For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Excl: સાંસદો કેમ ઉતરે છે વિધાનસભા ચુંટણીમાં?

By Kanhaiya
|
Google Oneindia Gujarati News

Gujarat Congress Logo
અમદાવાદ, 22 નવેમ્બર : ગુજરાત વિધાનસભા ચુંટણી 2012ના પડઘમ વાગી રહ્યાં છે. સત્તાપક્ષ ભારતીય જનતા પક્ષ તેમજ વિપક્ષ કોંગ્રેસ વિધાનસભાની 182 બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરવામાં વ્યસ્ત છે, પરંતુ ગઈકાલે કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેર કરાયેલ 52 ઉમેદવારોની યાદી જોતાં અનેક પ્રશ્નો ઊભા થઈ ગયાં છે. આ પ્રશ્નો ઊભા થયા છે યાદીમાં સાંસદ કુંવરજી બાવળિયાના સમાવેશથી. જોકે બાવળિયાનું નામ યાદીમાં હોવું કોઈ આશ્ચર્યજનક બાબત નથી, કારણ કે હજુ તો કોંગ્રેસના વધુ બે સાંસદો વિટ્ઠલ રાદડિયા તેમજ વિક્રમ માડમ પણ વિધાનસભા ચુંટણી મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યાં છે. અહીં પ્રશ્ન ઊભો થાય છે કે એવાં તો કયાં કારણો છે કે લોકસભાની શોભા વધારનાર આ સાંસદોને વિધાનસભા ચુંટણી લડવી છે?

પ્રથમ વાત કરીએ કુંવરજી બાવળિયાની. તેઓ રાજકોટ સંસદીય મત વિસ્તારના સાંસદ છે. કોંગ્રેસ પક્ષે તેમને ભાવનગર ખાતે આવેલ બોટાદ વિધાનસભા મત વિસ્તારમાંથી ટિકિટ આપી દીધી છે. હવે વિચારવાની બાબત એ છે કે બાવળિયાને ગુજરાતની ચુંટણી લડવાની ક્યાં જરૂર ઊભી થઈ? બીજી બાજું કોંગ્રેસ પક્ષને સાંસદને વિધાનસભા ચુંટણી મેદાનમાં ઉતારવાનો શો ફાયદો છે?

આખરે સાંસદ જેવા ઉચ્ચ પદથી ધારાસભ્ય જેવા ઉતરતી કક્ષાના પદ તરફ કોઈ વળતું હોય, તો તેની પાછળનો લૉજિક તો હોય જ ને. આ લૉજિક છે સાંસદ કરતાં ઉંચું પદ પ્રાપ્ત કરવાનો. એક કક્ષા નીચે ઉતરતાં જો સાંસદ કરતાં ઉંચુ પદ મળતું હોય, તો પછી પ્રયત્ન કરવામાં વાંધો શું છે? ના સમજાયું? ચાલો આપને વિગતવાર અને તબક્કાવાર સમજાવીએ.

ત્યારે પક્ષ, આજે ઉમેદવારની જરૂરિયાત
બાવળિયા, વિટ્ઠલ રાદડિયા અને વિક્રમ માડમ જેવા બીજા ઘણાં ધારાસભ્યો કે જે 2007ની વિધાનસભા ચુંટણીમાં ચુંટાયા હતાં, તેઓ સોળ માસ પછી થયેલ લોકસભા ચુંટણી 2009માં ઝંપલાયા હતાં. કોંગ્રેસ પક્ષે તે વખતે બાવળિયા, રાદડિયા અને માડમ જેવા ધારાસભ્યોના સહારે ગુજરાતમાં 26માંથી 11 લોકસભા બેઠકો કબ્જે કરી હતી. લોકસભાની ચુંટણીમાં ધારાસબ્યોને અજમાવવા પક્ષની જરૂરિયાત અને આગવી કોઠાસુઝ ગણી શકાય, પરંતુ વિધાનસભાની ચુંટણીમાં પક્ષ કયા કારણે મજબૂર છે? આ સવાલનો એક જ જવાબ છે સાંસદની જરૂરિયાત. ત્યારે પક્ષને જરૂર હતી, આજે સાંસદને જરૂર છે.

