For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં કોરોનાની ગતી ધીમી પડી, 24 કલાકમાં 1.65 લાખ નવા કેસ સામે આવ્યા, 3460ના મોત

દેશમાં કોરોનાની ગતી ધીમી પડી, 24 કલાકમાં 1.65 લાખ નવા કેસ સામે આવ્યા, 3460ના મોત

|
Google Oneindia Gujarati News

આખા ભારતમાં કોરોનાવાયરસની ગતિ ધીમી પડી છે. ગત 24 કલાકમાં દેશમાં કોરોનાના 1,65,553 નવા કેસ સામે આવ્યા છે અને 3460 લોકોના મોત થયાં છે. જે બાદ પોઝિટિવ મામલાની સંખ્યા 2,78,94,800 પર પહોંચી ગઈ છે અને મોતના આંકડા 3,25,972 થઈ ગયા છે. 24 કલાક દરમિયાન 2,76,309 લોકો સાજા થઈ ઘરે ફર્યા છે. આ સમયે દેશમાં સક્રિય મામલાની કુલ સંખ્યા 21,14,508 છે જ્યારે ભારતમાં અત્યાર સુધી 21,20,66,614 લોકોને વેક્સીન આપી દેવાઈ છે. પાછલા 24 કલાકમાં 30,35,749 લોકોને કોરોનાની રસી લાગી ચૂકી છે.

કોરોનાની ગતી ધીમી પડી

કોરોનાની ગતી ધીમી પડી

રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે, જો કે દિલ્હી સરકારે રાજધાનીમાં લૉકડાઉન 7 જૂન સવારે 5 વાગ્યા સુધી વધારી દીધું છે. પરંતુ દિલ્હીમાં 31 મેથી અનલોકની પ્રક્રિયા શરૂ થઈ રહી છે માટે કંસ્ટ્રક્શન ગતિવિધિઓ અને ફેક્ટરીઓ સોમવારથી જ ખુલી રહ્યા છે. તેમણે આગળ કહ્યું કે કોરોના સામે લડાઈમાં દિલ્હીવાસીઓની પૂરી મહેનત સામેલ છે, તેમને કારણે જ દિલ્હીમાં કોરોનાના દર્દીઓ ઘટ્યા છે. માટે હવે રાજધાની ધીરે-ધીરે અનલોક માટે તૈયાર થઈ ગઈ છે અને આ કારણે કંસ્ટ્રક્સન ગતિવિધિઓ અને ફેક્ટરીઓ સોમવારે સવારેથી જ ખોલી મૂકવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી ડૉ હર્ષવર્ધને કહી આ વાત

કેન્દ્રીય મંત્રી ડૉ હર્ષવર્ધને કહી આ વાત

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધને મંગળવારે કહ્યું હતું કે કોરોનાના પ્રકોપે અપ્રત્યક્ષ રૂપે સ્વાસ્થ્ય સુવિધાઓની માંગ છે. તેમણે કહ્યું કે આપણી સ્વાસ્થ્ય સુવિધાઓ અને કાર્યબળની હવે કોઈ કમી નથી.

ફંગસના મામલા વધી રહ્યા છે

ફંગસના મામલા વધી રહ્યા છે

જો કે કોરોના કેસમાં કમી આવી છે ત્યાં બ્લેક ફંગસના મામલામાં વધારો નોંધાયો છે. એકલા રાજધાની દિલ્હીમાં જ 200થી વધુ મામલા નોંધાયા છે, લોકનાયક હોસ્પિટલના ડૉ. સુરેશ કુમારે કહ્યું કે તેમના હોસ્પિટલમાં હાલ બ્લેક ફંગસના 55 દર્દી દાખલ છે. આ ફંગસ બહુ ખતરનાક હોય છે. જેનો ઈલાજ લાંબો અને મુશ્કેલ હોય છે, માટે તમામે સાવચેતી રાખવાની જરૂરત છે.

English summary
1.65 lakh new cases registered and 3460 died of coronavirus in last 24 hours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X