• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું મોદીની ગેરહાજરીમાં આનંદી બેને ગુજરાત માટે કંઇક કર્યું છે?

|

આજે નરેન્દ્ર મોદી સરકારને બે વર્ષ પૂર્ણ થયા આજથી બે વર્ષ પહેલા 22મી મેના રોજ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની પોતાની જવાબદારી આનંદીબેન પટેલને સોંપી હતી. અને 26મી મેના રોજ વડાપ્રધાન તરીકે સત્તા સંભાળી હતી. ગુજરાતને આખરી સલામ કરતા પહેલા મોદીએ આનંદીબેન પર મુખ્યમંત્રી તરીકે પોતાના વિશ્વાસ મૂક્યો હતો. અને મુખ્યમંત્રી તરીકે આનંદીબેને પણ જાહેર સભામાં કહ્યું હતું કે તલકીફનો કોઇ મોકો અમે નહીં આપીએ.

હાલમાં જ 22મી મેના રોજ આનંદીબેન પટેલે સત્તાના બે વર્ષની ઉજવણી કરી હતી. નોંધનીય છે કે આનંદીબેન પટેલ ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી છે. ચોક્કસથી પાછલા એક વર્ષમાં પટેલ અનામત આંદોલન, દીકરી અનારનું નામ જમીન કૌભાંડમાં નીકળવું, ગુજરાતમાં ક્રાઇમ રેટનું વધવું વિકટ પ્રશ્નો આવ્યા છે. પણ આ સાથે શું ખરેખરમાં આનંદીબેન મોદીના મોડલ ગુજરાતને કંઇક વિશેષ આપ્યું છે? શું તે તેમની વાત પર અટલ કર્યા છે કે મોદીને વાંક નીકળવાનો મોકો ના મળે. કંઇક આ વિષયને આંકડા અને તથ્યો દ્વારા જણાવનો અમે અહીં પ્રયાસ કર્યો છે વધુ વાંચો અહીં...

આનંદીબેન પટેલ

આનંદીબેન પટેલ

કોઇ પણ મુખ્યમંત્રીની જેમ આનંદીબેનના અમુક કામ વખાણવા લાયક છે તો અમુક નહીં. ત્યારે તેમની રાજ્ય સરકારે બનાવેલી કંઇ કંઇ નીતિઓએ જનહિત માટે કેવી કામ કર્યું છે તે વિષે વધુ જાણો નીચેના આ સ્લાઇડરમાં...

લોક સંવાદ સેતુ

લોક સંવાદ સેતુ

મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલે જનસમસ્‍યાના નિવારણ માટે લોક સંવાદ સેતુનો નવતર અભિગમ હાથ ધર્યો છે પ્રથમ તબક્કામાં લોક સંવાદો સેતુ કાર્યક્રમમાં રાજયભરમાંથી સોળ હજાર આવ્‍યા હતા જે પૈકી તેર હજાર રાજય સરકાર દ્વારા નિકાલ કરવામાં આવ્‍યો છે

વનબંધુઓનો વિકાસ

વનબંધુઓનો વિકાસ

વનબંધુઓના સર્વાંગી વિકાસ માટે રાજય સરકારે રૂા.૪૦ હજાર કરોડની વનબંધુ કલ્યાયણ યોજના અમલમાં મૂકી છે. સાથે પ્રથમ વર્ષગાંઠે મુખ્યમંત્રીએ આદિજાતિ ક્ષેત્ર અરવલ્લીના પ૦૧ ગામોને પ૧૭ કરોડની પાણી પૂરવઠા યોજના ભેટ આપી હતી.

પેયજળ

પેયજળ

છેલ્લા એક વર્ષમાં જ ૬પ૦૦ થી વધુ ગામો અને ૧ર૮ શહેરોની પેયજળ સુવિધા માટે ૪૦૦૦ કરોડની બહુવિધ યોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે.

