• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વિશ્વવિખ્યાત કલાકારોએ ભગવો ખેસ ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા

By Staff
|

ગાંધીનગરઃ ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં આજે ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે વિશ્વવિખ્યાત એવા ગુજરાતના સુપ્રસિધ્ધ લોકસાહિત્ય કલાકારો, સંગીતકારો, લોકગાયક-ગાયિકા તથા ગુજરાતી ફિલ્મોના અભિનેતા-અભિનેત્રીઓ વિધિવત રીતે આજરોજ ભાજપામાં જોડાયા હતા.

વિશ્વવિખ્યાત કલાકારો ભાજપમાં જોડાયા

વિશ્વવિખ્યાત કલાકારો ભાજપમાં જોડાયા

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ વિશ્વવિખ્યાત એવા લોકગાયક હેમંતભાઇ ચૌહાણ, બંકિમભાઇ પાઠક, ભાવનાબેન લાબડીયા, સંગિતાબેન લાબડીયા, બિહારીભાઇ હેમુભાઇ ગઢવી, ધનરાજભાઇ ગઢવી, અમુદાન ગઢવી, કિરિટદાન ગઢવી, શ્યામલ મુન્શી, સૌમિલભાઇ સહિત ગોપાલભાઇ બારોટ, બ્રિજરાજ લાબડીયા, બટુકભાઇ ઠાકોર, શશીભાઇ પારેખ, જીતેન્દ્ર ઠક્કર, રાજેશ ઠક્કર, ડૉ. વિક્રમ પંચાલ, લોકગાયક સુખદેવ મંગળસિંહ ઝાલા, ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા શૈલેષ ગૌસ્વામી તથા અભિનેત્રી ઝીલબેન જોષી સહિતનાકલાકારોએ ભાજપનો ખેસ ધારણ કર્યો.

ભાજપાના સંગઠન પર્વ-2019

ભાજપાના સંગઠન પર્વ-2019

દરમિયાન જીતુભાઇ વાઘાણીએ કહ્યું કે, "હાલ સમગ્ર દેશ તથા ગુજરાતમાં ભાજપાના સંગઠન પર્વ-2019 અંતર્ગત ઉત્સાહભેર સદસ્યતા વૃધ્ધિ અભિયાન ઉજવાઇ રહ્યું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા ગૃહ મંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર માં ભારતીને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરવાના સપનાને યથાર્થ કરતાં દેશહિતના અનેકવિધ ઐતિહાસિક નિર્ણયો લઇ રહી છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સફળ નેતૃત્વ તથા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહની કુશળ સંગઠનશક્તિ તથા ભાજપાની રાષ્ટ્રપ્રથમ તથા ‘સર્વજન સુખાય સર્વજન હિતાય' ની વિચારધારાથી પ્રભાવિત થઇ જનસેવાના ભાવથી વિવિધ કલાજગત તથા વિવિધ ક્ષેત્રોના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે."

પરિવારવાદનો અંત આવ્યો

પરિવારવાદનો અંત આવ્યો

વધુમાં જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતુ કે, 'ગુજરાતના સપૂત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જાતિવાદ, તુષ્ટિકરણ અને પરિવારવાદનો અંત આવ્યો અને તેમના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે લોકકલ્યાણ માટે કરેલા કાર્યોના આધાર પર, વિકાસવાદી રાજનીતિના આધાર પર 2019ની લોકસભાની ચૂંટણી લડવામાં આવી અને પ્રચંડ વિજય મેળવ્યો છે. એક સમય હતો કે મ્યુનિસિપાલિટીની ચૂંટણી જીતવી જનસંઘ માટે ખૂબ મોટી વાત હતી, અનેક પેઢીઓએ પોતાના જીવનના ઉત્તમ વર્ષ આ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે ન્યોછાવર કરી દીધા. ચાર-ચાર પેઢીઓએ કરેલા અથાક પરિશ્રમનું ફળ આજે આપણે ભોગવી રહ્યા છીએ તે ભાજપાના દરેક કાર્યકર્તા માટે એક સૌભાગ્યની બાબત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમૃધ્ધ ભારત, સુરક્ષિત ભારતની સાથે વિશ્વમાં સૌથી મોટા ત્રણ અર્થતંત્રોમા એક સ્થાન પ્રાપ્ત કરવું એ આપણું લક્ષ્ય છે.'

દેશ હરણફાળ ગતિએ આગળ વધી રહ્યો છે

દેશ હરણફાળ ગતિએ આગળ વધી રહ્યો છે

જીતુભાઈ વાઘાણી આગળ કહે છે કે, આપણો દેશ વિશ્વગુરુના સ્થાને બિરાજે તેવા સંકલ્પ સાથે પીએમ નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ આપણી સંસ્કૃતિ, આપણો ઇતિહાસ, આપણી ધરોહરને સાથે રાખીને દેશ હરણફાળ ગતિએ આગળ વધી રહ્યો છે પ્રગતિ કરી રહ્યો છે ત્યારે ભાજપાની ‘‘રાષ્ટ્રપ્રથમ''ની વિચારધારા તથા જનકલ્યાણકારી અને વિકાસની રાજનીતિને સ્વીકારીને સૌ ભાજપામાં જોડાયા છે ત્યારે હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. ભાજપા એ કરોડો કાર્યકર્તાઓથી બનેલો પરિવાર છે ત્યારે હું તેમને ભાજપા રૂપી પરિવારમાં હદયપૂર્વક આવકારું છું.

આ લોકો પણ ઉપસ્થિત રહ્યા

આ લોકો પણ ઉપસ્થિત રહ્યા

જણાવી દઈએ કે આ પ્રસંગે ભાજપા પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા તથા ગુજરાતના સુપ્રસિધ્ધ સંગીતકાર પંકજભાઇ ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બાળમજૂરીના કેસ વધ્યા, છેલ્લા 5 વર્ષમાં 1300 બાળકોને કરાયા મુક્ત

English summary
World-famous artists formally joined the BJP, wearing a saffron scarf
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more