• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ 10 બાબતોના કારણે ભારત નથી બની શકતું શક્તિશાળી

By Super
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 ફેબ્રુઆરીઃ તાજેતરમાં બજેટ સત્ર દરમિયાન કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરમે કહ્યું કે તે ભારતને વિશ્વની ત્રીણ સૌથી મોટી આર્થિક શક્તિઓમાં લાવવા માગે છે. તેમના બજેટની ટીકા તમામ વિરોધી દળોએ કર્યું, પરંતુ કોઇએ એ વાતની સમીક્ષા કરી નહીં અને ના તો કોઇ મોટા અર્થશાસ્ત્રીએ આ મુદ્દા પર વિચાર કર્યો. કેટલાકે વિચાર્યું કે આ એ સ્વપ્ન છે જે ક્યારેય પૂર્ણ નહીં થઇ શકે. તો કેટલાકે સકારાત્મક વિચારોની સાથે કહ્યું કે, હાં જરૂર ભારત વિશ્વની સૌથી મોટી આર્થિક શક્તિ બની શકે છે.

અમે પણ સકારાત્મક વિચાર ધરાવીએ છીએ, પરંતુ કેટલીક એવી વાતો છે, જે દેશની નીતિઓ નિર્ધારકોએ ઉંડાણથી લેવી જોઇએ. વર્તમાન ભારતમાં જીડીપીનું લક્ષ્ય 4.8 ટકા હતું પરંતુ આપણને સફળતા મળી અને વિકાસ દર 4.5 ટકા થયો. પરંતુ આ કોઇ નવી વાત નથી. દર વખતે ભારતની અર્થ વ્યવસ્થા નક્કી વિકાસ દરને ચૂકી જાય છે. જો આ વિષય પર ઉંડાણપૂર્વક વિચારવામાં આવે તો કેટલાક એવા કારણ બહાર આવે છે, જે આપણી સામે છે, પરંતુ તેના પરણ સરકાર તરફથી કોઇ સુધારાની પહેલ જોવા મળતી નથી.

આ એ કારક છે, જેના પર જો ત્વરિત એક્શન લેવામાં આવે તો ભારત આગામી પાંચ-દસ વર્ષોમાં જ મોટી આર્થિક શક્તિના રૂપમા ઉભરી શકે છે. જો ખરા અર્થમાં સરકારે દેશની વ્યવસ્થાને વિશ્વની ત્રીજી સૌથી મજબૂત અર્થ વ્યવસ્થાના રૂપમાં સ્થાપિત કરવા માગે છે તો તેને બારિકીથી દરેક બાબતો પર વિચાર કરવી પડશે અને દરેક મુદ્દે વિકાસ કરવો પડશે. ભારત સામેના 10 પડકારોને જાણીએ તસવીરો થકી.

બાંગ્લાદેશી અને નેપાળીઓનો પ્રવાસ

બાંગ્લાદેશી અને નેપાળીઓનો પ્રવાસ

ભારતમાં સૌથી મોટી માત્રામાં બાંગ્લાદેશી અને નેપાળી શરમાર્થિઓની ઘુસણખોરી દેશની જનસંખ્યા પર પ્રત્યક્ષ રીતે હાવી થઇ રહ્યા છે અને એ વાતમાં કોઇ બે મત નથી કે, એક વિકાસશીલ દેશ માટે જનસંખ્યાનું અસંતુલિત થવું તેના આર્થિક વિકાસના માર્ગમાં સૌથી મોટો અવરોધ છે. નેપાળી અને બાંગ્લાદેશી શરણાર્થિ ગેરકાયદે રીતે દેશની સીમામાં પ્રવેશ કરી રહ્યાં છે અને તેને મુખ્ય રીતે સીમાવર્તિ વિસ્તારો જેમ કે પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તરાખંડમાં પોતાનો અડિંગો જમાવી રાખ્યો છે.

લઘુમતિ સમુદાયો કરતા વધારે ઘુસણખોરો

લઘુમતિ સમુદાયો કરતા વધારે ઘુસણખોરો

આજે સ્થિતિ એવી થઇ ગઇ છે કે શરણાર્થિઓની સંખ્યા લઘુમતિ સમુદાયો કરતા વધારે થઇ ગઇ છે. ચોંકાવનારી વાત એ છે કે આ ગેરકાયદે ઘુસણખોરી પાસે યુનિક આઇડેન્ટિફિકેશન નંબર પણ હોવાની સંભાવના છે. જે દેશ માટે મોટું જોખમ સાબિત થઇ શકે છે.

બેરોજગારી એક મોટી સમસ્યા

બેરોજગારી એક મોટી સમસ્યા

આ પ્રવાસીઓમાં સૌથી વધારે અશિક્ષિત અને અલ્પ શિક્ષિત છે, જે દેશમાં શૈક્ષણિક સ્તર પર પણ નકારાત્મક અસર પાડે છે. આજે જનસંખ્યાની અધિકતાના કારણે બેરોજગારી એક મોટી સમસ્યા બની ગઇ છે, જે દેશની અર્થ વ્યવસ્થા માટે મોટું જોખમ છે.