દુકાળ માટે

દુકાળ માટે

ખેતી માટે અપાતા પાણીના દરોમાં ચાલુ વર્ષનો ૭.૫ ટકા વધારો એક વર્ષ માટે માફ કરાયો. રાજયના જળસંપત્તિ વિભાગ દ્વારા ખેડૂતોને રાહત આપવાના હેતુસર આગામી સિંચાઇ વર્ષ તા.૧૬મી જૂન-૨૦૧૫થી ખેતીના ઉપયોગ માટે અપાતા પાણીનાં દરોમાં ૭.૫ ટકા લેખે અમલમાં આવનાર ભાવ વધારો હાલ એક વર્ષ પૂરતો એટલે કે તા.૧૬ જૂન-૨૦૧૫થી ૧૫ જૂન-૨૦૧૬ સુધી માફ કરવામાં આવ્યો છે.

ગુણોત્સવ

ગુણોત્સવ

નોંધનીય છે કે રાજયના ગુણોત્સવ કાર્યક્રમથી પ્રેરિત થઇ મધ્યપ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન રાજયોએ પણ આવા કાર્યક્રમો અમલમાં મૂકયા છે

ગુણોત્સવ

ગુણોત્સવ

વર્ષ ૨૦૦૦ પહેલા રાજ્યમાં ખૂબ જ ચિંતાજનક હતું. પરંતુ શાળા પ્રવેશોત્સવ અને શાળા નામાંકન અભિયાનના કારણે આજે આ સ્થિતિમાં ચમત્કારીક પરિવર્તન જોવા મળ્યું છે. મધ્યાન્હ ભોજન યોજના, વિઘાલક્ષ્મી બોન્ડ યોજના, પાઠયપુસ્તકોનું મફત વિતરણ, વિઘાદીપ યોજના બહાર પાડવામાં આવી છે.

માહિતી

માહિતી

જે આંકડા બહાર આવ્યા છે તે મુજબ વિઘાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો નોંધપાત્ર રીતે ધટયો છે. ધોરણ ૧ થી પના બાળકોનો વર્ષ ૨૦૦૦-૨૦૦૧માં ડ્રોપ આઉટ રેશિયો ૨૦.૯૩ ટકા હતો જે ધટીને વર્ષ ૨૦૧૪-૧૫માં ૧.૯૭ ટકા થયો છે. ધોરણ ૧ થી ૮ ના બાળકોનો વર્ષ ૨૦૦૧માં ડ્રોપ આઉટ રેશિયો ૩૮.૯૨ ટકા હતો જે ધટીને વર્ષ ૨૦૧૪-૧૫માં ૬.૬૧ ટકા થયેલ છે. જ્યારે શાળા નામાંકન દર ૯૯ ટકાએ પહોંચ્યો છે.

અમૃતમ્‍

અમૃતમ્‍ "મા' યોજના,

મુખ્યમંત્રીશ્રીની અમૃતમ્‍ "મા' યોજના, શિશુ સુરક્ષા યોજના, બાળસખા યોજના, મમતા દિવસ - ઇ-મમતા, માતા અને બાળ મરણ ધટાડવા ચિરંજીવી યોજના રાજયમાં કારગત નિવડી છે. રૂ.૧.૨૦ લાખની આવક ધરાવતા પરિવારોની મહિલાઓ અને બાળકોનો સમાવેશ કરી "મા' યોજના શરુ કરવામાં આવી છે

શું છે આ યોજના?

શું છે આ યોજના?

મુખ્યમંત્રી અમૃતમ્‍ "મા' યોજના હેઠળ ગરીબ પરિવારોને ગંભીર પ્રકારની બીમારીમાં વિના મૂલ્યે સારવાર અપાય છે. ૧પ લાખ કુટુંબોને "મા' નોંધણી કાર્ડ એનાયત કરાયા છે અને ૧.૭૫ લાખથી વધુ નવા કાર્ડનું વિતરણ કરાયું છે. જેમાં હ્રદય, કીડની અને કેન્સર જેવી ગંભીર બીમારીઓની સારવારનો પણ સમાવેશ કરાયો છે.

શાળા આરોગ્ય કાર્યક્રમ

શાળા આરોગ્ય કાર્યક્રમ

દેશમાં ગુજરાત એવું સૌ પ્રથમ રાજય છે જયાં શાળા આરોગ્ય કાર્યક્રમ યોજવામાં આવે છે. દર વર્ષે ૧.૫ કરોડથી વધુ બાળકોની આરોગ્ય તપાસ અને સારવાર કરીને ગુજરાતે નવો ચીલો પાડયો છે. વર્ષ ૨૦૧૪-૧૫માં ૧,૫૪,૬૬,૧૨૬ બાળકોની આરોગ્ય તપાસ કરી ૧૫,૯૮,૯૭૫ બાળકોને સ્થળ પર સારવાર અપાઈ છે. જયારે ૧,૨૫,૬૯૬ બાળકોને સંદર્ભ સેવાનો લાભ અપાયો છે.

