For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીર: કુપવાડામાં સેનાએ એક આતંકીને ઠાર માર્યો

જમ્મુ કાશ્મીરના કુપવાડામાં આતંકીઓ સાથે ચાલી રહેલી સેનાની મુઠભેડમાં સેનાએ એક આતંકીને ઠાર કરી દીધો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના કુપવાડામાં આતંકીઓ સાથે ચાલી રહેલી સેનાની મુઠભેડમાં સેનાએ એક આતંકીને ઠાર કરી દીધો છે. આ એન્કાઉન્ટર જંગલ વિસ્તારમાં ચાલી રહ્યું છે, જે મોડી રાત્રે શરુ થયું છે. આતંકીઓ સાથે સેનાની મુઠભેડ હજુ પણ ચાલી રહી છે. મોડી રાત્રે શરુ થયેલા એન્કાઉન્ટર પછી સેનાએ આખા વિસ્તારને ઘેરી લીધો. એક પોલીસ અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આતંકીઓની શોધ માટે સર્ચ ઓપરેશન ચાલુ જ છે. આ એન્કાઉન્ટર ત્યારે શરૂ થયું જયારે એક આતંકીએ સુરક્ષાકર્મી પર ગોળી ચલાવી દીધી.

indian army

મળતી જાણકારી અનુસાર બંને તરફથી ગોળીબારી કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે હજુ પણ ઘણા આતંકીઓ સંતાયા છે. પરંતુ હજુ સુધી આ બાબતે જાણકારી નથી મળી કે જંગલમાં હજુ કેટલા આતંકીઓ સંતાયા છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે આ પહેલા પણ કુપવાડા તરફથી સીમા પાર કરવા માટે ઘણા આતંકીઓ પ્રત્યન કરી ચુક્યા છે. આ પહેલા સેના ઘ્વારા 6 આતંકીઓને સીમા પર ઘૂસણખોરી કરવા દરમિયાન ઠાર મારવામાં આવ્યા હતા. 6 જૂને પણ ત્રણ આતંકીઓ ઘ્વારા ઘૂસણખોરી કરવાની કોશિશ કરવામાં આવી હતી. જેને સેનાએ નિયંત્રણ રેખા પાસે જ ઠાર માર્યા હતા.

English summary
1 terrorist has been killed in forest area of Kupwara's Handwara
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X