• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જામનગરઃ સૌથી યુવા IPSએ આજે ASPનો પદભાર સંભાળ્યો, સફળતાની કહાની જણાવી

|

જામનગરઃ ગુજરાતના પાલનપુરમાં જન્મેલા સફીન હસને જામનગરમાં એએસપી તરીકે સૌથી યુવા આઈપીએસ અધિકારીના રૂપમાં પદભાર સંભાળ્યો છે. ટ્રેનિંગ બાદ તેમની જામનગરમાં પહેલી પોસ્ટિંગનો રસ્તો સાફ થઈ ગયો હતો. તેમનું બાળપણ સંઘર્ષપૂર્ણ રહ્યું. તેમના માતા-પિતા હીરા શ્રમિક હતાં. ધોરણ 10નો અભ્યાસ કર્યો ત્યાં સુધી તેમના મમ્મી બીજાઓના ઘરમાં કામ કરતાં હતાં. જ્યારે પિતા ઈંડાં અને ચાની લારી લગાવતા હતા. હસનના અત્યાર સુધીની સફરમાં એવા કેટલાય દિવસો આવ્યા છે જે ગરીબ બાળકો અભ્યાસ દરમિયાન સહન કરતા હોય છે. કેટલાય દિવસો તેમને ભૂખ્યું રહેવું પડ્યું હતું. જો કે પછી કેટલાક સજ્જન લોકો તેમના કરિયરમાં મહત્વનું સાબિત થયું. કેટલાક શિક્ષકોએ હસનની ફી તો માફ કરી જ સાથે જ દિલ્હીમાં જ્યારે હસન હતા ત્યારે તેમનો ખર્ચો પણ ઉઠાવ્યો હતો.

આસિસ્ટેન્ડ સુપરિટેંડેન્ટ ઑફ પોલીસની ડ્યૂટી જોઈન કરી

આસિસ્ટેન્ડ સુપરિટેંડેન્ટ ઑફ પોલીસની ડ્યૂટી જોઈન કરી

હસનનો જન્મ 21 જુલાઈ 1995ના રોજ થયો હતો. તે ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી તથા સંસ્કૃત ચાર ભાષા જાણે છે. વર્ષ 2017માં તેમણે યૂપીએસસીની પરીક્ષા 570મા રેન્ક સાથે પાસ કરી હતી. જે બાદ ગુજરાત કેડરથી તેઓ આપીએસની ટ્રેનિંગ માટે હૈદરાબાદ ચાલ્યા ગયા હતા. ત્યાંથી પર ફર્યા બાદ જામનગરમાં તેમને આસિસ્ટેન્ટ સુપરિટેન્ડેન્ટ ઑફ પોલીસના રૂપમાં નિયુક્તિ મળી છે. હસન કહે છે કે ખુદ પર કોન્ફીડન્સ અને સ્માર્ટ વર્ક યથાવત રહે તો સફળતા ચોક્કસ મળે છે.

જૂન 2016માં તૈયારી શરૂ કરી હતી

જૂન 2016માં તૈયારી શરૂ કરી હતી

પોતાની તૈયારી વિશે જણાવતાં હસને કહ્યું કે, 'મેં જૂન 2016માં તૈયારી શરૂ કરી હતી. જે બાદ યૂપીએસસી અને જીપીએસસીની પરીક્ષા આપી. ગુજરાત પીએસસીમાં પણ સફળતા હાંસલ કરી. કેટલાય અવસર આવ્યા જ્યારે મુશ્કેલીનો સામનો કર્યો. પરંતુ ઉપરવાળા પર ભરોસો કરીને હું પાછળ ના હટ્યો. પરીક્ષાની પહેલા એક્સીડેન્ટ થઈ ગયો હતો, પેન કિલર ખાઈને મેં પેપર આપ્યું. પરીક્ષા બાદ હોસ્પિટલમાં લાંબા સમય સુધી દાખલ રહેવું પડ્યું હતું.'

પારિવારિક પૃષ્ઠભૂમિ

પારિવારિક પૃષ્ઠભૂમિ

હસન પોતાની પારિવારિક પૃષ્ઠભૂમિ વિશે જણાવતાં કહે છે કે જ્યારે અભ્યાસ માટે રૂપિયા ઘટવા લાગ્યા તો માતા નસીમ બાનોએ રેસ્ટોરાં અને વિવાહ સમારોહમાં રોટલી બનાવવાનું કામ કર્યું. તેઓ પિતા મુસ્તફા સાથે હીરાના એક યૂનિટમાં હતાં, જો કે કેટલાંક વર્ષો બાદ માતા-પિતા બંનેની નોકરી ચાલી ગઈ. પછી જેમ-તેમ કરીને ઘર ખર્ચ ચલાવ્યો. હસન કહે છે કે અમારે કેટલીય રાતો સુધી ભૂખ્યા પેટે સુવું પડ્યું. યૂપીએસસીના પહેલા અટેમ્પ્ટ આપતી વખતે અકસ્માત થઈ ગયો હતો. છતાં વર્ષ 2017 યૂપીએસસી એક્ઝામમાં 570 રેન્ક હાંસલ કર્યો અને આઈપીએસનો સફર ખેડ્યો.

