાન અન્ય અચળ સંપત્તિને પણ પોતાના નામે નહિ કરી શકે. આ કાયદાથી રાજ્યમાં સામાજિક સમરસતા અને શાંતિ જળવાઈ રહેશે. આ ઉપરાંત ક્ષેત્રોમાં રહેતા પરિવાર તેમજ ભાડુઆતોને કાયદાકીય સુરક્ષા મળશે.'

ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટિઝ(પ્રિવેન્શન) એક્ટ
આ પહેલા રાજ્ય સરકાર દ્વારા સપ્ટેમ્બર મહિનામાં જણાવવામાં આવ્યુ હતુ કે રાજ્યમાં ગુંડાગિરી રોકવા માટે નવો કાયદો બનાવવામાં આવી રહ્યો છે. જે હેઠળ કોઈના દોષી જણાતા તેને 10 વર્ષની જેલ થઈ શકે છે. ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટિઝ (પ્રિવેન્શન) એક્ટ હેઠળ દોષી જણાયેલ લોકોની પ્રોપર્ટી સીઝ કરી લેવામાં આવશે. જો કે કેસ નોંધતા પહેલા રેન્જ આઈજી કે પોલિસ કમિશ્નરની મંજૂરી લેવી પડશે. જે હેઠળ સાર્વજનિક જગ્યાઓએ હિંસા, ધમકી, ગુંડાગિરીને ખતમ કરવાના ઈરાદાથી કાર્યવાહી કરવામાં આવશે. આ રીતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં રાજ્ય સરકાર વર્ષ 2020માં જ 'અશાંતધારો કાયદો' લાવી.

યોગી સાથે સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સમાં પણ કહી ચૂક્યા છે રૂપાણી
જો કે આ કાયદા પહેલા પણ અહીં એક અલગ પ્રકારનો કાયદો હતો જેમાં પોલિસ દ્વારા એનકાઉન્ટર તેમજ દેશદ્રોહની કલમમાં કાર્યવાહી કરી શકાય છે. મુખ્યમંત્રી રૂપાણી ઘણી વાર આ વાત કહી ચૂક્યા છે કે ગુજરાતમાં ગુનેગારોએ સુધરવુ પડશે. સાથે જ રૂપાણીએ પોતાના રાજ્યમાં ઉત્તર ભારતીયો પર થતા હુમલાને કોંગ્રેસનુ સુનિયોજીત ષડયંત્ર ગણાવતા રહ્યા છે. લખનઉમાં યોગી આદિત્યનાથ સાથે વિજય રૂપાણી 2018મં સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સ કરી ચૂક્યા છે જેમાં તેમણે કહ્યુ હતુ કે ગુજરાતમાં ઉત્તર ભારતીયો સામે ભડકાુ ગતિવિધિઓ કોંગ્રેસનુ સુનિયોજિત ષડયંત્ર હતુ પરંતુ અમારી સરકારે તેમના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો. અમે બિન ગુજરાતીઓ માટે પૂરી સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યા છે.
બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે જારી કર્યો ચૂંટણી ઢંઢેરો