For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

14 હજાર લોકોને અડધી રાતે મળી આઝાદી

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

14 હજાર લોકોને અડધી રાતે મળી આઝાદી

14 હજાર લોકોને અડધી રાતે મળી આઝાદી

ભારત અને બાંગ્લાદેશની સીમા પર વસેલા હજારો લોકોને શુક્રવારે અડધી રાતે મળી આઝાદી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયેલા સીમા કરાર બાદ 14 હજાર લોકો ભારતના અધિકૃત નાગરિક બન્યા. જે બાદ તેમણે આ અંગે ખુશી વ્યક્ત કરી હતી.

લિબિયામાં અપહરણ કરાયેલા 4 ભારતીયોમાંથી બેને કરાયા મુક્ત

લિબિયામાં અપહરણ કરાયેલા 4 ભારતીયોમાંથી બેને કરાયા મુક્ત

લિબિયામાં કુખ્યાત આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ દ્વારા અપહરણ કરાયેલા ચાર ભારતીય મૂળના લોકોમાંથી બે લોકોને આજે મુક્ત કરવામાં આવ્યા છે. અને અન્ય બે લોકોને છોડાવા માટે પ્રયાસ ચાલુ છે તેવું વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું.

ક્રોંગ્રેસ: લાગે છે સુષ્માએ ISIS જોડે પણ કોઇ ડિલ કરી છે!

ક્રોંગ્રેસ: લાગે છે સુષ્માએ ISIS જોડે પણ કોઇ ડિલ કરી છે!

લિબિયામાં કુખ્યાત સંગઠન આઇએસના દ્વારા અપહરણ કરાયેલા બે ભારતીયોને જ્યાં એક બાજુ છોડાવવામાં ભારતને સફળતા મળી છે. ત્યાં જ બીજી બાજુ ક્રોંગ્રેસ અને ભાજપ વચ્ચે આ બાબતે રાજકારણ રમાવાનું પણ શરૂ થઇ ગયું છે ક્રોંગ્રેસના નેતા મનિષ તિવારીએ ટ્વિટ કરીને કહ્યું છે કે જે રીતે આ ધટનાનો શ્રેય લેવામાં આવી રહ્યો છે તે જોતો દેશની જનતાને સંદેહ થઇ રહ્યો છે કે ક્યાં આઇઆસઆઇએસ જોડે ભાજપે કોઇ ડિલ તો નથી કરી લીધેને!

ભાજપ: જ્યારે પણ દેશના હિતમાં કામ થાય છે ક્રોંગ્રેસને પેટમાં દુખે છે

ભાજપ: જ્યારે પણ દેશના હિતમાં કામ થાય છે ક્રોંગ્રેસને પેટમાં દુખે છે

ત્યારે ક્રોંગ્રેસની આ ટ્વિટના ઉત્તરમાં ભાજપના નેતા નલિન કોહલી કહ્યું કે જ્યારે પણ કોઇ દેશહિતનું કામ સરકાર દ્વારા કરવામાં આવે છે ત્યારે ક્રોંગ્રેસના પેટમાં દુખે છે. આ પહેલા પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે વાત થઇ હતી ત્યારે પણ ક્રોંગ્રેસ આ રીતે તેની બેવડી નિતીને ઉજાગર કરી હતી.

આજ પવિત્ર શ્રવણ મહિનાની શરૂઆત

આજ પવિત્ર શ્રવણ મહિનાની શરૂઆત

આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઇ છે. ત્યારે આજે મોટી સંખ્યામાં અનેક શિવભક્તોએ શિવાલય જઇને ભોળાનાથને જળ અર્પિત કર્યું. અને તમામ મંદિરોમાંથી હર હર મહાદેવના સાદ ગંજૂ ઊઠ્યા.

પેટ્રોલ અને ડિઝલના ભાવ થયા સસ્તા

પેટ્રોલ અને ડિઝલના ભાવ થયા સસ્તા

શુક્રવારથી લાગુ કરેલા ભાવ મુજબ સબસીડી વિનાના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 23.50 રૂપિયાનો ધટાડો થયો છે. સાથે જ પેટ્રોલની કિંમત માં પણ 2.43 રૂપિયાનો કાપ મૂકવામાં આવ્યો છે. અને ડિઝલ પણ 3.60 રૂપિયા સસ્તું થયું છે.

પાકિસ્તાન 164 ભારતીય માછીમારોને છોડશે

પાકિસ્તાન 164 ભારતીય માછીમારોને છોડશે

ત્રણ ઓગસ્ટે પાકિસ્તાન તેને ત્યાં બંદી એવા 164 ભારતીય માછીમારોને છોડી મૂકશે. ઉફામાં જાહેર કરેલી સંયુક્ત ધોષણા મુજબ ભારત સાથે ઉચ્ચ સ્તરના સંબંધોને સુધારવા માટે પાકિસ્તાને આ પગલું ભર્યું છે.

4 આતંકવાદી ધુણખોરીના પ્રયાસને સેનાએ કર્યો નકામ

4 આતંકવાદી ધુણખોરીના પ્રયાસને સેનાએ કર્યો નકામ

જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લામાં ભારત-પાક સીમા પર 4 આતંકીઓએ ભારતમાં ધૂસવાની કોશિષ કરી હતી જેને બીએસએફના જવાનોએ નાકામ કરી.

