
અમને જીતની આશા, 8મી સુધી રાહ જોઈશું: AAP સાંસદ સંજય સિંહ
ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી સંપન્ન થયા બાદ હવે દરેકની નજર તેના પરિણામો પર ટકી છે. બંને રાજ્યોમાં ચૂંટણી પરીણામો 8 ડિસેમ્બરના રોજ જાહેર થશે. પરિણામ આવતા પહેલા એક્ઝિટ પોલે સ્થિતિ ઘણી ખરી સ્પષ્ટ કરી દીધી છે. તમામ એક્ઝિટ પોલના પરિણામોમાં ગુજરાતમાં ભાજપની એક તરફી જીત નજર આવી રહી છે. તો હિમાચલ પ્રદેશમાં ભાજપ અને કોગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર નજર આવી રહી છે. આમ આદમી પાર્ટીએ બંને રાજ્યોમાં હારનો સામનો કરવો પડી શકે. પરંતુ આપ નેતા ગુજરાતની હજી પણ જીતનો દાવો કરી રહ્યા છે.
આપ સાસંદ સંજય સિંહએ એક્ઝિટ પોલ પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, મારુ આ માનવુ છે કે, અમને હજી 8 ડિસેમ્બરની રાહ જોવી જોઇએ. પરીણાામ આવનાર દિવસોમાં ખબર પડશે. જેની કોઇએ આશા પણ નહી રાખી હોય. સંજય સિંહએ એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, એક્ઝિટ પોલના જે પરીણામ છે તે એકજેક્ટ પોલના પરીણામ ના હોઇ શકે. ખાસ કરીને ગુજરાતને લઇને મારુ માનવુ છે કે, ગુજરાતનુ પરીણામ બુલકુલ અલગ હશે. ગુજરાતમાં આવું પરીણામ આવશે જેની કોઇ કલ્પના પણ નહી કરી હોય
તમને જણાવી દઇએ કે, સંજયસિંહ ભલે ગુજરાતમાં જીતનો દાવો કરે પરંતુ એક પણ ન્યુઝ ચેનલમાં કોઇ પમ સર્વેમાં તેમની પાર્ટીને જીત મળતી નથી મળી રહી. એક્ઝિટ પોલ પર સવાલ ઉઠાવનાર સંજય સિંહ એજ એક્ઝિટ પોલમાં એમસીડી પોલમાં દિલ્હી ઇલેક્શનના પરિણામથી ખુશ છે. સંજયસિંહે ક્હ્યુ કે, દિલ્હી એણસીડીમાં આમ આદમી પાર્ટીને આના કરતા વધારે સીટમળશે. અને ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી જીતશે. એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને પોલમાં 10-15 સીટ મળતી નજર આવી રહી છે. તો હિમાચલ પ્રદેશમાં તો પાર્ટીનુ ખાતુ પણ નથી ખુલતુ.