For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંડરવિયરમાં સંતાડ્યું હતું 1 કરોડની કિંમતનું 3 કિલો સોનું

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 22 ઓગષ્ટ: હૈદ્રાબાદમાં એક વ્યક્તિ સોનાની તસ્કરી કરતા ઝડપાઇ ગયો છે. તે દુબઇથી ભારત આવ્યો હતો અને હવાઇમથક પર તપાસ દરમિયાન પકડાઇ ગયો હતો. આરોપીની પાસેથી 3.3 કિલોગ્રામ સોનું મળી આવ્યું હતું. જેની બજાર કિંમત એક કરોડની આસપાસ આંકવામાં આવે છે. તે પોતાના અંડરવિયરમાં સોનું સંતાડીને લાવ્યો હતો.

રાશિદ અહેમદ નામનો યુવક બુધવારે સવારે દુબઇથી આવતી વખતે રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર ઉતર્યો. સવારે 7.30 વાગે ગુપ્તચર વિભાગના લોકોને રાશિદના યાત્રા પેટર્ન પર શંકા થઇ તો તેની તપાસ કરવામાં આવી. જ્યારે તેને કસ્ટમ્સ વિસ્તારના સિગ્નલ માટે પસંદ કરવામાં આવ્યો તો ખોટું બોલ્યો કે તેને પોતાની સાથે કોઇપણ વેરાપાત્ર માલ લાવ્યો નથી.

gold

રાશિદની તપાસ કરવામાં આવી તો તેની પાસેથી 3.321 કિલોગ્રામ સોનું મળી આવ્યું. આ સોનું તેને ત્રણ નાના પેકેટમાં રાખ્યું હતું. સોનાને ખાસ પ્રકારના બનાવવામાં આવેલા અંડરવિયરમાં બનાવેલી થેલી સંતાડેલું હતું.

રાશિદ પાસેથી મળી આવેલા સોનામાં એક કિલોના સોનાના બિસ્કિટ, ત્રણ દસ તોલાની ચેન અને 970 ગ્રામની રોડિયમ પોલિશ કરવામાં આવેલી ત્રણ સોનાની ચેનનો સમાવેશ થાય છે. આ સામાનની બજાર કિંમત 1.1 કરોડ રૂપિયા છે.

કસ્ટમ્સ વિભાગના નાયબ કમિશનરે જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન રાશિદે જણાવ્યું હતું કેતે ફક્ત સામાન લઇ જનાર છે. તેને સંચાલન કરનારાઓ વિશે પણ મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. રાશિદને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.

English summary
In one of the largest hauls in recent times, customs sleuths seized 3.3 kilogram of gold worth over Rs 1.1 crore concealed in the undergarments of a city-based smuggler at the RGI Airport on Wednesday morning.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X