• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ સરકારી નોકરી માટે કરો તૈયારી, મળશે બંપર સેલરી

|

લોકો સરકારી નોકરીઓની તૈયારી માટે 5 થી 10 વર્ષ મહેનત કરે છે કારણકે સરકારી નોકરીઓમાં ઘણા ભથ્થા અને વેતન મળતા હોય છે જે કોઈને પણ આકર્ષિત કરી શકે છે. ભારતમાં કેટલીક ઉચ્ચ વેતનવાળી નોકરીઓ છે જે દરેક જણ કરવા ઈચ્છશે. પરંતુ આવી સરકારી નોકરી મેળવવી એટલી સરળ નથી. તેના માટે તમારી પાસે નિશ્ચિત કૌશલ ક્ષમતા હોવી જોઈએ. તો આવો જાણીએ, આ કઈ નોકરીઓ છે.

પબ્લિક સેક્ટર યૂનિટ્સ (પીએસયુ)

પબ્લિક સેક્ટર યૂનિટ્સ (પીએસયુ)

સાર્વજનિક ક્ષેત્રના એકમો પોતાના કર્મચારીઓને ઘણા લાભો આપે છે. પીએસયુમાં કર્મચારીઓને સારુ વેતન આપવામાં આવે છે અને તેમને ચિકિત્સા અને અન્ય સરકારી લાભની સાથે આવાસ પણ મળે છે. કોલ ઈન્ડિયા લિમિટેડ (સીઆઈએલ) પોતાના કર્મચારીઓને લગભગ 10 લાખ પ્રતિ વર્ષનું પેકેજ આપે છે. વળી, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન(આઈઓસી) 8 થી 9 લાખ પ્રતિ વર્ષનું પેકેજ આપે છે.

સિવિલ સર્વિસ ઓફિસર

સિવિલ સર્વિસ ઓફિસર

સામાન્ય રીતે સિવિલ સર્વિસ ઓફિસર આઈએએસ તરીકે ઓળખાય છે. સિવિલ સેવા નોકરીઓ દરેક જગ્યાએ પ્રતિષ્ઠિત છે. એક આઈએએસ અધિકારી સમાજમાં સારો હોદ્દો, સારી સેલેરી અને ઓફિશિયલ તાકાત મેળવે છે. કેબિનેટ સચિવ રૂપે નિયુક્ત કરાયેલ આઈએએસ અધિકારીઓના એક કેડરને મૂળ વેતન રૂપે નિર્ધારિત 90,000 રુપિયા નક્કી કરવામાં આવે છે. જેનો અર્થ એ કે તે કોઈ પણ વેતન વૃદ્ધિના હકદાર નથી. તેમનું અનુમાનિત વેતન નીચે મુજબ છેઃ

મૂળ વેતન - 90,000 રૂપિયા

ડીએ - 96,300 રૂપિયા

એચઆરએ - 27,000 રૂપિયા

ટી.એ. - 5,280 રૂપિયા

કુલ - 2,18,580 રૂપિયા

વૈજ્ઞાનિક

વૈજ્ઞાનિક

વૈજ્ઞાનિકોને મુખ્ય રૂપે તેમની શૈક્ષણિક યોગ્યતાના આધાર પર ‘એસસી' અને ‘એસડી' ગ્રેડ અંતર્ગત નિયોજીત કરવામાં આવે છે. તે બંને વેતન બેંડ 3 INR 15600-39100 માં છે. ‘એસસી' વૈજ્ઞાનિક 5400 રૂપિયાના ગ્રેડ પે ના હકદાર છે, ‘એસડી' વૈજ્ઞાનિક ગ્રેડ વેતન રૂપમાં INR 6600 કમાય છે.

