• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રાચીન ભારતીય વહાણવટીઓ તારાના અધારે વિશ્વનું ભ્રમણ કરતા

|

આ દુનિયામાં વહાણની શોધ કયારે થઇ તેના કોઇ ચૌકકસ પ્રમાણ ઉપલબ્ધ નથી. પરંતુ તરાપા- હોડી પછી માનવીએ સાગર પાર કરવાના આશયથી છ માસથી વર્ષભર ચાલે તેટલો અનાજ પુરવઠો સંગ્રહી શકાય તેમજ વિદેશોમાંથી વિવિધ ચીજવસ્તુઓ મોટા પ્રમાણમાં વિનીમયના રૂપમાં લાવી શકાય તેવી મોટી હોડી બનાવી જેને પછીથી વહાણ નામ અપાયુ હશે તેવો જાણકારોનો મત છે. આમ વહાણવટા દ્રારા માનવીએ જળ માર્ગે દુનિયાના વિવિધ દેશોની શોધ કરી અન્ય સંસ્કૃતિ સાથે પરિચયમાં આવ્યો. વિશ્વના વિકાસમાં વહાણવટાના યોગદાનનો યાદ રાખવા દર 5મી એપ્રિલે વિશ્વ વહાણવટા દિવસ ઉજવવામાં આવે છે.

વિશ્વ વહાણવટા દિન : ગુજરાતી નાવિકોની બોલબાલા હતી

વિશ્વ વહાણવટા દિન : ગુજરાતી નાવિકોની બોલબાલા હતી

આ દુનિયામાં વહાણની શોધ કયારે થઇ તેના કોઇ ચૌકકસ પ્રમાણ ઉપલબ્ધ નથી. પરંતુ તરાપા- હોડી પછી માનવીએ સાગર પાર કરવાના આશયથી છ માસથી વર્ષભર ચાલે તેટલો અનાજ પુરવઠો સંગ્રહી શકાય તેમજ વિદેશોમાંથી વિવિધ ચીજવસ્તુઓ મોટા પ્રમાણમાં વિનીમયના રૂપમાં લાવી શકાય તેવી મોટી હોડી બનાવી જેને પછીથી વહાણ નામ અપાયુ હશે તેવો જાણકારોનો મત છે.

આમ વહાણવટા દ્રારા માનવીએ જળ માર્ગે દુનિયાના વિવિધ દેશોની શોધ કરી અન્ય સંસ્કૃતિ સાથે પરિચયમાં આવ્યો. વિશ્વના વિકાસમાં વહાણવટાના યોગદાનનો યાદ રાખવા દર 5મી એપ્રિલે વિશ્વ વહાણવટા દિવસ ઉજવવામાં આવે છે.

વિશ્વ વહાણવટા દિન : ગુજરાતી નાવિકોની બોલબાલા હતી

વિશ્વ વહાણવટા દિન : ગુજરાતી નાવિકોની બોલબાલા હતી

આપણા વહાણવટા ઉધોગનો ઉલ્લેખ ધર્મ પુસ્તયક રામાયણમાં છે. જેમાં ભગવાન શ્રીરામ નદી પાર કરવા કેવટની નાંવ (હોડી) નો સહારો લે છે. આ પછી ઋગવેદ, મોર્ય, ગ્રીક,અને મૈત્રી કાલીન યુગમાં વહાણવટાનો વિકાસ થતો ગયો. કૌટિલ્યના અર્થશાસ્રમાં અને ગ્રીક ગ્રંથોમાં પણ દરિયાખેડુ ભારતીયોના વિદેશ સાથેના વ્યાપારનો અને નૌકા બાંધકામનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે.

વિશ્વ વહાણવટા દિન : ગુજરાતી નાવિકોની બોલબાલા હતી

વિશ્વ વહાણવટા દિન : ગુજરાતી નાવિકોની બોલબાલા હતી

આ ઉપરાંત બૌદ્ધ અને જૈન સાહિત્યમાં વસુદેવ, હિન્ડીક, નાભીનંદનો દ્રારા પ્રબંધ કોષ, પ્રબંધ ચિંતામણી, શ્રીપાલ ચરિત, જગડુ ચરિત, શત્રુંજંય મહાત્ય વિગેરે ગ્રંથોમાં વહાણવટાનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. આ ઉપરાંત આપણી સ્થાપત્ય અને ચિત્રકલામાં પણ વહાણવટાનો ઉલ્લેખ થયેલો છે.

