For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં કોંગ્રેસ સામે પ્રચાર કરીશ : અમિત શાહ

|
Google Oneindia Gujarati News

Amit Shah
અમદાવાદ, 27 સપ્ટેમ્બર : ગુરુવાર 27 સપ્ટેમ્બર, 2012ના રોજ સવારે સુપ્રીમ કોર્ટે ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી અમિત શાહ સામેના કેસમાં આપેલા મહત્વપૂર્ણ ચૂકાદા બાદ અમિત શાહે નવી દિલ્હીમાં મીડિયા સમક્ષ આવી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં કોંગ્રેસ સામે ચૂંટણી પ્રચાર કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અમિત શાહે જણાવ્યું હતું કે 'જ્યારે આ કેસ શરૂ કરવામાં આવ્યો ત્યારે ગુજરાતમા કેસ ચલાવવા સામે અનેક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. મારા પર આરોપો લગાવવામાં આવ્યા હતા કે ગુજરાતમાં કેસ ચાલશે તો રાજકીય દબાણ ઊભું કરવામાં આવશે, લાગવગ ચાલરહગી કેસ અંગે ઉઠેલા પ્રશ્નો બાદ મેં જ કેસ ગુજરાત બહાર ચલાવવા કીધું હતું.'

તેમણે વધુમાં જણાવ્યું કે 'મારી સામે કરવામાં આવેલો આ કેસ ખોટો છે. આવનારા સમયમાં તથ્ય બહાર આવશે. મને ક્યાંય પણ કેસ ચાલે કોઇ મુશ્કેલી નથી. ગુરાતમાં આવ્યા બાદ હું કોંગ્રેસ સામે ચૂંટણી પ્રચાર કરીશ.'

પ્રાપ્ત માહિતી મુજબ અમિત શાહ તેમના પરિવારજનો સાથે આજે જ અમદાવાદ આવવાના છે. ગુજરાતમાં આવીને અમિત શાહ સૌ પ્રથમ સોમનાથ ભગવાનના દર્શન કરવા જશે. ત્યાર બાદ ગુરુવારે સાંજ સુધીમાં તેઓ અમદાવાદ પરત ફરશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અમિત શાહને ગુજરાતમાં આવવાની છૂટ મળી એ સાથે જ તેઓ ચૂંટણી લડશે કે નહીં અને ગુજરાતની ચૂંટણીઓ પર કેવી અસર પડશે તે અંગે ચર્ચા જોર શોર થી શરૂ થઇ ગઇ છે. આ મુદ્દે ગુજરાત ભાજપના અગ્રણી નેતા પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે 'ગુજરાતમાં અમિત શાહ ચૂંટણી લડશે કે નહીં તેનો નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે. પાર્ટીના કામમાં તેઓ સક્રિયતાથી કામ કરશે.'

બીજી તરફ કોંગ્રેસના નેતા અંબિકા પાલે જણાવ્યું કે 'જે વ્યક્તિ માસ્ટર માઇન્ડ હોય તે ગુજરાતની ચૂંટણીમાં ઉતરશે તે બાબત ચિંતાજનક છે.'

English summary
After SC's decision former home minister of Gujarat, Amit Shah said that he will go to Ahmedabad and will join campaign against Congress in Gujarat in coming election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X