હાર્દિક પટેલને ભાજપના આ મોટા માથાઓએ આપ્યુ સમર્થન
હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને પગલે સરકારની મુસિબતોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ભાજપના પૂર્વ મંત્રી યશવંત સિંહા અને ભાજપની શોટગન અને સાંસદ શત્રુઘ્ન સિન્હા આજે હાર્દિક પટેલને મળવા આવ્યા છે. શત્રુઘ્ન સિંહા અગાઉ પણ હાર્દિકને સમર્થન આપી ચૂક્યા છે. હાર્દિકના આંદોલનને સમેટવા માટે હાલ સરકાર દ્વારા પણ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

બંધ બારણે મળી બેઠક
11 દિવસના ઉપવાસ બાદ ગુજરાત સરકાર વતી ઉર્જા મંત્રી સૌરભ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં કહ્યું હતું કે હાર્દિકે ડૉક્ટરની સલાહ માનીને ટ્રિટમેન્ટ લેવી જોઈએ. બીજી બાજુ આજે બંધ બારણે 2 કલાકથી પણ વધુ મિટિંગ ચાલી હતી જેમાં પાટીદાર સમાજના મોભીઓ સામેલ થયા હતા. પાટીદાર સમાજની 6 અગ્રણી સંસ્થા ઉમા માતા સંસ્થાન (ઉંઝા), ખોડલધામ (કાલાવડ), ઉમિયા માતા મંદિર ટ્રસ્ટ (સિદસર), વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન (અમદાવાદ), શ્રી સરદારધામ (અમદાવાદ) અને સમસ્ત પાટીદાર સમાજ (સુરત)ના પ્રતિનિધિઓ બેઠકમાં હાજર રહ્યા હતા. આ પણ વાંચો- હાર્દિકને મળવા ઉપવાસ છાવણીમાં આવ્યા શક્તિસિંહ ગોહિલ, કન્હૈયા કુમારે આપ્યું સમર્થન

11 દિવસ બાદ સરકાર જાગી
જનતાનો અવાજ દબાવશો તો મોટો વિસ્ફોટ થશેઃ હાર્દિક પટેલ

યશવંત સિન્હાએ હાર્દિક પટેલની મુલાકાત લીધી
હાર્દિક પટેલ જાહેર કરશે પોતાનું વસિયતનામું, જાણો કોને આપશે પોતાનો વારસો

11 દિવસમાં 20 કિલો વજન ઉતર્યું
વધુમાં યશવંત સિન્હાએ કહ્યું કે હાર્દિક પટેલ જે મુદ્દે આંદોલન કરી રહ્યો છે તે અમારા પણ મુદ્દા છે તેથી સ્વાભાવિક હશે કે અમારા જેવા લોકો હાર્દિકને મળવા આવે અને તેની તબિયત જાણીને તેની વાત સમજવાનો પ્રયત્ન કરે. વધુમાં કહ્યું કે અમે અહીંના અહેવાલ અગાઉથી જ મેળવી રહ્યા હતા પછી મેં અને શત્રુઘ્ન સિન્હાએ નક્કી કર્યું કે વ્યક્તિગત રીતે મળીને હાર્દિક પટેલની વાત સમજવી જોઈએ. 11 દિવસમાં 20 કિલો વજન ઘટવા છતાં હાર્દિકનું સ્વાસ્થ્ય હજી પણ સ્થિર છે અને તે વાતચીત કરવાની સ્થિતિમાં છે તેથી તેની સાથે વાત થઈ શકી છે. આ પણ વાંચો- હાર્દિક પટેલના ઉપવાસનો 10મો દિવસ, ખરાબ તબિયતના કારણે લખી વસિયત

આંદોલન માત્ર ગુજરાત પૂરતું સિમિત નથી
હાર્દિક પટેલના ઉપવાસ મામલે સરકારે પહેલી વખત આપ્યું નિવેદન, કોંગ્રેસ પર કર્યા પ્રહાર