For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10 કારણો : કિરણ બેદીનો ભાજપ પ્રવેશ દિલ્હી ચૂંટણી માટે કેમ ગેમ ચેન્જર સાબિત થશે?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 જાન્યુઆરી : ભારતના પ્રથમ મહિલા આઇપીએસ અધિકારી અને સામાજિક કાર્યકર્તા કિરણ બેદીએ 15 જાન્યુઆરીના રોજ વિધિવત રીતે ભાજપમાં એન્ટ્રી કરી લીધી છે. આ પ્રસંગે સ્વયં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કિરણ દિલ્હીની ચૂંટણીઓ લશે. આ બાબત દર્શાવે છે કે દિલ્હીની ચૂંટણીઓમાં કિરણનું મહત્વ કેટલું મોટું છે.

કિરણ બેદી કઇ બેઠક પરથી ચૂંટણી લડશે અને તેમની દિલ્હીના મુખ્યમંત્રી પદની દાવેદારી અંગે પણ હજી સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ભાજપ હજી પોતાના પત્તા ખોલવા માંગતી નથી. પણ ભાજપમાં કિરણ બેદીની એન્ટ્રીથી એક વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે અમિત શાહ દિલ્હી ચૂંટણીઓમાં ભાજપનો સિક્કો જમાવવા માટે કિરણ બદીને ગેમ ચેન્જર તરીકે લઇ આવ્યા છે.

કિરણ બેદી દિલ્હી ચૂંટણીઓમાં કેમ ગેમ ચેન્જર સાબિત થશે? તેના કારણો જાણવા આગળ ક્લિક કરતા જાવ...

1. સ્ટ્રોંગ ઇમેજ

1. સ્ટ્રોંગ ઇમેજ


ભાજપને દિલ્હીના ઇલેક્શન માટે સ્થાનિક સ્તરે એક સ્ટ્રોંગ ઇમેજ ધરાવતો ચહેરો મળી ગયો છે. ભાજપ અત્યાર સુધી નરેન્દ્ર મોદીના નામ પર ચૂંટણી લડી રહી હતી. હવે કિરણ બેદીને હાઇલાઇટ કરીને વિરોધીઓને ધૂળ ચટાડવામાં આવશે.

2. હવે મોદી નહીં, બેદી વિરુધ્ધ કેજરીવાલ

2. હવે મોદી નહીં, બેદી વિરુધ્ધ કેજરીવાલ


ભાજપને અરવિંદ કેજરીવાલ સામે નરેન્દ્ર મોદીની ફાઇટ આપવી પડતી હતી, છતાં મોદી તો ચૂંટણી લડવાના નથી. આ પ્રશ્ન મતદારને વિચાર કરવા પર મજબૂર કરતો હતો. હવે કિરણના આવવાથી વોટર્સને માટે કેજરીવાલની સામે કિરણ બેદી તરીકેનો વિકલ્પ ખુલ્યો છે.

3. કિરણ બેદી પાસે વધારે તાકાત

3. કિરણ બેદી પાસે વધારે તાકાત


કિરણ બેદી અને અરવિંદ કેજરીવાલનો રાજકીય જન્મ અણ્ણા હજારેના આંદોલનમાંથી જ થયો છે. આમ છતાં કિરણ વધારે તાકાતવર સાબિત થયે કારણ કે તેમને ભાજપ જેવી સ્ટ્રોંગ અને કેન્દ્રમાં સત્તારૂઢ પાર્ટીથી પોતાનું રાજકીય કરિયર શરૂ કરવાની તક મળી છે. જ્યારે કેજરીવાલની આપ હજી ઝોલા ખાય છે.

4. મોદીના નામના સહારાની જરૂર ઓછી

4. મોદીના નામના સહારાની જરૂર ઓછી


કિરણ બેદી પોતે એટલા સ્ટ્રોંગ છે કે તેમને ચૂંટણી જીતવા નરેન્દ્ર મોદીના નામના સહારાની જરૂર ઓછી પડશે. તેમની પોતાની એક ઓળક અને પ્રભાવ છે.

5. બિદી બનશે કેજરીવાલ સામે હુકમનો એક્કો

5. બિદી બનશે કેજરીવાલ સામે હુકમનો એક્કો


દિલ્હી ભાજપમાં બ્રાહ્મણ અને વાણિયા લોબીના પરસ્પરની ખેંચતાણને કારણે ભાજપને અત્યાર સુધી કેજરીવાલ સામે કોઇ મજબૂત ઉમેદવાર મળી શક્યો ન હતો. હવે કિરણ બેદીના આવવાથી એક મુંઝવણ દૂર થઇ છે.

6. વિરોધીની રગે રગ જાણે છે બેદી

6. વિરોધીની રગે રગ જાણે છે બેદી


કેજરીવાલ અને બેદી એક સાથે કામ કરી ચૂક્યા હોવાથી તેમને એક બીજાની રગેરગનો ખ્યાલ છે. ભાજપાનો સાથ મળવાથી કિરણ બેદી માટે કેજરીવાલ પર જોરદાર હુમલો કરવો સરળ બની જશે.

7. અલ્પસંખ્યકોના વોટ મળશે

7. અલ્પસંખ્યકોના વોટ મળશે


કિરણ બેદી હિન્દુવાદી ચહેરો નથી. આ કારણે ભાજપને દિલ્હીમાં અલ્પસંખ્યકોના વોટ મેળવવામાં પણ સહાયતા મળશે.

8. સુરક્ષા મુદ્દે વોટર્સ બેદીના પક્ષમાં

8. સુરક્ષા મુદ્દે વોટર્સ બેદીના પક્ષમાં


કિરણ બેદી પૂર્વ આઇપીએસ અધિકારી રહી ચૂક્યા હોવાથી દિલ્હીમાં મહિલાઓની સુરક્ષાના મુદ્દે મતદારો કેજરીવાલની સરખામણીમાં બેદી પર વધારે વિશ્વાસ મુકશે. જેનો લાભ ભાજપને મળશે.

9. દિલ્હીમાં ભાજપને મળશે મીડિયા હાઇલાઇટ

9. દિલ્હીમાં ભાજપને મળશે મીડિયા હાઇલાઇટ


દિલ્હી ઇલેક્શન 2015માં અત્યાર સુધી મીડિયામાં કેજરીવાલને જ મીડિયાએ વધારે હાઇલાઇટ કર્યા છે. કારણ કે ભાજપ પાસે કોઇ ચહેરો ન હતો. હવે કિરણના આવવાથી ભાજપ પણ વધારે હાઇલાઇટ થશે.

10. કોંગ્રેસને પણ આપશે ટક્કર

10. કોંગ્રેસને પણ આપશે ટક્કર


દિલ્હીમાં ભાજપ કિરણ બેદીનો સાથ લઇને માત્ર આપ નહીં કોંગ્રેસને પણ ટક્કર આપવા માટે સક્ષમ બની છે. જેના કારણે કિરણ બેદી ગેમ ચેન્જર સાબિત થશે.

English summary
10 reasons : Why Kiran Bedi's BJP joining is game changer in Delhi Election 2015.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X