ગુજરાત ચૂંટણી: આખરે શા માટે મણિનગર જ છે મોદીની પસંદ?
વિકાસ અને વિકાસની આશા સાથે વસેલા મણિનગર એક એવો વિસ્તાર છે જેની જમીન પર ઊભા રહીને નરેન્દ્ર મોદીએ આજે રાજનીતિમાં વડના ઝાડની સમાન ઉભા છે. મોદીના નેતૃત્વના કાયલ લોકોને શોધવાની જરૂર નથી પડતી. અહીંના લોકોનું કહેવું છે કે જો વિકાસ જોઇએ તો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની જેવો હોવો જોઇએ. ઉમેદવારોને બદલીને પોતાની જીતનો ફોર્મૂલા શોધનાર મોદી પોતાની બેઠક બદલવા તૈયાર નથી, તેઓ મણિનગર બેઠક પરથી જ વિધાનસભામાં હેટ્રીક મારવા જઇ રહ્યા છે.
મણિનગરમાં વિકાસ અંગે સવાલ કરાતા માત્ર બે જ બાબતો સામે આવે છે. એક બીઆરટીએસ અને બીજું ફ્લાઇઓવર્સ. બીઆરટીએસની સુવિધાએ મણિનગરના લોકોનું જીવન સરળ કરી નાખ્યું છે પરંતુ આ ઉપરાંત વાત કરીએ તો નરેન્દ્ર મોદી મહિલાઓમાં પણ લોકપ્રિય છે. મણિનગરમાં 42 ટકા મહિલા વોટ છે અને મોદી તેને લઇને ચિંતામૂક્ત છે.
કહેવાય છે કે મણિનગર, ગુજરાતની રાજનીતિનો એવો અભિન્ન અંગ છે જેમાં મોદીના નામનો સિક્કો ચાલે છે. એટલે જ મોદી માટે મણિનગર જેટલી સેફ બેઠક બીજી કોઇ હોઇ જ ના શકે. આંકડાઓ જોઇએ તો 1990થી લઇને અત્યાર સુધી આ બેઠક ભાજપના ખાતામાં જ છે. તેમજ નાવા સિમાકંન બાદ મણિનગર બેઠક મોદી માટે વધુ સુરક્ષિત થઇ ગઇ છે કારણ કે લઘુમતિઓની સંખ્યા આ વિસ્તારમાં માત્ર 22 હજાર(14 હજાર મુસ્લિમ, 8 હજાર ખ્રિસ્તી) છે. મણિનગરમાં મોટી મોટી રેસ્ટોરન્ટ અને મોકટેલના અવનવા દરવાજાઓ ખુલી ગયા છે અને બીજી બાજુ વેપારીઓ અને યુવાનોમાં મોદી આઇકોન બની ગયા છે. મોદીની આ છાપ ઓછી કરવામાં કોંગ્રેસ અસક્ષમ રહી છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસને અત્રે છેલ્લે 1985માં જીત મળી હતી. અધુરામાં પૂરું કોંગ્રેસે આ વખતે મોદીની સામે મણિનગરમાં પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટની પત્ની શ્વેતા ભટ્ટને ઉભા રાખીને નરેન્દ્ર મોદીની જીત પાક્કી કરી દીધી છે. મોદીની મોદીની લોકપ્રિયતા એટલી બધી છે કે મોદીના વિરોધમાં બોલનાર મણિનગરમાં ભાગ્યે જ મળશે. જોકે ગુજરાતમાં ચૂંટણી 13 અને 17 ડિસેમ્બરના રોજ યોજાવાની છે, હવે એતો સમય જ નક્કી કરશે કે ચૂંટણીમાં કોણ કોને ભારે પડે છે.