For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બની શકે કે આપનો નેતા રોડ એક્સિડન્ટમાં મરી જાય

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

તેવુ પણ બની શકે કે આપનો નેતા રોડ એક્સિડન્ટમાં મરી જાય

તેવુ પણ બની શકે કે આપનો નેતા રોડ એક્સિડન્ટમાં મરી જાય

આમ આદમી પાર્ટીના નેતા જિતેન્દ્ર સિંહ તોમરની ધરપકડ બાદ આપ નેતા આશુતોષે કહ્યું કે મોદી સરકારનો વિરોધ કરવાની કિંમત અમે ભોગવી રહ્યા છીએ. વધુમાં તેમણે કહ્યું કે કદી તમને તેવું પણ સાંભળવા મળે કે રોડ એક્સિડન્ટમાં કોઇ આપ નેતાની મૃત્યુ થઇ જાય. પણ અમે આવી વાતોથી ડરવાના નથી.

સીમા પાર જઇ સેનાએ 20 આતંકીને માર્યા

સીમા પાર જઇ સેનાએ 20 આતંકીને માર્યા

મંગળવારે, ભારતીય સેનાએ મ્યાંમારની સીમામાં ધૂસીને મણિપુર હુમલા માટે જવાબદાર 20 આંતકવાદીને મારી નાંખ્યા. અને તેમના બે કેમ્પને ઉડાવી મૂક્યા. નોંધનીય છે કે પહેલીવાર ભારતીય સેનાએ સીમા પાર જઇને ગુપ્ત રીતે કોઇ ઓપરેશનને અંજામ આપ્યો હોય. વધુમાં મ્યાનમારે પણ ભારતની આ ઓપરેશનમાં મદદ કરી.

જીતેન્દ્ર તોમરે રાજીનામું આપ્યું, પોલિસ ફૈજાબાદ લઇ ગઇ

જીતેન્દ્ર તોમરે રાજીનામું આપ્યું, પોલિસ ફૈજાબાદ લઇ ગઇ

આમ આદમી પાર્ટીના કાનૂન પ્રધાન જીતેન્દ્ર તોમરે ભારે દબાવ વચ્ચે આખરે રાજીનામું આપ્યું. વધુમાં દિલ્હી પોલિસ નકલી ડિગ્રી મામલે તેમની ધરપકડ કરીને તેમને ફૈજાબાદ લઇ ગઇ છે. જો કે તોમરે પત્રકારોને જણાવ્યું કે તેમની ધરપકડ મોદી સરકારની ચાલ છે. અને તે આ કેસ જીતીને બતાવશે.

યોગ દિવસના વિરોધમાં મુસ્લિમો નમાજ અદા કરે

યોગ દિવસના વિરોધમાં મુસ્લિમો નમાજ અદા કરે

ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) યોગ દિવસ પર મામલે પોતાનો વિરોધ નોંધવતા ઉત્તર પ્રદેશના મુસ્લમાનોને અપીલ કરી છે કે તે આંતરાષ્ટ્રિય યોગ દિવસના વિરોધ રૂપે નમાજ અદા કરે. વધુમાં ઓવૈસીએ યોગ દિવસને ભગવા એન્જડાને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કહ્યો.

શેરડીના ખેડૂતો માટે કેન્દ્રએ ખાંડ મિલોને 6000 કરોડની વ્યાજમુક્ત લોન આપી

શેરડીના ખેડૂતો માટે કેન્દ્રએ ખાંડ મિલોને 6000 કરોડની વ્યાજમુક્ત લોન આપી

શેરડીના ખેડૂતો માટે કેન્દ્ર સરકારે દેશમાં આવેલી ખાંડની મિલોને 6000 કરોડની વ્યાજમુક્ત લોન આપવાનું નક્કી કર્યું છે. આજે આ વાતની જાહેરાત નિતિન ગડકરી કરી. તેમણે કહ્યું કે શેરડીના ખેડૂતો ખાંડની મિલો પાસે નાણાંની માંગ કરી રહ્યા છે પણ મિલા પૈસાની તંગીની વાત કરે છે. ત્યારે આ લોનથી ખેડૂતોને કંઇક અંશે રાહત જરૂરથી રહેશે.

જમ્મુ કાશ્મીરની સીમા રેખા પર લાગી ભયંકર આગ

જમ્મુ કાશ્મીરની સીમા રેખા પર લાગી ભયંકર આગ

જમ્મુ કાશ્મીરની સીમા રેખા પાસે કેરી સેક્ટરમાં બુધવારે સવારે જંગલમાં ભીષણ આલ લાગી. જેના કારણે વન સંપદાને ભારે માત્રામાં નુક્શાન થયું છે. જો કે સેના હાલ આ આગને કાબુમાં લેવાના તમામ પ્રયાસો હાથ ધરી રહી છે.

