For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોણ છે આ ત્રણ સાંસદ જેમણે આરક્ષણ બિલની વિરુદ્ધમાં કર્યું વોટિંગ

કોણ છે આ ત્રણ સાંસદ જેમણે આરક્ષણ બિલનો વિરોધ કર્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભામાં સવર્ણ ગરીબોને સરકારી નોકરી અને શિક્ષણમાં 10 ટકા આરક્ષણ મળવાનો રસ્તો સાફ થઈ ગયો છે. સવર્ણ આરક્ષણ બિલ લકોસભામાં પા થઈ ગયું છે. લોકસભામાં આરક્ષણ માટે લાવવામાં આેલ 124મા સંવિધાન સંશોધન બિલના પક્ષમાં 323 વોટ પડ્યા, જ્યારે વિરોધમાં માત્ર 3 વોટ જ પડ્યા. હવે આ બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.

લોકસભામાં થયું વોટિંગ

લોકસભામાં થયું વોટિંગ

કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહલોતે 124મા સંવિધાન સંશોધન બિલ લોકસભામાં રજૂ કર્યું, જે બાદ આ બિલ પર 5 કલાક લાંબી ચર્ચા ચાલી. સદનમાં હાજર મોટાભાગની પાર્ટીએ આ બિલનો ખુલ્લીને વિરોધ નહોતો કર્યો. કોંગ્રેસે પણ બિલનો વિરોધ ન કર્યો, પરંતુ પાર્ટીએ માંગ કરી હતી કે બિલ પહેલા સંયુક્ત સંસદીય સમિતિ પાસે મોકલવામાં આવે.

આમણે કર્યો વિરોધ

આમણે કર્યો વિરોધ

સદનમાં ચર્ચા દરમિયાન અન્નાદ્રમુકના એમ થિંબિદુરે, આઈયૂએમએલના ઈટી મોહમ્મદ બશીર અને એઆઈએમઆઈએમના અસાદુદ્દીન ઓવૈસીએ આ બિલનો ભારે વિરોધ કર્યો હતો. આ બિલ પર ચર્ચા કરતાં અસદુદ્દીન ઓવૈસીએ આ બિલને દગો ગણાવતા કહ્યું કે હું આ બિલનો વિરોધ કરું છું, કેમ કે આ બિલ દગો છે. તેમણે કહ્યું કે આ બિલના માધ્યમથી બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યું છે. ડિબેટ સમયે કેટલાય પક્ષોએ આરોપ લગાવ્યો કે સરકાર આ બિલને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લાવી છે, પરંતુ આખરે વોટિંગ દ્વારા આ બિલ પાસ કરાવી લીધું.

હવે રાજ્યસભામાં થશે રજૂ

હવે રાજ્યસભામાં થશે રજૂ

હવે બુધવારે આ બિલ રાજ્યસભામાં રજુ થશે. રાજ્યસભામાં સાંસદોની સંખ્યા 244 છે. બિલ પાસ કરાવવા માટે બે તૃતિયાંશ એટલે કે 163 વોટની જરૂરત હશે. રાજ્યસભામાં ભાજપના 73 સહિત એનડીએની પાસે 88 સાંસદ છે. જ્યારે કોંગ્રેસના 50, સપાના 13 અને બસપાના 4, રાકાંપાના 4 અને આપના 3 સાંસદ છે, જેમણે બિલનું સમર્થન કર્યું છે.

જાતિગત આરક્ષણની સીમા 50 ટકા હતી, આર્થિક માટે નહિઃ અરુણ જેટલીજાતિગત આરક્ષણની સીમા 50 ટકા હતી, આર્થિક માટે નહિઃ અરુણ જેટલી

English summary
10% quota for poorer sections gets Lok Sabha nod, These 3 MPs Oppose Upper caste qouta Bill.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X