For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની લડાઈમાં એકનું મોત, RSS પર CMએ લગાવ્યા ગંભીર આરોપ

કેરળઃ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની લડાઈમાં એકનું મોત

|
Google Oneindia Gujarati News

કેરળના સુપ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં સદીઓથી ચાલતી આવતી પ્રથા આખરે કાલે તૂટી જ ગઈ. સબરીમાલામાં બુધવારે 40 વર્ષથી ઓછી ઉંમરની બે મહિલાઓએ દર્શન કર્યાં, જે બાદ રાજ્યમાં બબાલ શરૂ થઈ ગઈ છે. બુધવારે જ સબરીમાલા મંદિરમાં મહિલાઓની એન્ટ્રી પછીથી જ પ્રદર્શન શરૂ થઈ ગયું હતું, પ્રદર્શનમાં ઘાયલ થયેલ 55 વર્ષીય ચંદન ઉન્નીથનનું મૃત્યુ થયું છે.

હિંસાત્મક પ્રદર્શન હજુ પણ યથાવત

હિંસાત્મક પ્રદર્શન હજુ પણ યથાવત

ગુરુવારે સબરીમાલામાં પ્રદર્શન કરી રહેલ 5 લોકોને પોલીસે ઝડપી પાડ્યા, જેમના પર મહિલા પોલીસકર્મીઓ પર હુમલો કરવાનો આરોપ હતો. જ્યારે CPIMના ના કાર્યકર્તાઓને પણ કસ્ટડીમાં લઈ લીધા છે. આજે રાજ્યવ્યાપી બંધ બોલાવવામાં આવ્યું છે. કેરળના કોઝિકોડેમાં પણ પ્રદર્શનકારીઓએ દુકાનદારો પર હુમલો કર્યો. પોલીસની તહેનાતી છતાં પ્રદર્શનકારીઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા અને દુકાનોને જબરદસ્તી બંધ કરાવી રહ્યા છે.

કેરળને વોર જોન બનાવી રહ્યું છે સંઘ

કેરળને વોર જોન બનાવી રહ્યું છે સંઘ

રાજ્યમાં થઈ રહેલ પ્રદર્શનને લઈ મુખ્યમંત્રી પિનરઈ વિજયને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર નિશાન સાધ્યું. વિજયને કહ્યું કે સંઘ પરિવારે આ ક્ષેત્રને વૉર જોન બનાવીને રાખ્યું છે, સરકાર આવા પ્રકારના પ્રદર્શન બંધ કરવા ઈચ્છે છે. અમે માત્ર સુપ્રીમ કોર્ટના ફેસલાને લાગુ કરાવવાનો ફેસલો લઈ રહ્યા છીએ. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં પ્રદર્શનમાં 7 પોલીસ વાહનો, 79 સરકારી બસ અને 39 પોલીસકર્મીઓને નિશાન બનાવવામાં આવ્યા છે.

એકનું મોત

એકનું મોત

ચંદન ઉન્નીથન 'સબરીમાલા કર્મ સમિતિ'નો કાર્યકર્તા હતો, જે મહિલાઓના મંદિર પ્રવેશનો વિરોધ કરી રહ્યો હતો. બુધવારે ત્યાં CPIM-BJPના કાર્યકર્તાઓ વચ્ચે થયેલ મારપીટમાં ઘાયલ થયેલ ચંદન ઉન્નીથનને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જો કે મોડી રાત્રે તેનું નિધન થયું.

સબરીમાલાને લઈ બબાલ

સબરીમાલાને લઈ બબાલ

આજે કેટલાય હિંદુવાદી સંગઠનોએ કેરળમાં બંધનું આહ્વાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે ભગવાન અયપ્પાના આ મંદિરમાં 10-50 વર્ષની મહિલાઓની એન્ટ્રી પર મનાઈ હતી. દેશની સર્વોચ્ચ અદાલતે સુપ્રીમ કોર્ટની પરંપરાને ખતમ કરી હતી, જેનો ભાજપ તથા અન્ય હિંદુ સંગઠનોએ ભારે વિરોધ કર્યો હતો. બુધવારે રાજ્ય સચિવાલયની બહાર 5 કલાક સુધી સંઘર્ષ ચાલ્યો, જેમાં માકપા, ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારો થયો હતો.

મુખ્યમંત્રીએ પુષ્ટિ કરી

મુખ્યમંત્રીએ પુષ્ટિ કરી

કેરળના મુખ્યમંત્રી પિનરઈ વિજયને પણ બિંદુ અને કનક દુર્ગા નામની મહિલાઓના મંદિરમાં પ્રવેશ અને પ્રદર્શન કરવાની પુષ્ટિ કરી છે. આ મહિલાઓએ વહેલી સવારે 3.30 વાગ્યે દર્શન કર્યાં, જેની સમાચાર જેવા ફેલાયા કે હંગામો મચી ગયો હતો. મહિલાઓના દર્શન કર્યા બાદ શ્રાઈનની શુદ્ધિ કરવામાં આવી અને બાદમાં ફરી મંદિરના કપાટ ખોલવામાં આવ્યા.

મહિલાઓએ બનાવી 620 કિમી લાંબી માનવ શ્રૃંખલા

મહિલાઓએ બનાવી 620 કિમી લાંબી માનવ શ્રૃંખલા

કાળાં કપડાં પહેરી અને ચહેરો ઢાકેલ મહિલાઓએ બપોરે સાડા ત્રણ વાગ્યે મંદિરમાં પ્રવેશ કર્યો. જેના એક દિવસ પહેલા જ કેરળમાં રાષ્ટ્રીય રાજમાર્ગો પર લગભગ 35 લાખ મહિલાઓએ લૈંગિક સમાનતા યથાવત રાખવા માટે સરકારી પહેલ અંતર્ગત કાસરગોડના ઉત્તર છેડાથી તિરુવનંતપુરમના દક્ષિણી છેડા સુધી 620 કિમી લાંબી માનવ શ્રૃંખલા બનાવી હતી.

‘સબરીમાલાને લડાઈનું મેદાન બનાવવા ઈચ્છે છે સંઘ પરિવાર': સીએમ વિજયન‘સબરીમાલાને લડાઈનું મેદાન બનાવવા ઈચ્છે છે સંઘ પરિવાર': સીએમ વિજયન

English summary
1 died in Sabarimala protest, cm blammed rss for violence.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X