મનીષ સિસોદિયાના NGOનું લાયસન્સ કેન્દ્રએ રદ્દ કર્યું

મનીષ સિસોદિયાના NGOનું લાયસન્સ કેન્દ્રએ રદ્દ કર્યું

મંગળવારે, કેન્દ્ર સરકારે 4,470 જેટલા બિન સરકારી સંગઠનો (NGO)ની માન્યતાને રદ્દ કરી. આ સંગઠનોને હવે કોઇ પણ વિદેશી સહાયતા નહીં મેળવી શકે. નોંધનીય છે કે આ સંગઠનોમાં સુપ્રિમ કોર્ટ બાર એસોસિયેશન, પંજાબ વિશ્વવિદ્યાલય, ગુજરાત નેશનલ અને યુનિવર્સિટી તથા દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાનું કબીર NGOનું પણ નામ પણ સામેલ છે.

તત્કાળ ટિકિટ લેવી બની સરળ

તત્કાળ ટિકિટ લેવી બની સરળ

હવે તમે રેલ્વેમાં સવારે 10 થી 12 વાગ્યાની વચ્ચે તત્કાલ ટિકટો મેળવી શકશો. જોકે, સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે તમને ખાલી એસી શ્રેણીની ટિકિટો મળશે. જ્યારે 11 થી 12 વાગ્યા વચ્ચે તમે નોન એસીની ટિકિટનું બુકિંગ કરાવી શકશો.

અશોબા તોફાન ઓમાન તરફ વળ્યું

અશોબા તોફાન ઓમાન તરફ વળ્યું

ભારતના ગુજરાત સમેત પશ્ચિમ વિસ્તારો પરથી ભયાનક ચક્રવાત અશોબાનો ખતરો ટળ્યો. હવામાન ખાતાએ જણાવ્યું કે અશોબા હવે ઓમાન તરફ વળ્યું છે. અને હવે ભારતને આ અંગે ચિંતા કરવાની જરૂર નથી.

ક્રોંગ્રેસ શાસિત રાજ્યો જોડે મોદી ભેદભાવ કરે છે : સોનિયા

ક્રોંગ્રેસ શાસિત રાજ્યો જોડે મોદી ભેદભાવ કરે છે : સોનિયા

મંગળવારે, દિલ્હીમાં ક્રોંગ્રેસ પાર્ટીના મુખ્યાલય ખાતે ક્રોંગ્રેસ શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીએ ક્રોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી. જે બાદ સોનિયાએ પત્રકારોને જણાવ્યું કે મોદી સરકાર ક્રોંગ્રેસ શાસિત રાજ્યો સાથે ભેદભાવની નિતિ કરી રહી છે. વધુમાં ક્રોંગ્રેસ કહ્યું કે તે મોદી સરકાર વિરુદ્ધ તેમનું અસયોગનું આંદોલન મજબૂત કરશે.

સોનિયાના આરોપોના ભાજપે આંકડાઓથી આપ્યો જવાબ

સોનિયાના આરોપોના ભાજપે આંકડાઓથી આપ્યો જવાબ

સોનિયા ગાંધીએ ભાજપ પર ભેદભાવનો આરોપો લગાવ્યો. જે પર જવાબી હુમલો કરતા સૂચના પ્રસારણ પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે ક્રોંગ્રેસના શાસન કાળમાં જેટલી રકમ આ રાજ્યોને નહતી આપવામાં આવી તેના કરતા વધારે રકમ ભાજપ સરકારે ક્રોંગ્રેસ શાસિત રાજ્યોને તેના કાર્યકાયમાં આપી છે.

સ્વચ્છ વિદ્યાલય પર મોદીએ બોલાવી બેઠક

સ્વચ્છ વિદ્યાલય પર મોદીએ બોલાવી બેઠક

મંગળવારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવીને સ્વચ્છ વિદ્યાલય કાર્યક્રમની પ્રગતિ વિષે રિપોર્ટ માંગ્યો. નોંધનીય છે કે આ સમયે માનવ સંશાધન વિકાસ પ્રધાન સ્મૃતિ ઇરાની અને અન્ય કેન્દ્રિય પ્રધાનો હાજર રહ્યા હતા.

તોમર મામલે પોલિસે કરી સ્પષ્ટતા

તોમર મામલે પોલિસે કરી સ્પષ્ટતા

આપ દ્વારા પોલિસ રાજકારણ રમી રહી છે તેવા આરોપ બાદ મંગળવારે, દિલ્હી પોલિસે એક પ્રેસ કોન્ફર્ન્સ યોજીને પત્રકારોને આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કાનૂન પ્રધાન જીતેન્દ્ર તોમરની ધરપકડ અંગે કાનૂની કાગળો દર્શાવીને સ્પષ્ટતા આપી હતી કે આ ધરપકડ એક કાનૂની પ્રોસેસ હેઠળ કરવામાં આવી છે. અને પોલિસ તેમાં કોઇનો પણ પક્ષ નથી લઇ રહી.

ગોવાહાટી પોલિસે કહ્યું અમને અમારો અધિકાર ક્યારે મળશે?

