For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક પટેલ: માત્ર બે મહિનામાં ઝીરોમાંથી હીરો

|
Google Oneindia Gujarati News

પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય સૂત્રધાર હાર્દિક પટેલને માત્ર બે મહિના પહેલા કોઈ જાણતું ન હતું. પરંતુ આજે ગુજરાતમાં ચાલી રહેલા પટેલ અનામત આંદોલનને લઈને જે સ્થિતિ ઉભી થઈ છે, તેના કારણે આજે સૌ કોઈ હાર્દિક પટેલ અંગે જાણવા માંગે છે. હાર્દિક પટેલ કે જેને કોઈ ઓળખતું પણ નહતુ, તેના અંગે આજે દેશનું આખું મિડિયા વાત કરી રહ્યું છે.

આખરે આ હાર્દિક પટેલ છે કોણ, ક્યાંથી છે, શું છે તેનુ બેગ્રાઉન્ડ, કેવી રીતે તે શૂન્યમાંથી હીરો બની ગયો, આવો જાણીએ હાર્દિક પટેલ અંગે તે બધું જ જે કદાચ જાણ બહાર હોય..........

1

1

માત્ર 22 વર્ષિય હાર્દિક પટેલ અમદાવાદના રૂરલ વિસ્તારમાં સબમર્સિબલ પંપના વ્યવસાયમાં પોતાના પિતાને મદદ કરે છે. અમદાવાદની સહજાનંદ કોલેજમાંથી 50 ટકા કરતા પણ ઓછા માર્કસ સાથે બીકોમ પાસ કરેલું છે.

2

2

ગુજરાતના વિરમગામના સામાન્ય પટેલ કુટુંબનો હાર્દિક પટેલ PASS એટલે કે ગુજરાતમાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિનો કન્વીનર છે. બે મહિના પહેલા હાર્દિકને કોઈ નહોતું જાણતું. પરંતુ આજે પરિસ્થિતી એ છે કે પટેલ સમુદાયને રીઝર્વેશન અપાવવા માટેની લડાઈમાં તેના એક આહવાન પર ગુજરાતભરના પટેલો એકત્રીત થયા, તેની ધરપકડ કરતા ગુજરાતભરના પટેલ રોષે ભરાયા. આજે હાર્દિક પટેલના આહવાનને લઈને ગુજરાતમાં બંધનું એલાન પણ આપવામા આવ્યું.

3

3

હાર્દિક પટેલ સરદાર પટેલ ગૃપ એટલે કે SPGનો સભ્ય રહી ચૂક્યો છે. SPG પાટીદાર યુથ બોડી છે, જેમાં હાર્દિક વીરમગામ યુનિટનો અધ્યક્ષ હતો, પરંતુ SPGના નેતા લાલજી પટેલ હાર્દિકની PASS મુવમેન્ટથી સંમત નહતા, જેથી તેને SPGમાંથી બરતરફ કરવામાં આવ્યો છે.

4

4

આટલા સખત પગલા ભર્યા હોવા છતા તે PASSના ગઠનમાં વ્યસ્ત હતો. 22 વર્ષિય હાર્દિકમાં ગજબની સ્ટ્રેન્થ છે. અને સૌને સવાલ એક જ છે કે આ સ્ટ્રેન્થ કોની છે.

5

5

સુરતમાં આયોજીત પટેલ ફંક્શનમાં હાર્દિકને PASS મુવમેન્ટ માટે એક નવો રસ્તો અને નવી ચેતના મળી ગઈ. મહત્વપૂર્ણ છે કે ડાયમંડ નગરીમાં આયોજીત આ કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં પટેલો ઉમટી પડ્યાં હતા.

6

6

હાર્દિક છે તો માત્ર 22 વર્ષનો પણ તેના ભાષણનો જો નિષ્કર્ષ કાઢવામાં આવે તો તેના ભાષણો તેજાબી છે. હાર્દિકના સપોર્ટસ તેને ન્યૂ મોદીના નામે ઓળખે છે. હાર્દિકના સપોર્ટસે હાર્દિકને પાટીદાર હ્રદય સમ્રાટની ઉપાધી આપી છે.

7

7

હાર્દિકે વર્ષ 2011માં પાટીદારોના રક્ષણ માટે સરદાર પટેલ સેવાદળ બનાવ્યું હતું. PASS મુવમેન્ટને વેગ આપવા હાર્દિક જુલાઈ 2015થી પાછલા મહિના સુધી ગુજરાતના 12 જિલ્લામાં લોકોના મંતવ્યો જાણવા માટે ફર્યો છે.

8

8

મહત્પૂર્ણ છે કે ગઈકાલે અમદાવાદમાં પટેલ મહાસભા યોજાઈ હતી, ત્યારબાદ પોલીસે હાર્દિકની અટકાયત કરી હતી. જો કે ત્યારબાદ તેને છોડી મૂકવામાં આવ્યો છે. હાર્દિકે જણાવ્યું છે કે અનામતની માંગ યથાવત રહેશે. આજે ગુજરાતભરમાં હાર્દિકે બંધના એલાનનું આહવાન કર્યું છે. જેને પ્રતિસાદ મળી રહ્યો છે.

English summary
Hardik Patel-led agitation spread over Gujarat like fire. Hours after his rally at GMDC ground in Ahmedabad on Tuesday, Aug 25, he was arrested and was released shortly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X