આ હોઈ શકે ગણિત
કુંવરજી બાવળિયા જેવા દિગ્ગજ નેતા જો ધારાસભ્યમાંથી સાંસદ બની લોકસભામાં પક્ષને એક સીટ આપતાં હોય, તો પક્ષ પણ તેમની વાત કઈ રીતે અવગણી શકે? બીજું એ કે બાવળિયા જેવા નેતાને કોળી મતોના વર્ચસ્વ વાળા બોટાદમાંથી ટિકિટ આપવામાં આવી છે અને તેઓ કદાચ જીતી પણ જશે, પરંતુ પછી શું? બાવળિયા કે હવે પછીની યાદીમાં જે કોઈ પણ સાંસદનું નામ આવશે, તે તમામનો ગણિત શું છે? શું તેઓ સાત વિધાનસભા વિસ્તારોનો સમાવેશ કરતાં લોકસભા મત વિસ્તારની જગ્યાએ ફરીથી માત્ર એક જ વિધાનસભા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા માંગે છે? નહિં, બિલ્કુલ નહિં. તેઓનો વ્યક્તિગત અભરખો છે અને આ અભરખો બીજો કોઈ નહિં, પણ મંત્રી પદ હાસલ કરવાનો જ હોઈ શકે. સાંસદમાંથી ધારાસભ્ય બનવા તરફ વળતાં સાંસદો એવું માનતા હોય કે વિધાનસભા ચુંટણીમાં પક્ષને બહુમતી મળે અને સરકાર રચાય, તો તેમને ભલે મુખ્યમંત્રી નહિં, તો કમ સે કમ મંત્રી પદ તો હાસલ થશે. અને એ વાત પણ પાકી છે કે એક સાંસદ માત્ર સાત કે આઠ વિધાનસભા મત વિસ્તારનો જ પ્રતિનિધિ હોય છે, પરંતુ રાજ્ય સરકારનો એક મંત્રી આખા રાજ્યનો મંત્રી કહેવાય છે. કઈં પણ હોય, સાંસદ કરતાં મંત્રી પદ અને તેનો મહત્વ વધુ જ છે.

તેમનો વિજય પ્રજાના માથે
આવું ગણિત અજમાવનાર સાંસદોને કે તેમના પક્ષને કદાચ પ્રજાની ચિંતા નથી હોતી. હવે બાવળિયા કે પછી રાદડિયા અને માડમ જેવા દિગ્ગજ નેતાઓ કે જે સાંસદો છે, તેઓ વિધાનસભાની ચુંટણી લડે, તો એક વાત તો લગભગ નક્કી જ હોય કે તેઓ ચુંટણી જીતી જશે. જો આમ થાય, તો પ્રજાએ જ ભોગવવાનો વારો આવે. આની પાછળનું ગણિત એ છે કે જો બાવળિયા, રાદડિયા કે માડમ વિધાનસભાની બેઠક જીતી જાય, તો તેમને સાંસદ કે ધારાસભ્ય બેમાંથી એક પદ ઉપરથી રાજીનામુ આપવું પડે. શક્યતા બે ઊભી થાય. પહેલી એ કે જો સરકાર તેમના પક્ષની રચાય, તો તેઓ મંત્રી બનવાના અભરખા સાથે સાંસદ પદેથી રાજીનામું આપી દે. તેવી પરિસ્થિતિમાં સંબંધિત લોકસભા બેઠક માટે પેટા ચુંટણી કરાવવી પડે અને બીજી શક્યતા એ ઊભી થાય કે જો તેમના પક્ષની સરકાર ન રચાય, તો તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી સાંસદ તરીકે જળવાઈ રહેવાનું જ પસંદ કરશે. તેવી પરિસ્થિતિમાં તેઓ જે વિધાનસભા બેઠક ઉપરથી ચુંટાયા હતાં, ત્યાં પેટા ચુંટણી કરાવવી પડે. બંને જ પરિસ્થિતિઓમાં તેમનો વિજય તો આખરે પ્રજાને માથે જ પડે ને. 2009માં પણ આવા અનેક ધારાસભ્યો જ્યારે લોકસભા ચુંટણી જીત્યા હતાં, ત્યારે પેટા ચુંટણી કરાવવી પડી હતી.

હરાવીને જ બચી શકાય
આ પ્રકારના હીન અને વ્યક્તિગત અભરખા ધરાવતા રાજકારણમાં પ્રજાએ જો આવા ખોટા ખર્ચથી બચવું હોય, તો આવા સાંસદોને ઘેર ભેગા જ કરી દેવા જોઇએ. આવા સાંસદોને જો જીતાડી દેવાય, તો પછી લોકસભા કે વિધાનસભા બેઠક બંનેમાંથી કોઈ પણ એક માટે પેટા ચુંટણી કરાવવી જ પડે. જો પ્રજાએ આવા વ્યર્થ ખર્ચથી રાજ્યને બચાવવો હોય, તો તેઓએ પોતાના વિવેકથી આવા સાંસદ ઉમેદવારોને ચુંટણીમાં પરાસ્ત કરવા જોઇએ.

English summary
Why a Member Of Parliament want to become a Member Of Legislative Assembly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X