• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વડોદરા: 6 લાખની નકલી ચલણી નોટો સાથે મહિલા ઝડપાઇ

|

વડોદરા, 12 માર્ચ: હાલમાં મળી રહેલા સમાચાર અનુસાર વડોદરામાંથી 6 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો સાથે એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આ મહિલા પાસેથી એક લાખની જે નકલી ચલણી નોટો મળી આવી છે તે તમામ 500 રૂપિયાની હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

વડોદરા રેલવે સ્ટેશનની હાવડા એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી એક મહિલા પર શંકા જતા વડોદરા પોલીસે તપાસ કરતા તેની પાસેથી નકલી ચલણી નોટોના બંડલો મળી આવ્યા હતા. તેની પાસે લગભગ 6 લાખ જેટલી નકલી નોટો હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહિલાની સાથે અન્ય બે શખ્શો પણ આ નકલી નોટો ગુજરાતમાં ઘુસાડવાના ગુનામાં સામેલ હતા. જોકે તેઓ તક મળતા જ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. પોલીસ દ્વારા તેમના મોબાઇલ લોકેશનના આધારે તેમને પકડી પાડવાની કવાયત શરૂ કરી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એક લાખ રૂપિયાની નકલી નોટો આ રીતે ગુજરાતમાં ઘુસાડવાના કાવતરાનો પર્દાફાસ થતા એવું અનુમાન લગાવી શકાય છે કે નકલી નોટોનું મોટું કૌભાંડ પણ સામે આવી શકે છે.

English summary
a woman arrested with 6 lac's fake currency from Vadodara Railway station.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X