• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Highlights: અમિત શાહે કહ્યું,‘ લાલુની ગોદમાં બેસી ગયા છે નીતીશ’

|

નવી દિલ્હી, 9 ઑગસ્ટઃ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક દિલ્હીમાં શરૂ થઇ ચૂકી છે. જવાહરલાલ નહેરુ સ્ડેટિયમમાં ચાલી રહેલી આ બેઠકમાં 20 હજાર કરતા વધારે ભાજપી કાર્યકર્તાઓએ ભાગ લેવા પહોંચ્યા છે. બેઠક શરૂ થયા બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પોતાનું ભાષણ આપ્યું. પ્રતૃત છે ભાષણના મુખ્ય અંશ.

 • જનતાની અંદર ભાજપની વિચારધારા સંપૂર્ણપણે પહોંચવી જોઇએ. આ કારણ છેકે જનતાએ આપણો સ્વીકાર કર્યો છે.
 • લોકસભા ચૂંટણીમાં જનતાએ આપણને એટલા માટે ચૂંટ્યા છે, કારણ કે આપણે તૃષ્ટિકરણનું રાજકારણ કર્યું નથી.
 • પાર્ટી હવે નવી દિશા તરફ જઇ રહી છે અને આપણે આખા દેશમાં ફેલાવાનું છે.
 • કોંગ્રેસના વિચારોએ દેશને ઘણું નુક્સાન પહોંચાડ્યું છે. હવે સમય આવી ગયો છેકે તેના પર ભાજપના વિચારોનો પ્રભાવ પડે.
 • ભવિષ્યમાં જ્યારે દેશના ગત 10 વર્ષોની વાત આવશે તો કોંગ્રેસના કૌભાંડો જ નજર સમક્ષ આવશે.
 • દેશની જનતાએ હવે આપણને કમાન સોંપી છે, તો આપણી જવાબદારી બને છેકે કૌભાંડોથી દૂર રહીએ.
 • ખરાબ અવસ્થામાં રહેલી નાણાકીય વિરાસતમાં બજેટ બનાવવું મુશ્કેલ હતું, પરંતુ નાણામંત્રી અરૂણ જેટલીએ જનતા પર ભારણ નાંખ્યું નથી.
 • વિકાસ દર વધારવા માટે ગામ અને શહેરના વિકાસમાં સંતુલન સ્થાપિત કરવાનો સંકલ્પ કર્યો છે.
 • પાડોસીઓ સાથે સારો વ્યવહાર કેવી રીતે બનાવીએ, તે નરેન્દ્ર મોદી પાસેથી શીખવું જોઇએ.
 • બ્રિક્સ સંમેલનમાં ભારતે મહત્વની ભૂમિકા નિભાવી છે.
 • સંઘીય ઢાંચો મજબૂત કરવા કેવી રીતે ટીમ ઇન્ડિયા દેશનો વિકાસ કરી શકે છે, તેના પર કામ શરૂ થઇ ચૂક્યું છે.
 • દેશની અર્થવ્યવસ્થાના પ્રબંધનમાં રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. મોંઘવારી પર કાબૂ મેળવવાનું શરૂ થઇ ગયું છે.
 • આઇટી પર બળ આપ્યું, પારદર્શિતાને વધારો આપ્યો છે.
 • દેશના ખેડૂતો અને નાગરીકોના અધિકાર સાથે કોઇ સમજૂતિ કરવામાં નહીં આવે.
 • સારો અને મજબૂત પાયો નાંખવાનું કામ આ સરકારે કર્યું છે.

આવનારી વિધાનસભાની ચૂંટણી અંગે શું બોલ્યા અમિત શાહ

 • ટૂંક સમયમાં ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે.
 • જમ્મુ-કાશ્મીર વિકાસની મુખ્યધારામાં હજુ પણ સંપૂર્ણપણે જોડાઇ શક્યું નથી.
 • જમ્મુ-કાશ્મીરમાં જ્યારે ભાજપના નેતૃત્વમાં સરકાર બનશે, ત્યારે સ્થિતિ સુધરશે.
 • જમ્મુ-કાશ્મીરને બે પરિવારોની પાર્ટીઓ અને સરકારે બરબાદ કરવામાં કોઇ કસર છોડી નથી.
 • ઝારખંડની વાત કરીએ તો ત્યાં સૌથી વધુ પ્રાકૃતિક સંપદા છે, પરંતુ વિકાસ નથી.
 • ઝારખંડની જનતાને હંમેશા ખંડિત જનાદેશ મળ્યો. આ વખતે ત્યાં ભાજપને પૂર્ણ બહુમત મળશે.
 • હરિયાણામાં પરિવર્તન જોઇએ. અહીં સત્તાધારી નેતાઓએ જમીન વેંચીને પૈસા કમાયા છે.
 • હરિયાણાની આસપાસના રાજ્યોની જવાબદારી આપવામાં આવી છે, તે તમામ પાર્ટીના કામમાં લાગી જાય.
 • મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં આ વખતે એક મજબૂત સરકાર બનશે. જે ભાજપના નેતૃત્વમાં બનશે.
 • મહારાષ્ટ્રને કોંગ્રેસે આગળ આવવા દીધું નથી. આ રાજ્યમાં આર્થિક સંપન્નતા લાવવી જરૂરી છે.
 • મહારાષ્ટ્રમાં કૌભાંડ કરવામાં સરકારે કોઇ કસર છોડી નથી.

અમિત શાહના પ્રહાર

 • જે નીતિશ કુમાર, લાલુ યાદવને કોસતા હતા, આજે તેમની ગોદમાં રમી રહ્યાં છે. જે શરમજનક વાત છે.
 • આગામી વર્ષે બિહારમાં ચૂંટણી થવાની છે, આપણે ત્યાં આજથી કમર કસવાની શરૂ કરી દેવાની છે.
 • ઉત્તર પ્રદેશની કાયદા વ્યવસ્થા ચિંતાજનક છે. ત્યાંની સરકાર વોટબેંકનું રાજકારણ કરી રહી છે.
 • ભાજપના કાર્યકર્તાઓને કહેવા માગુ છુ કે તેઓ કંઇપણ કરે, આપણે સંયમ રાખીશું.
 • હું તમામ રાજ્યોના એકમોને કહેવા માગું છું કે તમે તમારા રાજ્યોમાં પાર્ટીને મજબૂત બનાવો.
 • ગૈર ભાજપ શાસિત રાજ્યોમાં ભાજપનો વિસ્તાર કરવાનો છે.
 • જનતાની સમસ્યાઓને લઇને આપણે સરકાર પાસે જવુ પડશે.

English summary
highlights of amit shah speech at bjp national conference
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X