• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભાજપે શા માટે હજી 4 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા નથી?

|
bjp-congress-logo
ગાંધીનગર, 23 નવેમ્બર : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012એ માત્ર બહારથી પ્રથમવાર ગુજરાતમાં ચૂંટણી લડી રહેલા રાજકીય પક્ષો માટે લિટમસ ટેસ્ટ નથી પણ ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પક્ષો અને રાજકારણની રમતમાં ખાંટું ગણાતા રાજકારણીઓ માટે તલવારની ધાર પર ચાલવા જેવી છે.

નવી સીમાંકનની સાથે વર્તમાન ગુજરાત સરકાર અને ખાસ કરીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસન સામે અસંતોષ ધરાવનારાઓ અને બળવાખોરોને કારણે બેવડી કસોટી આપવાની સ્થિતિ છે.

ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ 24 નવેમ્બર, 2012 હોવાથી અગ્રણી રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોના નામની અંશત: અંતિમ યાદી જાહેર કરી દીધી છે. આ સાથે જ ચૂંટણીના વાતાવરણમાં ખરેખર ગરમાવો આવી ગયો છે.

કોંગ્રેસે પહેલા જાહેર કરેલી 98 ઉમેદવારોના નામની યાદીમાંથી 46 બેઠકો પર ઉમેદવારોના નામની યાદી આંતરિક બળવાના ભયથી પાછી ખેંચી લીધી છે. વાત અહીંથી ભડકી છે. હવે બાકી રહેલા 52 ઉમેદવારોમાં જેમના નામ નથી તેમના સમર્થકોએ કોંગ્રેસ પર દબાણ લાવવા માટે જાત ભાતના દાવ-પેચ અજમાવવા શરૂ કરી દીધા છે. કેટલાકે રાજીનામાં આપ્યાં છે તો કેટલાકે કાર્યાલય પર ધમાલ મચાવી છે.

ભાજપમાં પણ આવી જ સ્થિતિ છે. તફાવત માત્ર એટલો છે કે ભાજપમાં આંતરિક બળવો અંદર જ સમાવી લેવામાં આવતો હોવાથી તે જાહેર થતો નથી. હકીકત એવી જ સામે આવી રહી છે કે પ્રથમ તબક્કાની 87 બેઠકો માટે ઉમેદવારોના નામની યાદી જાહેર કરતા ભાજપ સરકારના નાકે દમ આવી ગયો છે.

ભાજપે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી લડશે કે નહીં અને લડશે તો કઇ બેઠક પરથી ચૂંટણી લડશે? કોંગ્રેસના આગેવાનોએ પોતાના મત વિસ્તારમાંથી ચૂંટણી લડી બતાવવાના આપેલા પડકારો વગેરે બાબતોને અટકાવવા મોદી મણિનગરથી જ ચૂંટણી લડશે એ જાહેર કરી દીધું છે.

ભાજપની એવી તો પૂંગી વાગી ગઇ છે કે અગાઉ ચાલતી ચર્ચા કે આ વખતની ચૂંટણીમાં 50 ટકા ઉમેદવારો નવા ચહેરા હશે તેને બાજુ પર મુકીને મોટા ભાગના ચહેરા રિપિટ કર્યા છે. આ પાછળનું એક કારણ પક્ષમાં ઉઠતો આંતરિક અસંતોષ ઠારવાનું હોઇ શકે છે.

ભાજપની યાદીની નોંધપાત્ર અને ચર્ચાસ્પદ બાબત એ પણ છે કે પ્રથમ તબક્કાની ચાર બેઠકો કેશોદ(88), ધોરાજી(75), ગોંડલ(73) અને ગારિયાધાર(101) માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવાનું કી રાખ્યું છે. આમ કરવાના સંભવિત પરિબળો અને કારણે એકથી વધારે છે. જો કે પ્રથમ દ્રષ્ટિએ જોઇએ તો આ એવી બેઠકો છે જેના પર ભાજપને કટ્ટર સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.

આ માટે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2007ની સ્થિતિ પર નજર કરવી પડે એમ છે. વર્ષ 2007ની ચૂંટણીની સરખામણીએ ગારિયાધાર નવી બેઠક છે. ત્યાંના જ્ઞાતિના સમીકરણો અને મતદારોનું વલણ પારખવું મુશ્કેલ હોવાથી હરિફ પક્ષોની વ્યૂહચરનાને આધારે મજબૂત ઉમેદવાર અંગે ચર્ચા કર્યા બાદ જાહેર કરાશે.

આ વખતે ભાજપે કેશુભાઇ પટેલને કારણે સૌરાષ્ટ્રની બેઠકો પર જોખમ લેવાનું સાહસ કરવાનું ટાળ્યું છે. આ કારણે સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠકો પર ઉમેદવારો રિપિટ કર્યા છે. કેશોદ(88)ની બેઠક પર વર્ષ 2007માં ભાજપના એસસી આગેવાન મકવાણા વંદનાબહેન મનસુખભાઇ જીત્યા હતા. આ વખતે તેમાં જીતની શક્યતા નબળી જણાઇ રહી છે.

ધોરાજી(75)ની બેઠક પર વર્ષ 2007માં કોંગ્રેસના વિઠ્ઠલ રાદડિયા જીત્યા હતા. તેમની સામે મજબૂત ઉમેદવાર મૂકવા માટે કોઇ નામ ચોક્કસ થઇ શક્યું નથી. ગોંડલ(73)ની બેઠક પર કોંગ્રેસે એનસીપીના ઉમેદવાર ચંદુ વઘાસિયાને સમર્થન આપવાનું નક્કી કર્યું છે. આ સામે ભાજપ રણનીતિ ઘડીને પોતાના ઉમેદવારો જાહેર કરશે.

English summary
Why BJP not declared candidate name in 4 constituency of first phase?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more