For Quick Alerts
For Daily Alerts
દારૂના વિરોધમાં આવી રસ્તા પર આવી ભરૂચની મહિલાઓ, દારૂ બંધ કરવા પીઆઇને કરી રજુઆત
ભારતનું એકમાત્ર રાજ્ય જ્યા દારૂ વેચવાની તથા પિવાની મનાઇ છે. એવા ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે છતા તંત્ર તેને નાથવામાં નિષ્ફળ રહ્યું છે. ઘણા લોકોએ આક્ષેપ પણ કર્યો છેકે ગુજરાતમાં દારૂ તંત્રની રહેમ નજર હેઠળ વેચાય છે.

દારૂના દૂષણ સામે વાંસી ગામની મહિલાઓ મેદાને; કહ્યું, અમારા ગામમાં દારૂ મળવો જ ના જોઇએ
એવામાં ભરૂચના વાંસ ગામની મહિલાઓ દારૂના વિરોધમાં રસ્તાઓ પર આવી છે. મહિલાઓએ માંગણી કરી છે કે અમારા ગામમાં દારૂ મળવો જોઇએ જ નહી. મહિલાઓ દારૂને અટકાવવા માટે રેલી યોજી છે. મહિલાઓ ભરૂચ પોલીસ સ્ટેશન ખાતે જઇ પીઆઇને ઉગ્ર રજુઆત કરી હતી.
મહિલાઓનું કહેવું છેકે દારૂના કારણે ઘણા યુવાનોના મોત નિપજતા હોય છે. તેમનું કહેવું છેકે માત્ર યુવાનો જ નહી પરંતું વૃદ્ધ અને મહિલાઓ પણ દારૂનું સેવન કરતી હોય છે. એટલા માટે આ બંધ થવો જોઇએ. પોલીસે તેમને જરૂરી પગલા ભરવાની ખાતરી આપી છે.
બનાસકાંઠામાં ડોક્ટરની અછતના કારણે લોકોને પડી રહી છે મુશ્કેલી