For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જય જગન્નાથના નાદ સાથે 138મી રથયાત્રા સંપન્ન, જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 18 જુલાઇ: આજે અષાઢી બીજ છે. લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જય જગન્નાથના નાદ સાથે 138મી રથયાત્રાનો પ્રારંભ થઇ ચૂક્યો છે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યાએ નીકળી ચૂક્યા છે. આ વખતે પિહિંદ વિધિ રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કરી. રથયાત્રાની પૂર્વસંધ્યાએ આનંદીબેને જમાલપુરમાં આવેલા મંદિરમાં જગન્નાથની પૂજા-આરતી કરી હતી.

rathyatra

રથયાત્રાની ખાસ વાતો પર એક નજર...

  • અમદાવાદમાં નીકળતી જગન્નાથની આ વખતની રથયાત્રા 138મી રથયાત્રા છે.
  • આ વખતે પિહિંદ વિધિ રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કરી.
  • દર અઢાર વર્ષે અષાઢ અધિક માસ આવે ત્યારે ભગવાન જગન્નાથને નવું કલેવર પહેરાવવામાં આવે છે. જેના ભાગરૂપે ભગવાનની મૂર્તિઓની પૂન: પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે.
  • 30 વર્ષે રથયાત્રા અને ઇદ એક સાથે આવ્યા છે.
  • લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે નીકળી રહી છે રથયાત્રા. જેમાં અમદાવાદ પોલીસ, બીએસએફ, આરએએફ, સીઆરપીએફ, સહિત 20 હજારથી વધારે સુરક્ષા કર્મીઓ ખડેપગે છે.
  • બે લાખનું રસોડુ કરવામાં આવ્યું છે. સરસપુર ખાતે 15થી વધારે પોળમાં પ્રસાદરૂભે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ રથયાત્રાની શોભા વધારશે

  • 18 શણગારેલા હાથી
  • 30 જેટલા અંગ પ્રદર્શન કરતા અખાડા
  • 18 જેટલી ભજનમંડળીઓ
  • 101 સંસ્કૃતિ પ્રદર્શન કરતી ટ્રક
  • 1200 ખલાસી ભાઇઓ
  • 101 જેટલા સ્વયંમ સેવકો
  • 13 હજાર કોન્સ્ટેબલ
  • 2 હજાર જેટલા સાધુઓ દેશભરમાંથી આવશે
રથ ક્યાં કેટલા વાગે પહોંચશે
ભગવાનનો રથ આખો દિવસ નગરમાં ફરશે. મોસાળ સરસપુરમાં જઇને પાછો નિજમંદિરે આવશે. જુઓ ક્યાં કેટલાં વાગે પહોંચશે રથ.

09.00 કોર્પોરેશન દાણાપીઠા
09.45 રાયપુર ચકલા
10.30 ખાડીયા ચાર રસ્તા
11.15 કાલુપુર સર્કલ
12.00 સરસપુર ગામ પહોંચશે
02.00 કાલુપુર સર્કલ
02.30 પ્રેમ દરવાજા
03.15 દિલ્હી દરવાજા
03.45 શાહપુર દરવાજા
04.30 આર.સી હાઇસ્કૂલ
05.00 ઘીકાંટા
05.45 પાનકોરનાકા
06.30 માણેકચોક
08.30 નિજમંદિર પરત ફરશે રથ...

રથયાત્રાની પળેપળની માહિતી મેળવો તસવીરોમાં...
આનંદીબેન પટેલે કરી પૂજા

આનંદીબેન પટેલે કરી પૂજા

આનંદીબેન પટેલે રથયાત્રાની પૂર્વસંખ્યાએ કરી પૂજા જગન્નાથની પૂજા.

સઘન સુરક્ષા વ્યવસ્થા

સઘન સુરક્ષા વ્યવસ્થા

લોખંડી સુરક્ષા વચ્ચે જય જગન્નાથના નાદ સાથે 138મી રથયાત્રા નીકળી.

09.00 કોર્પોરેશન દાણાપીઠા

09.00 કોર્પોરેશન દાણાપીઠા

સવારે 09.00 વાગ્યે કોર્પોરેશન દાણાપીઠાથી રથયાત્રાનું પ્રસ્તાન થયું.

09.45 રાયપુર ચકલા

09.45 રાયપુર ચકલા

સવારે 09.45 વાગ્યે રાયપુર ચકલા પહોંચ્યા ભગવાન જગન્નાથ.

રથયાત્રાને લઈને પીએમ મોદીએ કર્યું ટ્વીટ

રથયાત્રાને લઈને પીએમ મોદીએ કર્યું ટ્વીટ.
રથયાત્રા ગુજરાતની ઘણી યાદો તાજી કરે છે.
પીએમએ 2013ની રથયાત્રાની તસવીરો ટિ્વટર પર શેર કરી.

વડાપ્રધાને રથયાત્રાની શુભેચ્છા પાઠવી

વડાપ્રધાને દેશવાસીઓને ટ્વિટરના માધ્યમથી રથયાત્રાની શુભેચ્છા પાઠવી.

10.30 ખાડીયા ચાર રસ્તા

10.30 ખાડીયા ચાર રસ્તા પહોંચ્યો રથ. શુભેચ્છાઓનો વરસાદ થયો ટ્વિટર પર.

જગન્નાથ પહોંચ્યા મોસાળમાં

જગન્નાથ પહોંચ્યા મોસાળમાં

ભગવાન જગન્નાથ મામાના ઘરે એટલે કે સરસપુરમાં આવી પહોંચ્યા હતા. અહીં તેમને જમાણવામાં આવ્યા. અહીં સરસપુરની પોળના રહેવાસીઓ ભક્તોને પ્રેમથી જમાડે છે. અહીંથી 2.30 વાગ્યે ભગવાન પાછા ફર્યા છે.

વિવિધ કરતબો સાથે પ્રેમ દરવાજા તરફ

વિવિધ કરતબો સાથે પ્રેમ દરવાજા તરફ

વિવિધ કરતબો અને અખાડાઓની સાથે જગન્નાથની યાત્રા પાછી કાલુપુર સર્કલ થઇને પ્રેમ દરવાજા તરફ આગળ વધી રહી છે.

મેયરે કર્યું હતું સ્વાગત

અમદાવાદના મેયર સહિત રાજકીય નેતાઓએ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું.

અમિત શાહે મંગળા આરતીનો લ્હાવો લીધો

અમિત શાહે મંગળા આરતીનો લ્હાવો લીધો હતો.

નીજમંદિર તરફ રથયાત્રા

04.30 આર.સી હાઇસ્કૂલ
05.00 ઘીકાંટા. થઇને નીજમંદિર તરફ રથયાત્રા

ભગવાન જગન્નાથ નગરચર્યા કરી પાછા ફર્યા

ભગવાન જગન્નાથ નગરચર્યા કરી પાછા ફર્યા

ભગવાન જગન્નાથ નગરચર્યા કરી નિજમંદિર પાછા ફર્યા...

138મી રથયાત્રા સંપન્ન

138મી રથયાત્રા સંપન્ન

138મી રથયાત્રા હેમખેમ સંપન્ન...

English summary
Ahmedabad Rathyatra: With tight security 138th Rathyatra starts in Ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X