મહિલાઓની સુરક્ષા

મહિલાઓની સુરક્ષા

સરકારે મહિલાઓની સુરક્ષા માટે રાજ્યમાં ૩૦ મહિલા પોલીસ સ્ટેશન કાર્યરત કર્યા છે. જયારે મહિલાઓ માટે ૧૮૧ પોલીસ હેલ્પલાઈન પણ ટેલીફોન સેવાનો પ્રારંભ કર્યો છે.

આહાર અભિયાન

આહાર અભિયાન

રાજ્ય સરકારે ગરીબો માટે આહાર અભિયાન શરૂ કર્યું છે. જેના સરકારે વર્ષ ૨૦૧૬-૧૭માં રૂપિયા ૧૦૨૯.૭૮ કરોડની ફાળવણી કરી છે. આ ઉપરાંત માં અન્નપુર્ણા યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં ૨૫૭.૭૮ લાખ અને શહેરી વિસ્તારમાં ૧૨૪.૦૬ લાખ મળીને કુલ ૩૮૨.૮૪ લાખ લોકોને આવરી લેવામાં આવ્યા છે. જેમાં બીપીએલ પરિવારોને બે રૂપિયે કિલો ઘઉ અને ત્રણ રૂપિયે કિલો ચોખા આપવામાં આવે છે.

પ્રવાસનને મળ્યો ઉદ્યોગનો દરજ્જો

પ્રવાસનને મળ્યો ઉદ્યોગનો દરજ્જો

રાજયમાં પ્રવાસનને વેગ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા નવી પ્રવાસન નીતિ જાહેર કરવામાં આવેલ છે. આ અંગે માનનીય મંત્રી પ્રવાસને જણાવ્યુ છે કે, માનનીય મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજયની સ્થાપના થયા પછી પહેલી વખત પ્રવાસન ક્ષેત્રને ઉધોગનો દરજ્જો આપવામાં આવ્યો છે. આનાથી ઉધોગોને મળતા બધા લાભો હવે પ્રવાસન ક્ષેત્રને મળતા થશે.

નોન ક્રિમીલેયર સર્ટીફિકેટ

નોન ક્રિમીલેયર સર્ટીફિકેટ

ગુજરાતના સામાજીક રીતે પછાત વર્ગો બક્ષી જાતિઓને અનામતના લાભો મેળવવા માટેનાં બિન ઉન્નત વર્ગ પ્રમાણપત્ર નોન ક્રિમીલેયર સર્ટીફિકેટ હવેથી ત્રણ વર્ષ માટે માન્ય રાખવાનો મહત્વનો નિર્ણય સરકારે કર્યો છે. જેનો અમલ ૧લી એપ્રિલ ૨૦૧૬થી જ લાગુ પાડવાની સૂચના મુખ્યમંત્રી દ્વારા અપાઇ ગઇ છે. આવું પ્રમાણપત્ર જે નાણાકીય વર્ષમાં મેળવ્યું હોય તે સહિત ત્રણ નાણાકીય વર્ષ સુધી માન્ય રહેશે.

શું ફાયદા થશે

શું ફાયદા થશે

આ દ્વારા બક્ષીપંચ જાતિઓનાં ઉચ્ચ અભ્યાસ પ્રવેશ વાંચ્છુ વિદ્યાર્થીઓ અને નોકરીઓની ભરતી માટેના ઉમેદવારો - યુવાનોને અનુભવવી પડતી આ પ્રમાણપત્રના સમયવિધિ સમસ્યા નિવારવાનાં હેતુથી આ નિર્ણય મુખ્યમંત્રીએ લીધો હતો.

સુવર્ણો અને ઇબીસી

સુવર્ણો અને ઇબીસી

સાથે જ પટેલ અનામત આંદોલન બાદ આનંદીબેન પટેલે સુર્વણો અને આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે ખાસ યોજનાઓ બહાર નીકાળી છે.

English summary
without Modi, did Anandiben succeed in governing Gujarat well? Know more here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more