શિક્ષાની ગુણવત્તા

શિક્ષાની ગુણવત્તા

આ માટે જોવામાં આવે તો ભારતની શિક્ષા વ્યવસ્થાની ગુણવત્તામાં ઘટાડો નોંધાયો છે. જો અન્ય દેશોની તુલના કરવામાં આવે તો પ્રોદ્યોગિકી અને અનુસંધાન ક્ષેત્રમાં ભારતની કોઇ વિશેષ ઉપલબ્ધી જોવા મળતી નથી. ભારત આજે પણ સારી ટેક્નિક્સ માટે બીજા દેશો પર નિર્ભર છે, જે ભારતના બજેટ પર અસર કરે છે.

સ્કિલ ડેવલોપમેન્ટ

સ્કિલ ડેવલોપમેન્ટ

ભારતને જરૂરછે નવા અને મજબૂત સ્કિલ પાવરની જે નવી ટેક્નોલોજીનો વિકાસ કરી શકે જેથી પ્રોદ્યોગિકીના ક્ષેત્રમાં ઉત્પાદન ક્ષમતા વધે અને આયાત ઓછી થાય.

કૃષિ ઉત્પાદન

કૃષિ ઉત્પાદન

કૃષિ ભારતના કુલ ઘરેલું ઉત્પાદનનો મુખ્ય સ્ત્રોત છે. તેવામાં એ જરૂરી છે કે એવી નીતિઓ જે કૃષિ વિકાસ દરને વધારી શકે. આજે વૈશ્વિકરણના દોરમાં ક્યાંક ને ક્યાંક કૃષિ વ્યવસ્થા પર સરકાર એટલું ધ્યાન આપી રહી નથી જેટલું તે ઔદ્યોગિક ક્ષેત્રો પર. મૃદા સંરક્ષણ, કૃષિ પ્રાદેશિક જલવાયુકરણ, વોટર શેડ પ્રબંધન વિગેરે વિષયોમાં સરકારે પહેલ કરવાની જરૂર છે.

ખાદ્ય પ્રબંધન

ખાદ્ય પ્રબંધન

સાથે જ સરકારે ખાદ્ય પ્રબંધનની દિશામાં પણ પ્રયાસ કરવા પડશે. કારણ કે તેના અભાવમાં મોટી માત્રામાં અનાજ સડી જાય છે, ના તો તે જનતાના કામમાં આવે છે અને ના તો તે વિદેશી બજારમાં નિકાસ કરી શકાય છે. ઉલ્ટું ભારતને વિદેશી બજારમાંથી ખાદ્ય વસ્તુઓને આયાત કરવી પડે છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેહાલ

ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેહાલ

ભારતને જરૂર છે રાજ્યોમાં, શહેરોમાં સંરચનાત્મક વિકાસ કરવાની. કારણ કે આજે દેશના લગભગ 60 ટકા ભાગમાં પરિવહન, રસ્તાની હાલત ખરાબ છે, વિકસિત ઇમારતો નથી, વિકસિત શહેરો નથી, એવા બજાર નથી જ્યાં કોઇ કંપની રોકાણ કરવા માગે. જો વિકાસ દેખાય છે તે એ સ્થળો પર જે દેશના કીર્તિ સ્તંભ છે. જ્યારે કલકતા જેવા મહાનગરની સ્થિતિ જર્જર છે, તો નાના શહેરોનું તો કહેવું જ શું. તેવામાં વિદેશી કંપનીઓ તો ઠીક દેશની કંપનીઓ પણ આવા શહેરોમાં જવાનું પસંદ કરતી નથી. વિકાસ ઓછો હોવાના કારણે ભારતના પ્રવાસન ઉદ્યોગ પર પણ તેની અસર જોવા મળી રહી છે.

શરતો પર એફડીઆઇ

શરતો પર એફડીઆઇ

ભારત વિકાસના દોરમાં વિદેશી કંપનીઓનું સ્વાગત કરે જેથી દેશની અર્થ વ્યવસ્થામાં સુધારો લાવવામાં તેને સહયોગ મળે. જો વાત એફડીઆઇ જેવી નીતિની કરીએ તો કેન્દ્ર તથા રાજ્યની સરકારે આ વિષય પર રાજકીય દ્રષ્ટી કરતા આર્થિક વિકાસની દ્રષ્ટીએ વધારે વિચારવાની જરૂર છે.

સ્વાસ્થ્ય સેવાઓ

સ્વાસ્થ્ય સેવાઓ

દેશની અર્થ વ્યવસ્થા દેશની સ્વાસ્થ્ય સેવાઓ સાથે પણ જોડાયેલી છે. સ્વાસ્થ્ય સેવાઓના કારણે મેન પાવર પાસેથી એટલું આઉટપુટ મળતું નથી, જેટલું મળવું જોઇએ.

English summary
Finance Minister P Chidambaram said that he wants to see India in top three economic powers of the World. There are 10 facts about India which stops it to become Powerful.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X