ગોવાહાટી પોલિસે કહ્યું અમને અમારો અધિકાર ક્યારે મળશે?

મંગળવારે, ગોવાહાટીમાં સ્પેશ્યલ પોલિસ ફોર્સના અધિકારીઓ અને તેમના પરિવારજનોએ, કાયમી કરવા અને પગાર વધારવા જેવી વિવિધ માંગો સાથે પાન બજાર પોલીસ સ્ટેશનમાં વિરોધ પ્રદર્શન કર્યું.

હું ક્યાંય નથી જવાનો :ACB ના જોઇન્ટ કમિશ્નર મુકેશ કુમાર

હું ક્યાંય નથી જવાનો :ACB ના જોઇન્ટ કમિશ્નર મુકેશ કુમાર

ઉપરાજ્યપાલ નવાજ જંગ દ્વારા દિલ્હીના ભષ્ટ્રાચાર વિરોધી શાખાના જોઇન્ટ કમિશ્નર તરીકે મુકેશ કુમાર મીનાની નિમણૂક કરતા. મંગળવારે મીનાએ પોતાની ઓફિસ સંભાળી હતી. જો કે જે બાદ આમ આદમી પાર્ટીના વિઝલન્સ ડાયરેક્ટર તેમને પત્ર લખી જણાવ્યું હતું કે તેમની નિમણૂક નિયમોની વિરુદ્ધ છે. જે અંગે મીના પત્રકારોને કહ્યું કે તેમની પાસે જંગ દ્વારા પારિત કરેલો પત્ર છે. અને તે મુજબ તે તેમના કામને સંભાળશે.

ગુડગાંવમાં એક યુવક-યુવતી પોતાને આગ લગાવી

ગુડગાંવમાં એક યુવક-યુવતી પોતાને આગ લગાવી

મંગળવારે પાલમ વિહાર વિસ્તારમાં એક યુવક અને યુવતીએ પોતાની જાતને આગના હવાલે સોંપી દીધી. જે બાદ પોલિસ ધટનાસ્થળની તપાસ કરી રહી છે.

પપ્પુ યાદવે

પપ્પુ યાદવે "જન અધિકાર પાર્ટી" ખોલી

આરજેડીમાંથી નીકાળ્યા બાદ પપ્પુ યાદવે પોતાની નવી પાર્ટી બનાવી. દિલ્હીમાં મંગળવારે, પપ્પુ યાદવે તેની આ નવી પાર્ટી જન અધિકાર પાર્ટીને લોન્ચ કરી.

સીવીસી અને સીઆઇસી પદની નિયુક્તિ

સીવીસી અને સીઆઇસી પદની નિયુક્તિ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આજે નવ નિમાયેલા કેન્દ્રિય સતર્કતા આયુક્ત (સીવીસી) કે. વી. ચૌધરી અને મુખ્ય સૂચના આયુક્ત (સીઆઇસી) વિજય શર્માને ગોપનીયતાની શપથ અપાઇ. રાષ્ટ્રપતિ ભવનમાં આ શપથ વિધિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

ભોપાલમાં આદિવાસીઓએ

ભોપાલમાં આદિવાસીઓએ "ભૂમિ અધિકાર પદયાત્રા" કરી

મંગળવારે, ભોપાલમાં આદિવાસીઓ અને દલિત સમુદાયે, ભૂમિ અધિકાર આંદોલન હેઠળ "ભૂમિ અધિકાર પદયાત્રા"માં મોટી સંખ્યામાં ભાગ લીધો. કાર્યકર્તાઓની માંગ હતી કે રાજ્ય સરકાર પ્રત્યેક દલિત અને આદિવાસીને પાંચ એકડ જમીન આપે.

પારંપરિક માછલી દવા ખાવા લોકો ઉમટ્યા

પારંપરિક માછલી દવા ખાવા લોકો ઉમટ્યા

મંગળવારે, હૈદરાબાદમાં હજારો અસ્થમા દર્દીઓને ગૌડ પરિવારે તેમની પારંપરિક માછલી દવા ખવડાવી. માનવામાં આવે છે કે આ દવા ખાવાથી અસ્થમા પર કાબુ મેળવી શકાય છે.

ધોની મળ્યો તેના બે નાનકડા ફેનથી

ધોની મળ્યો તેના બે નાનકડા ફેનથી

મંગળવારે, મુંબઇમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બે બાળ કલાકાર રમેશ અને વિધનેશને મળ્યો. આ બન્ને બાળકો ધોનીના ફેન છે. અને ધોનીને મળવા તે ખાસ મુંબઇ આવ્યા હતા.

દિલ્હીમાં વરસાદી વાદળોનું આગમન

દિલ્હીમાં વરસાદી વાદળોનું આગમન

મંગળવારે, દિલ્હીના સાઉથ બ્લોકમાં પાડેલો આ ફોટો બતાવે છે કે દિલ્હીમાં નજીકના ભવિષ્યમાં મેધરાજાનું આગમન થવાનું છે.

English summary
10 June: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X