ત્યારે ધારી લીધું કે આઈપીએસ જ બનવું

ત્યારે ધારી લીધું કે આઈપીએસ જ બનવું

આઈપીએસ બનવાનો વિચાર કેમ આવ્યો, તેના જવાબમાં 22 વર્ષીય હસન કહે છે કે જ્યાં મારી મોસી સાથે હું એક સ્કૂલ ગયો હતો, તો ત્યાં સમારોહમાં પહોંચેલ કલેક્ટરની આવભગત અને સન્માન જોઈ પૂછ્યું કે આ કોણ છે અને લોકો આમનું આટલું સન્માન કેમ કરી રહ્યા છે? તો મોસીએ જમાવ્યું કે આ આઈપીએસ છે, જે જિલ્લાનો મુખ્યા હોય છે. આ પદ દેશસેવા માટે હોય છે. ત્યારે જ મેં આઈપીએસ બનવાનું નક્કી કરી લીધું.

કેટલાય દિવસો સુધી ભૂખ્યા જ ઊંઘવું પડ્યું

કેટલાય દિવસો સુધી ભૂખ્યા જ ઊંઘવું પડ્યું

હીરા યૂનિટમાં નોકરી ગુમાવ્યા બાદ હસનની મા જ્યાં રોટી વણવાનું કામ કરતાં હતાં, ત્યાં પિતાએ ઈલેક્ટ્રિશિયનનું કામ શરૂ કરી દીધું. તેઓ ઈંડા અને ચાની લારી પણ લગાવતા હતા. મારી મા શિયાળામાં પણ પરસેવેથી રેબજેબ થઈ જાય તેટલી મહેનત કરતી હતી. રસોડામાં અભ્યાસ કરતો હતો. મા સવારે 3 વાગ્યે ઉઠી 20થી 200 કિલો સુધી ચપાટી બનાવતાં હતાં. આ કામથી તેઓ દર મહિને પાંચથી આઠ હજાર રૂપિયા કમાતા હતાં. એવામાં કેટલાય દિવસો અમારે ભૂખ્યા પેટ ઊંઘવું પડ્યું.

સારા લોકોએ અભ્યાસમાં બહુ મદદ કરી

સારા લોકોએ અભ્યાસમાં બહુ મદદ કરી

મારી પ્રાથમિક શિક્ષા ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના પાલનપુર તાલુકાના એક નાનકડા ગામ કણોદરમાં પૂરી થઈ હતી. પ્રાથમિક શિક્ષા બાદ એન્જીનિયરિંગના અભ્યાસ માટે અમે સૂરત આવી ગયા. સ્કૂલના અભ્યાસ બાદ મેં નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ એન્જીનિયરિંગમાં એડમિશન લઈ લીધું હતું. જ્યારે હું હાઈ સ્કૂલમાં હતો તો મારા પ્રિન્સિપાલે મારી 80 હજાર રૂપિયાની ફી માફ કરી દીધી.

પરીક્ષા પહેલા એક્સિડેન્ટ

પરીક્ષા પહેલા એક્સિડેન્ટ

આ ઉપરાંત જ્યારે અમે દિલ્હી આવ્યા હતા તો ગુજરાતના પોલરા પરિવારે 2 લાખ રૂપિયા સુધીનો અમારો ખર્ચો ઉઠાવ્યો. તે લોકો જ મારા કોચિંગની ફી પણ આપતા હતા. એ દિવસોમાં જ્યારેયૂપીએસસીની એક્ઝામ શરૂ થઈ હતી, તો મારો અકસ્માત થઈ ગયો હતો. જો કે જે હાથથી હું લખતો હતો તે સહી સલામત હતો. એક્ઝામ દીધા બાદ મારે હોસ્પિટલે દાખલ થવું પડ્યું હતું.

મા-બાપ બહુ ખુશ થયાં

મા-બાપ બહુ ખુશ થયાં

અલ્લાહ કા શુક્ર હૈ, હવે અમારી સાથે બધું ઠીક છે. જામનગરમાં એએસપીની ડ્યૂટી જોઈન કરવા જઈ રહ્યો છું. દીકરાને સૌથી નાની ઉંમરમાં આઈપીએસ બનતો જોઈ માતા-પિતા બહુ ખુશ છે.

ઈન્સ્ટાગ્રામ પર દોઢ લાખથી વધુ ફોલોઅર

ઈન્સ્ટાગ્રામ પર દોઢ લાખથી વધુ ફોલોઅર

હસન સોશિયલ મીડિયા પર પણ ભારે એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર શનિવાર 14 ડિસેમ્બર સુધી તેમના 153 હજાર ફોલોઅર થઈ ગયા છે, ઉપરાંત ખુદ 1100 લોકોને ફોલો કરે છે.

મુખ્યમંત્રીએ સન્માન કર્યું

મુખ્યમંત્રીએ સન્માન કર્યું

હસનનો બર્થડે 21 જુલાઈએ આવે છે. ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ પણ તનું સન્માન કરી ચૂક્યા છે. હસનને યૂટ્યૂબ ચેનલ પણ છે.

Video: વિમાનમાં પ્રજ્ઞા ઠાકુર પર ભડક્યા પ્રવાસીઓ, બોલ્યા- 'શરમ નથી આવતી'

English summary
youngest ips officer take charge as ASP of jamnagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more