For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્ર સરકારની નોકરીઓમાં 10% અનામત 1 ફેબ્રુઆરીથી લાગુ થશે

કેન્દ્ર સરકારની નોકરીઓમાં 10% અનામત 1 ફેબ્રુઆરીથી લાગુ થશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણી પહેલા જેવી રીતે કેન્દ્ર સરકારે ગરીબ સવર્ણોને આરક્ષણ આપવાનો ફેસલો લીધો છે તેને 1લી ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકારની નોકરીઓમાં લાગુ કરવામાં આવશે. ચૂંટણીને જોતા સરકાર આ ફેસલાને લાગુ કરવામાં કોઈપણ પ્રકારનું મોડું કરવા નથી માગતી. જેથી 1લી ફેબ્રુઆરીથી જ કેન્દ્રીય નોકરીઓમાં આરક્ષણ લાગુ કરી દેવામાં આવશે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે આર્થિક રૂપે ગરીબ સામાન્ય વર્ગના લોકોને શિક્ષા અને રોજગારીમાં 10 ટકા અનામત આપવાનો ફેસલો લીધો હતો, સરકારના આ બિલ બંને સદનમાં લીલી ઝંડી મળી ગઈ હતી.

reservation bill

આરક્ષણ સંબંધી કાનૂનને લઈ કેન્દ્ર સરકારે આદેશ જાહેર કર્યો જેમાં કહેવામાં આવ્યું છે કે 1લી ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકારની તમામ નોકરીઓમાં સવર્ણ આરક્ષણ લાગુ થશે. આ નોટિફિકેશન 19 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જે પરિવારોની આવક 8 લાખ રૂપિયાથી ઓછી હોય અને તેમણે અત્યાર સુધીમાં કોઈપણ પ્રકારનું આરક્ષણ નથી લીધું તો તેમને નવી વ્યવસ્થા અંતર્ગત અનામત આપવામાં આવશે.

કાર્મિક વિભાગ તરફથી જે આદેશ જાહેર કરવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે આરક્ષણ માટે અરજી કરનાર અરજદારના માતા-પિતાની સાથે તેમના ભાઈ-બહેન, પત્ની, બાળકોને પણ આ શ્રેણીમાં જ રાખવામાં આશે. સાથે જ પરિવારની આર્થિક સ્થિતિની તપાસ પણ કરવામાં આવશે. સાથે જ પરિવારની આર્થિક સ્થિતિની તપાસ કરવામાં આવશે. આ દરમિયાન ખેતી, નોકરી, વ્યાપાર અને આવકના તમામ સ્રોતોને જોડવામાં આવશે, જે બાદ જો પરિવારની આવક વાર્ષિક 8 લાખ રૂપિયાથી ઓછી હોય ચે તે તેમને આરક્ષણ માટે યોગ્ય માનવામાં આવશે.

આ પણ વાંચો- અમદાવાદઃ બિટકોઈન ખંડણી કેસમાં સસ્પેન્ડેડ SPને મળ્યા જામીન

English summary
10 percent Upper class reservation will be implemented in central gov job from 1 Feb.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X