ટાઇગર મેમણે હું અનેક વાર મળ્યો છું: ક્રોંગ્રેસ MLA ઉસ્માનનો દાવો

ટાઇગર મેમણે હું અનેક વાર મળ્યો છું: ક્રોંગ્રેસ MLA ઉસ્માનનો દાવો

ક્રોંગ્રેસના એક વિધાયક ઉસ્માન મસીદે દાવો કર્યો છે કે તેણે ભારતના મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ ટાઇગર મેમણને અનેક વાર મળી ચૂક્યો છે.

અખનૂરમાં પાકિસ્તાને કર્યું સીઝફાયર

અખનૂરમાં પાકિસ્તાને કર્યું સીઝફાયર

કાશ્મીરના અખનૂર ક્ષેત્રમાં પાકિસ્તાની સેના તરફથી મોટાર્ર અને બુલેટ સાથે જોરદાર ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. જો કે ભારતીય સેના પણ સામે જવાબી કાર્યવાહી કરી રહી છે.

સપાના નેતાની માંગણી, યાકૂબની પત્નીને બનાવો સાંસદ

સપાના નેતાની માંગણી, યાકૂબની પત્નીને બનાવો સાંસદ

મુંબઇ બોમ્બ વિસ્ફોટના આરોપી યાકૂબ મેમણની પત્નીને સાંસદ બનાવાની માંગણી સપા નેતા મોહમ્મદ ફારુક ધોસી કરી છે. જે અંતર્ગત તેમણે સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંગને પત્ર પણ લખ્યો છે. જો કે તે બાદ પાર્ટીએ તેમને પ્રદેશ ઉપાઅધ્યક્ષના પદેની નીકાળી દીધા છે.

પ.બંગાળમાં ચક્રવાત

પ.બંગાળમાં ચક્રવાત "કોમેન"નો કહેર, 39ની મોત

કોમેન ચક્રવાતી તોફાનના કારણે પશ્ચિમ બંગાળમાં મોટે પાયે નુક્શાન થયું છે. જેના કારણે અહીં 39 લોકોની મોત થઇ છે. અને લગભગ 7 લાખ લોકો આનાથી પ્રભાવિત થયા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મરનાર લોકોના પરિવારને વળતર આપવાની ધોષણા કરી છે.

ગુરુપુર્ણિમાના દિવસે મથુરા રંગાયું ભક્તિના રંગમાં

ગુરુપુર્ણિમાના દિવસે મથુરા રંગાયું ભક્તિના રંગમાં

શુક્રવારે, ગુરુપુર્ણિમાના દિવસે મથુરામાં મોટી સંખ્યામાં હરિભક્તોએ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી.

યાકૂબની ફાંસી પર શ્રીનગરમાં દુખ્તરન-ઇ-મિલ્લતે કર્યું પ્રદર્શન

યાકૂબની ફાંસી પર શ્રીનગરમાં દુખ્તરન-ઇ-મિલ્લતે કર્યું પ્રદર્શન

શુક્રવારે, શ્રીનગરના દુખ્તરન-ઇ-મિલ્લતના કાર્યકર્તાઓએ મુંબઇ બોમ્બ બ્લાસ્ટના આરોપી યાકુબ મેમણની ફાંસીની સજાના વિરોધમાં કર્યું પ્રદર્શન.

મૈસૂરમાં વનવિભાગે એક ખૂંખાર દીપડાને પકડ્યો

મૈસૂરમાં વનવિભાગે એક ખૂંખાર દીપડાને પકડ્યો

શુક્રવારે, વનવિભાગે સેન્ટ્રલ સેરીક્લચરલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇનસ્ટ્રીટ્યૂટના રહેણાંક વિસ્તારમાં ફરી રહેલા એક ખૂંખાર દીપડાને સફળતા પૂર્વક પકડીને પાંજરામાં પૂર્યો.

પાટણ અને બનાસકાંઠાની સ્થિતિ બેહાલ

પાટણ અને બનાસકાંઠાની સ્થિતિ બેહાલ

ખેડા, રાધનપુર, ધાનેરાના ગામડામાં 15 ફૂટ પાણી ભરેયાલા છે તો બીજી તરફ બનાસકાંઠાનું લખણી ગામ જળબેટમાં ફેરવાઇ ગયું છે. ઉત્તર ગુજરાતમાં આવેલા પૂરની સ્થિતિ ખરેખરમાં ભયાનક છે. ત્યારે ગામડાના લોકો સુરક્ષિત સ્થળે જવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઉત્તર ગુજરાતના પૂરમાં રસ્તોના હાલ બેહાલ

ઉત્તર ગુજરાતના પૂરમાં રસ્તોના હાલ બેહાલ

ઉત્તર ગુજરાતમાં અનેક જગ્યાએ ભારે વરસાદના કારણે જમીન ધસતા ઠેર ઠેર રસ્તાઓ તૂટી ગયા છે. અને તેના લીધે લોકોને સ્થાળાંતર કરવામાં ભારે મુશ્કેલીઓ આવી રહી છે.

English summary
1 August: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X