For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોર્ટે બધાને સમાન સજા ફરમાવી જોઇએ, પક્ષપાત કેમ?: ઝાકિયા

|
Google Oneindia Gujarati News

14 વર્ષ બાદ ગુલબર્ગ હત્યાકાંડમાં કોર્ટે આજે 24 દોષીઓને સજા ફટકારી છે. જેમાંથી 11 આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારાઇ છે તો અન્ય 12ને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ત્યારે આ હત્યાકાંડને નજરે નિહાળનાર અને આ અંગે વર્ષોથી લડત આપી રહેલા ઝાકિયા ઝાફરીએ કોર્ટ દ્વારા સજા સંભાળ્યા બાદ પોતાની પ્રતિક્રિયા આપતા અસંતોષ વ્યક્ત કર્યો છે.

ગુલબર્ગ હત્યાકાંડ: જાણો કયા આરોપીને મળી કેટલી સજા

ઝાકિયા ઝાફરી કહ્યું છે કે ના તો તેમને આ ચુકાદાની સંતોષ છે ના જ ખુશી. તો બીજી તરફ આ કેસ સાથે જોડાયેલી તિસ્તા સેલવાડે પણ કહ્યું છે કે દોષીને ઓછી સજા મળી છે. જે અંગે તે નિરાશ થયા છે. ત્યારે આ કેસના ચુકાદા બાદ આ કેસ સાથે જોડાયેલા લોકોએ કેવી કેવી પ્રતિક્રિયા આપી છે તે અંગે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

મારા માટે આ કેસનો આજે અંત નથી આવ્યો: ઝાકિયા

મારા માટે આ કેસનો આજે અંત નથી આવ્યો: ઝાકિયા

ઝાકિયા બેગમે આ કેસના ચુકાદા બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું કે મારા માટે આ કેસના ચુકાદાનો અંત આજે નથી આવ્યો.

હું ત્યાં છું જ્યાંથી શરૂઆત થઇ હતી: ઝાકિયા

હું ત્યાં છું જ્યાંથી શરૂઆત થઇ હતી: ઝાકિયા

ઝાકિયા ઝાફરીએ કહ્યું કે આ ચુકાદો આવ્યા બાદ પાછી હું ત્યાં જ આવીને ઊભી રહી ગઇ છું જ્યાંથી આ કેસની શરૂઆત થઇ હતી.

હું ના ખુશ છું ના સંતુષ્ટ: ઝાકિયા ઝાફરી

હું ના ખુશ છું ના સંતુષ્ટ: ઝાકિયા ઝાફરી

ઝાકિયા ઝાફરીએ કહ્યું કે તે આ ચુકાદાથી બિલકુલ પણ ખુશ નથી અને તે તેમના વકીલ સાથે ચર્ચા કરીને આ અંગે આગળ જે કાર્યવાહી કરવાની હશે તે અંગે ચર્ચા કરી પગલા લેશે.

બધા સાથે જ હતા તો પક્ષપાત કેમ?: ઝાકિયા

બધા સાથે જ હતા તો પક્ષપાત કેમ?: ઝાકિયા

ઝાકિયા બેગમે વધુમાં કહ્યું કે ગુલબર્ગ હત્યાકાંડ વખતે આ બધા ટોળામાં સાથે જ આવ્યા હતા. ત્યારે એકને આજીવનની સજા અને એકને 7 વર્ષની સજા કેમ, આવો પક્ષપાત કેમ? બધાને સમાન સજા થવી જોઇએ. અને તે માટે હું મારી લડત ચાલુ રાખીશ.

કોર્ટે:2002ની ધટનાઓ સિવિલ સમાજ માટે કાળો દિવસ

કોર્ટે:2002ની ધટનાઓ સિવિલ સમાજ માટે કાળો દિવસ

તો સરકારી વકીલ આર. સી. કોડેકરે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે નામદાર કોર્ટે 2002ની ધટનાઓને સિવિલ સમાજ માટે કાળો દિવસ ગણાવી હતી.

તિસ્તા સેતલવાડ

તિસ્તા સેતલવાડ

આ કેસ સાથે જોડાયેલી તિસ્તા સેતલવાડે જણાવ્યું કે તે કોર્ટના આ ચુકાદાને આવકારે છે પણ દોષીઓની ઓછી સજાને લઇને તે નાખુશ છે.

English summary
Zakia Jafri not happy with gulbarg case verdict
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X