પ્રવેશ સ્તર વૈજ્ઞાનિક/અભિયંતા ‘એસસી'

મૂળ વેતન -21000 રૂપિયા

મોંઘવારી ભથ્થુ(ડીએ) - 23,790 રૂપિયા

ઘરનું ભાડુ (એચઆરએ) - 6300 રૂપિયા (તમે જે શહેરમાં રહેતા હોય તેના આધાર પર 10% થી 30% સુધી હોય છે)

યાત્રા ભાડુ(ટીએ) - બેંગલોરમાં 3200 રૂપિયા (શહેર સાથે બદલાય છે)

ટીએ પર ડીએ - 3616 રૂપિયા

કુલ - 57,906 રૂપિયા

ડૉક્ટર્સ

ડૉક્ટર્સ

ભારતમાં ડૉક્ટરો પાસે આકર્ષક કેરિયરની તકો છે કારણકે ચિકિત્સકોની ભારે માંગ છે. એમબીબીએસની ડિગ્રી અને ઈન્ટર્નશીપ પૂરી થયા બાદ ફ્રેશર્સ માટે વેતન સીમા 10,000 રૂપિયાથી 20,000 રૂપિયા છે. જો કે, વેતન વિશેષજ્ઞતા (સ્નાતકોત્તર અને ઉપર) ડિગ્રી, વ્યક્તિગત કૌશલ અને કાર્ય અનુભવ સાથે વધે છે. તેમની એકેડેમિક યોગ્યતા અને કાર્ય અનુભવ અનુસાર સંવિધાત્મક ડૉક્ટરોને INR 12,000 થી INR 30,000 સુધી વેતન મળે છે. ભારતનું સ્વાસ્થ્ય મંત્રાલય પણ ગ્રામીણ ક્ષેત્રોમાં સેવા કરી રહેલા લોકો માટે 25% (અઘરા ક્ષેત્રો માટે) 50% રસ્તાથી પહોંચવા યોગ્ય ક્ષેત્રો માટે) ની વેતન વૃદ્ધિ કરે છે. સર્જરીમાં અભ્યાસ કર્યા બાદ યુવા સર્જન એક વરિષ્ઠ નિવાસી કે રજિસ્ટ્રાર બની જાય છે. તેનું વેતન મુંબઈમાં એક મહિનામાં લગભગ 35,000/- રૂપિયાથી દિલ્હીમાં લગભગ 70,000/- રૂપિયા (લગભગ 7,000 ડૉલર પ્રતિ વર્ષ 14000 રૂપિયા) હોય છે. ત્યારબાદ એક સામાન્ય સર્જનના રૂપમાં ઉપ-વિશેષજ્ઞના અભ્યાસમાં જાય છે અને એક મહિનામાં 1,00,000/-રૂપિયા કમાઈ શકે છે. દેશમાં સૌથી વધુ કમાણી કરતા સર્જન એક મહિનામાં 1,50,000 રૂપિયા કમાઈ શકે છે.

વિશ્વવિદ્યાલયના પ્રોફેસર

વિશ્વવિદ્યાલયના પ્રોફેસર

શિક્ષક રાષ્ટ્ર નિર્માણમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. તે છાત્રોને ભણાવવા અને પ્રશિક્ષિત કરવાનું કામ કરે છે. સ્કૂલ શિક્ષકોને ઓછુ વેતન આપવામાં આવે છે. પરંતુ પ્રોફેશનલ પાઠ્યક્રમો ભણાવતી કોલેજોમાં શિક્ષકોને સારુ વેતન આપવામાં આવે છે. એક પ્રોફેસર, પોસ્ટ સેકન્ડરી/ઉચ્ચ શિક્ષા માટે વેતન પ્રતિ વર્ષ 9,55,627 રૂપિયા છે.

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ

ભારતીય તટ રક્ષક એ આપણી નૌસેનાની જેમ છે. આમાં વેતન ખૂબ સારુ છે. આ નોકરી સરકારી નોકરીમાં સૌથી વધુ વેતન આપતી નોકરીઓમાંની એક છે. આ એક ડિફેન્સની જોબ છે માટે અહીં વધુ લોકોની ભીડ હોતી નથી. અહીં બે પ્રકારના લોકો જોબ માટે ફોર્મ ભરે છે. એક જે દેશની સેવા કરવા ઈચ્છે છે અને આના વિશે ભાવુક છે અને બીજા જે નૌસેના અધિકારીઓના વેતન પેકેજ અને જીવનશૈલીથી આકર્ષિત થાય છે.