વિશ્વ વહાણવટા દિન : ગુજરાતી નાવિકોની બોલબાલા હતી

વિશ્વ વહાણવટા દિન : ગુજરાતી નાવિકોની બોલબાલા હતી

લોથલમાંથી મળી આવેલ મુદ્રાઓ ઉપર પાંચ હોડીના રેખાંકનોના સૌથી જુના અવશેષો મળી આવ્યા છે. આજ રીતે જાવાના બોરોબુદુરુના મંદિરની દિવાલ ઉપર, આબુ પર્વત ઉપર વસ્તુપાળ અને તેજપાળે બંધાવેલ મંદિરની દિવાલો પર, તિર્થકલ્પમાં વર્ણવેલ શકુનિકા બિહારની આખ્યાયિકોમાં પણ વહાણવટાના શિલ્પો મળી આવ્યા છે.

વિશ્વ વહાણવટા દિન : ગુજરાતી નાવિકોની બોલબાલા હતી

વિશ્વ વહાણવટા દિન : ગુજરાતી નાવિકોની બોલબાલા હતી

ચીની પ્રવાસી હયુ એન સંગ અને ઇત્સીંહગ ફાહીયાને ભારતીય વહાણવટા અને વસાહતીઓની કથા તેમના પ્રવાસ વર્ણનોમાં આલેખી છે. વિશ્વ પ્રવાસી ક્રિસ્ટોફર કોલંબસે દરિયાઇ માર્ગે વહાણવટા દ્રારા વિશ્વનો પ્રવાસ કરી આફ્રિકા, વેસ્ટઇન્ડિઝ, અમેરિકા, જેવા દેશોની શોધો કરી હતી.

વિશ્વ વહાણવટા દિન : ગુજરાતી નાવિકોની બોલબાલા હતી

વિશ્વ વહાણવટા દિન : ગુજરાતી નાવિકોની બોલબાલા હતી

ઇ:સ 1498માં વાસ્કોકડીગામાએ પૂર્વ આફ્રિકાના બંદરો પર ખંભાત (ગુજરાત) અને હિન્દુકુશના ખલાસીઓને જોયા હોવાનો તેના પ્રવાસ વર્ણનોમાં ઉલ્લેખ છે, તેના કહેવા મુજબ ભારતીય વહાણવટીઓ તારાઓના આધારે દિશા નકકી કરીને પ્રવાસ કરતા હતા. કહેવાય છે કે, વાસ્કો ડી ગામાને કાલીકટનો માર્ગ બતાવનાર કાનજી માલમ નામનો ખારવો આપણો ગુજરાતનો હતો.

વિશ્વ વહાણવટા દિન : ગુજરાતી નાવિકોની બોલબાલા હતી

વિશ્વ વહાણવટા દિન : ગુજરાતી નાવિકોની બોલબાલા હતી

અકબરના સમયમાં અબુલફઝલ, આઇને અકબરીમાં વહાણ ઉપર કામ કરનાર તેમજ વહાણ ચલાવનાર ચાલકને નાખુદા, માલમ, ટંડેલ, સારંગ, ભંડારી, કરાણી, સુકાની, પીંજરીયો,ગુજમતી, ગોલંદાજ અને ખારવા તરીકે ઓળખ ધરાવતા નામો આપવામાં આવ્યા હતા.

