સોનિયાની વિદેશયાત્રા પાછળ કરોડનો ધૂમાડો કરાયો છે: નરેન્દ્ર મોદી

ગઇ વખતે ગુજરાતના ચૂંટણી પ્રચાર દરમિયાન સોનિયા ગાંધીએ મોદીને મોતના સોદાગર કહ્યા હતા. ત્યારપછી નરેન્દ્ર મોદીએ સોનિયા પર પ્રહાર કરવાની એકપણ તક છોડી નથી. તેમણે કહ્યું હતું કે સોનિયા ગાંધીની વિદેશ યાત્રા પર જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે એટલો ખર્ચ સૌરાષ્ટ્રના ભાવનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ જિલ્લાનું વાર્ષિક બજેટ છે. તેમણે યૂપીએ સરકારને પ્રશ્ન પૂછ્યો હતો કે કઇ હેસિયતથી સોનિયા ગાંધીને વિદેશમાં વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્તિગત પ્રકાર કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી 8 વખત તેમની બિમાર માતા સમાચાર પૂછવા માટે અમેરિકા ગઇ હતી. આ દરમિયાન તેમને વિશેષ વિમાન પુરા પાડવામાં આવ્યાં હતાં અને હોટલોનો ખર્ચ પણ સરકારે ઉપાડ્યો હતો. તેમને કહ્યું હતું કે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ માટે ચાર્ટર્ડ વિમાન ઉપલબ્ધ કરવામાં આવે છે, સોનિયા ગાંધીને આ સેવાઓ કેવી રીતે પુરી પાડવામાં આવી. મોદીએ સરકાર પાસે સોનિયા ગાંધીના વિદેશ પ્રવાસ દરમિયાન થયેલા ખર્ચની માહિતી માંગ કરી છે.












Click it and Unblock the Notifications
