For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોણ છે કંચન જરીવાલા? ઉમેદવારી પરત ખેંચી, AAPએ BJP પર લગાવ્યો હતો અપહરણનો આરોપ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. તમામ પાર્ટીના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવવા માટે આવતી કાલનો દિવસ છેલ્લો છે. હવે આમ આદમી પાર્ટીએ બીજેપી પર આરોપ લગાવ્યો છે કે તેના એક ઉમેદવારનું

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. તમામ પાર્ટીના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવવા માટે આવતી કાલનો દિવસ છેલ્લો છે. હવે આમ આદમી પાર્ટીએ બીજેપી પર આરોપ લગાવ્યો છે કે તેના એક ઉમેદવારનું અપહરણ કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી અને તેના નેતાઓએ કહ્યું કે સુરત પૂર્વ બેઠક પરથી તેમના ઉમેદવાર કંચન જરીવાલાનુ ભાજપ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે.

Kanchan Jariwala

તમને જણાવી દઈએ કે અપહરણના આરોપો વચ્ચે કંચન જરીવાલા ઉમેદવારી પાછી ખેંચવા આવ્યા હતા અને તેમનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં કંચન જરીવાલા સ્પષ્ટપણે અન્ય કેટલાક લોકો સાથે જોઈ શકાય છે.

AAPના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢાએ કહ્યું- ભાજપે ગુજરાતમાં જંગલરાજ કર્યું છે. તેઓએ સુરત પૂર્વ બેઠક પરથી અમારા ઉમેદવાર કંચન જરીવાલાને અપહરણ કર્યું હતું. ભાજપ કંચનને કમિશનની ઓફિસમાં લઈ ગયો અને ત્યાં તેમની ઉમેદવારી પાછુી ખેંચવા દબાણ કર્યું હતુ. કંચનને કહ્યું કે તમે લોકોને કહો કે તમારા ડોક્યુમેંટ્સ અધુરા છે.

ચઢ્ઢાએ પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે બીજેપીના લોકો કંચન જરીવાલાને અન્ય કોઈ જાહેર સ્થળોએ લઈ ગયા. ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ જીથી એટલા ડરી ગયા કે અમારા ઉમેદવારનું અપહરણ કરી લીધું. આ જંગલ રાજ નથી તો શું છે.

ચઢ્ઢાએ કહ્યું કે અમે ભાજપ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છીએ. અમારી પાર્ટી AAPએ મુખ્ય ચૂંટણી અધિકારીને જાણ કરી છે અને ટૂંક સમયમાં ઔપચારિક ફરિયાદ દાખલ કરવામાં આવશે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, કંચન જરીવાલા ગઈકાલે આરઓ ઓફિસમાં છેલ્લે જોવા મળ્યા હતા. ભાજપે તેમનું નામાંકન રદ કરવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેમના પર નામાંકન પાછું ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. જેના કારણે ચૂંટણી પંચ પણ ભીંસમાં આવે છે, આ કેવી રીતે થઈ શકે.

આમ આદમી પાર્ટીના ચીફ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમારા કાર્યકરોને કંચન જરીવાલા મળ્યા નથી. તે અને તેનો પરિવાર ગઈકાલથી ગુમ છે. અગાઉ ભાજપે તેમનું નામાંકન રદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનું નામાંકન સ્વીકારવામાં આવ્યું હતું. બાદમાં, તેઓએ તેમના પર ઉમેદવારી પાછી ખેંચવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું. ભાજપ નારાજ છે.

English summary
Who is Kanchan Jariwala? Withdrawal of nomination, AAP alleges kidnapping
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X