For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પડદા પર મોદીની ભૂમિકા ભજવશે વિવેક ઓબેરૉય

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ફક્ત રાજકારણમાં જ નહી બૉલીવુડમાં પણ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના પીએમ ઇન વેટિંગ નરેન્દ્ર મોદીનો ખાસ્સો ક્રેજ છે. ત્યારે તો નરેન્દ્ર મોદી ઉપર ફિલ્મ બનાવવાનો દોર શરૂ થઇ ગયો. સમાચાર પ્રાપ્ત થઇ રહ્યાં છે કે મિતેશ પટેલ, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના જીવનથી ઘણા પ્રભાવિત છે એટલા માટે તે તેમના નામ પર ફિલ્મ બનાવવા જઇ રહ્યાં છે. જેમાં મોદીના યુવા રૂપનો રોલ ભજવવા માટે તેમને વિવેક ઓબેરૉયને પસંદ કર્યા છે.

ફિલ્મમાં યંગ રોલ વિવેક ઓબેરૉય કરેશે તો બીજી તરફ નરેન્દ્ર મોદીની યુવાવસ્થા બાદની ભૂમિકા પરેશ રાવલ ભજવશે. ફિલ્મનું નામ હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી. કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદીના નામની ઑફર મળતાં વિવેક ઓબેરૉય ખુશ છે અને તેમને આ રોલ માટે તૈયારીઓ શરૂ કરી દિધી છે. આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીના બાળપણથી માંડીને રાજનિતીની અત્યાર સુધીની સફર દર્શાવવામાં આવશે.

પરેશ રાવલ પોતાના અંગત જીવનમાં પણ નરેન્દ્ર મોદીના પ્રશંસક છે તેમને ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કર્યો હતો. એટલા માટે તેમને નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવવામાં કોઇ ખાસ પરેશાની થશે નહી પરંતુ વિવેક ઓબેરૉય વિશે કહેવામાં આવે છે કે તે અત્યારથી જ હોમવર્કમાં જોડાઇ ગયા છે. ફિલ્મનું શુટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે.

અત્રે ઉલ્લેખ છે કે વર્ષ 2013 વિવેક ઓબેરૉય માટે ખુશીઓ લઇને આવ્યું છે એક તરફ વર્ષની શરૂઆતમાં તે પાપા બન્યા તો બીજી તરફ લાંબા સમયથી કોઇ ફિલ્મ બૉક્સઓફિસ પર હિટ થઇ નથી. તેમની મસ્તી ફિલ્મે સો કરોડનો બિઝનેસ કર્યો તો બીજી તરફ 'ક્રિષ 3'માં ભજવેલું 'કાલ'નું પાત્ર લોકોની નજરમાં અમર થઇ ગયું. આશા કરીએ છીએ કે નરેન્દ્ર મોદીની ભૂમિકા તે પડદા પર સારી રીતે ભજવશે.

વિવેક ઓબેરૉય બનશે મોદી

વિવેક ઓબેરૉય બનશે મોદી

ફિલ્મમાં યંગ રોલ વિવેક ઓબેરૉય કરેશે તો બીજી તરફ નરેન્દ્ર મોદીની યુવાવસ્થા બાદની ભૂમિકા પરેશ રાવલ ભજવશે. ફિલ્મનું નામ હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી.

મોદીની જીવનની સફર

મોદીની જીવનની સફર

આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીના બાળપણથી માંડીને રાજનિતીની અત્યાર સુધીની સફર દર્શાવવામાં આવશે.

દેશ માટે મોદી, ફિલ્મ માટે હું

દેશ માટે મોદી, ફિલ્મ માટે હું

પરેશ રાવલના જણાવ્યા અનુસાર આ દેશ માટે તે ક્ષણ નિર્ણાયક હશે, જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનીને આપણું નેતૃત્વ કરશે. તેમના અનુસાર મારી એક્ટિંગ કેરિયર માટે પણ નરેન્દ્ર મોદનો ભજવવો એક નિર્ણાયક અને કાયમી છાપ છોડનાર પળ હશે.

સરદાર પટેલની ભૂમિકા ભજવી ચૂક્યા છે પરેશ રાવલ

સરદાર પટેલની ભૂમિકા ભજવી ચૂક્યા છે પરેશ રાવલ

ગુજરાતમાં રહેનાર પરેશ રાવલ ફક્ત ફિલ્મોમાં જ નહી પરંતુ થિયેટરમાં પણ ઘણા સક્રિય છે. તેમને 1993માં નરેન્દ્ર મોદીના આદર્શ ગુજરાતના જનનાયક સરદાર વલ્લભ ભાઇ પટેલનો રોલ ફિલ્મી પડદે ભજવ્યો હતો. ફિલ્મનું નામ હતું સરદાર અને તે લોહ પુરૂષના જીવન પર આધારિત હતી.

કહાનીની શરૂઆત

કહાનીની શરૂઆત

કહાનીની શરૂઆત તે સમયગાળાથી થશે, જ્યારે નરેન્દ્ર મોદી બસ સ્ટેશન પર ચા વેચતા હતા અને તેનો અંત રાષ્ટ્રીય ક્ષિતિજ પર ઉભરી આવવાના સમય સુધીનો હશે.

English summary
Filmmaker Mitesh Kumar Patel’s upcoming film is based on the life of Gujarat Chief Minister Narendra Modi. Mitesh Kumar has approached Vivek Oberoi to play the younger version of the minister on the big screen.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X