For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબ: ધુમ્મસને કારણે અથડાઇ ગાડીઓ, 10નું મૃત્યુ

પંજાબના બઠિંડામાં ધુમ્મસને કારણે થયેલ એક કારમો અકસ્માત થયો હતો. આ અકસ્મતમાં 10 વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ અંગે વધુ વાંચો અહીં.

By Shachi
|
Google Oneindia Gujarati News

પંજાબના બઠિંડામાં ધુમ્મસને કારણે થયેલ એક કારમો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 10 વિદ્યાર્થીઓનું મૃત્યુ થયું હતું. ઉપલબ્ધ જાણકારી અનુસાર, વિદ્યાર્થીઓ બસ સ્ટોપ પર બસની રાહ જોઇ રહ્યાં હતા, એ સમયે જ ત્યાં આવેલ બસે આ વિદ્યાર્થીઓને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. બસ સ્ટોપ પર ઊભેલા તમામ વિદ્યાર્થીઓ બસ નીચે આવી જતાં ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. બુધવારની સવારે વાતાવરણમાં ફેલાયેલા ધુમ્મસને કારણે આ ઘટના ઘટી હતી.

Accident

ધુમ્મસને કારણે રસ્તા પર લગભગ 35 ગાડીઓ અથડાઇ હતી. પોલીસ અનુસાર, આ વિદ્યાર્થીઓ કોલેજના હતા અને બસની રાહ જોઇ રહ્યાં હતા. અકસ્માતમાં 10 વિદ્યાર્થીઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું તથા 17 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે ટ્વીટ કરી આ ઘટનામાં મૃત્યુ પામનારા માટે શોક વ્યક્ત કર્યો હતો. પંજાબના નાણાં મંત્રી અને બઠિંડાના ધારાસભ્ય મનપ્રીત સિંહ બાદલે મૃતકોના પરિવારજનોને એક લાખ રૂપિયા તેમજ ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા વળતર રૂપે આપવાની જાહેરાત કરી હતી.

English summary
10 killed in Bathinda as truck ploughs through crowd at accident site in smog. Read more Detail here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X