ડિફેન્સ (રક્ષા) જોબ

ડિફેન્સ (રક્ષા) જોબ

સરકારી સેનાઓમાં ભારતીય સેના, નૌસેના અને વાયુ સેનામાં પણ સારી સેલેરી આપવામાં આવે છે. આખા દેશમાં હજારો યુવા છાત્રો ડિફેન્સ જોબ માટે આવેદન ભરે છે. આના માટે તેમને એનડીએ કે સીડીએસ જેવી પરીક્ષાઓ પાસ કરવાની હોય છે. આમાં વેતન અને અન્ય સુવિધાઓ બહુ સારી હોય છે. એક લેફ્ટનન્ટ માટે સીટીસી લગભગ પ્રતિ માસ 65,000/- રૂપિયા હોય છે. આમાં મૂળ વેતન, ડીએ, ગ્રેડ વેતન, સૈન્ય સેવા વેતન, ટેક પે, હાઉસ રેટ પર ભથ્થા અને પરિવહન ભથ્થા શામેલ છે.

રેલવે એન્જિનિયર

રેલવે એન્જિનિયર

સરકારી નોકરીઓમાં અન્ય એન્જિનિયરની નોકરીની તુલનામાં રેલવે એન્જનિયરને સારુ વેતન આપવામાં આવે છે. સરકારી એન્જિનિયરોને સારી ઉપાધિ સાથે સારી સેલેરી પણ મળે છે. વેતન ઉપરાંત સરકારી એન્જિનિયરોને યાત્રા ભાડુ વગેરે આપવામાં આવે છે. ભારતીય રેલવેમાં સીનિયર સેક્શન એન્જિનિયરની સેલેરી 6,01,866 રૂપિયા છે. ભારતીય રેલવેમાં વરિષ્ઠ રેલવે અધિકારીનું વેતન 4,64,296 રૂપિયાથી 7,09,342 રૂપિયા છે.

SBI બેંક પીઓ

SBI બેંક પીઓ

બેંક પીઓ દેશમાં સૌથી ફાયદાકારક નોકરીઓમાંની એક છે. કામનો દબાવ બહુ ઓછો હોય છે અને વેતનની સાથે ઘણા વધારાના લાભ પણ મળે છે. આઈબીપીએસ વિભિન્ન પરીક્ષાઓના માધ્યમથી દર વર્ષે હજારો સ્નાતકોની ભરતી કરે છે પરંતુ જો પેમેન્ટ કન્સીડરેબલ હોય તો એસબીઆઈ પીઓ કોઈ અન્ય બેંક પીઓની તુલનામાં વધુ સેલેરી આપે છે. પ્રારંભિક મૂળ વેતન 16,900/- (4 વૃદ્ધિ સાથે) છે. 14500-600 / 7-18700-700 / 2-20100-800 / 7-25700 જૂનિયર મેનેજર ગ્રેડ સ્કેલ 1 પર લાગૂ થાય છે. અધિકારી સમય સમય પર લાગૂ નિયમો અનુસાર ડીએ, એચઆરએ અને સીસીએ માટે પણ પાત્ર રહેશે. મુંબઈમાં વાર્ષિક વેતન લગભગ 8,55,000/- રૂપિયા હોય છે.

ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટર

ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટર

ઈન્ક્મટેક્સ ઈન્સ્પેક્ટરની પસંદગી SSC-CGL દ્વારા થાય છે જેની ભારતીય ગ્રેજ્યુએટ છાત્રો વચ્ચે ઘણી ડિમાન્ડ છે. ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટરને આરએસ 4,600 ના ગ્રેડ વેતન સાથે વેતન બેંડ 9,300-34,800 માં પોસ્ટ કરવામાં આવ્યા છે. પોતાના વેતન ઉપરાંત ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટર 30 લિટર પેટ્રોલ, બીએસએનએલ/એમટીએનએલ સિમ, 1જીબી ઈન્ટરનેટ ઉપયોગ કરવા જેવા અન્ય ઘણા સરકારી લાભ પ્રાપ્ત થાય છે.

English summary
10 highest salaries of government jobs in india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more