વિશ્વ વહાણવટા દિન : ગુજરાતી નાવિકોની બોલબાલા હતી

વિશ્વ વહાણવટા દિન : ગુજરાતી નાવિકોની બોલબાલા હતી

આપણા દેશના વહાણવટીઓ પ્રાચીન કાળથી ઇરાન, ઇરાક, અરબસ્તાન રંગુન (બ્રહ્મ દેશ) કોલંબો (શ્રીલંકા) જાવા સુમાત્રા બોર્નિયો યુરોપ ઇગ્લેન્ડી, આફ્રિકા જેવા દેશો સાથે વ્યાપારથી સંકળાયેલા હતા. એ સમયે દેશમાં કાલીકટ, કલકતા, મુંબઇ, બેંગલોર, મદ્રાસ, કોચીન જેવા મુખ્ય‍ બંદરો હતા.

વિશ્વ વહાણવટા દિન : ગુજરાતી નાવિકોની બોલબાલા હતી

વિશ્વ વહાણવટા દિન : ગુજરાતી નાવિકોની બોલબાલા હતી

જયારે ગુજરાતમાં સુરત, ભરૂચ, ખંભાત, મુદ્રા દ્રારકા,(ઓખા) પોરબંદર, વેરાવલ, માંડવી જેવા બંદરો પરથી લોકો વિદેશ પ્રવાસે અને વ્યાપાર અર્થે જતા હતા. ત્યારે વહાણના ખલાસીઓ તેમની સંસ્કૃ્તિઓ પ્રમાણે પોતાના પ્રવાસ સફળ બને તે માટે વહાણવટી માતા, વરુડી માતા, શિકોતર માતા સિંધવી માતા તેમજ મંમઇ માતાની પુજા કરી વહાણો ઉપાડતા હતા.

વિશ્વ વહાણવટા દિન : ગુજરાતી નાવિકોની બોલબાલા હતી

વિશ્વ વહાણવટા દિન : ગુજરાતી નાવિકોની બોલબાલા હતી

માનવીના વિકાસમાં વહાણવટાએ મોટો ભાગ ભજવ્યો છે. આ પૃથ્વી ઉપર માનવીના જન્મી પછી તેના અસ્તિત્વને ટકાવી રાખવા નદી દ્વારા પીવાનું પાણી અને દરિયા દ્વારા ખોરાક માટે માછલા મળ્યા જે તેના માટે પૂરતાં ન હતા તેને તો નદીને સામે કાંઠે અને દરિયાને પેલે પાર દુનિયાને જોવી હતી આ માટે જરુર હતી.

વિશ્વ વહાણવટા દિન : ગુજરાતી નાવિકોની બોલબાલા હતી

વિશ્વ વહાણવટા દિન : ગુજરાતી નાવિકોની બોલબાલા હતી

હોડી કે વહાણની શરૂઆતમાં તેણે તરાપો અને પછી હોડીની શોધ કરી પરંતુ તેનાથી પાણીમાં દૂરને અંતરે જઇ શકાતુ ન હતું. તેનો ઉપયોગ નદી ઓળંગવા કે દરિયાના છીછરા પાણીમાંથી માછલા પકડવા પુરતો હતો.

વિશ્વ વહાણવટા દિન : ગુજરાતી નાવિકોની બોલબાલા હતી

વિશ્વ વહાણવટા દિન : ગુજરાતી નાવિકોની બોલબાલા હતી

આ પછી વહાણની શોધ દ્રારા વહાણવટાને જીવંત કરીને સમગ્ર વિશ્વનું ભ્રમણ કર્યુ માનવી દરિયાઇ સફરમાં તરાપાથી આગળ વધતાં હોડી, વહાણ (શઢવાળા) એન્જી નવાળા, આગબોટ, અને હવે ડિઝલથી ચાલતા હજારો ટન માલનું તેમજ પેસેન્જરોનું પરિવહન કરતા જંગી જહાજો બનાવી છેલ્લા 3000 વર્ષોમાં અદભુત ક્રાન્તિ સર્જીને સમગ્ર વિશ્વને દરિયાઇ રસ્તાથી જોડીને પરિવહન સસ્તું અને સરળ બનાવવામાં મહત્વવનો ફાળો આપ્યો છે. અને સદાય આપતું રહેશે તેમાં કોઇ શંકા નથી.

English summary
Every year 5 April is celebrate as World Shipping Day. Gujarati sailor had shown way to Vasco Da Gama of Calicut.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more