બેંકિંગ અને ડ્રાઈવિંગ લાઈસેન્સ અપડેટ થશે, કાલથી આ નિયમો બદલાય જશે
નવી દિલ્હીઃ પહેલી ઓક્ટોબરે મંગળવારેથી કેટલીય ચીજોના નિયમો બદલાય જશે અને આ બદલાવ તમારી રોજીંદી જિંદગી સાથે જોડાયેલ છે. સૌથી પહેલા તો તમારે ડ્રાઈવિંગ લાઈસેન્સ અપડેટ કરાવવાનું રહેશે. જેના માટે તમારે આરટીઓ ઑફિસના ચક્કર લગાવવાની જરૂરત નહિ પડે આ પ્રક્રિયા ઓનલાઈન પૂરી કરી લેવામાં આવશે. સાથે જ RBI પણ નવો ન્યમ લાગૂ કરવા જઈ રહી છે જેની અસર કરોડો ગ્રાહકો પર પડવા જઈ રહી છે. પેટ્રોલ-ડીઝલ ઓનલાઈન ખરીદવા પર મળતા કેશબેક હવે નહિ મળે અને કેટલીય ચીજો પર ઘટાડવામાં આવેલ જીએસટી દર લાગૂ થઈ જશે. અહીં જાણો 1 ઓક્ટોબરથી આ વસ્તુઓમાં બદલાવ આવશે.

ડ્રાઈવિંગ લાઈસેંસમાં બદલાવ
એક ઓક્ટોબરથી ડ્રાઈવિંગ લાઈસેંસ બનાવવાના નિયમો બદલાઈ જશે અને તમારે જૂનું લાઈસેન્સ અપડેટ કરાવવું પડશે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન થશે. આ નિયમ બાદ ડ્રાઈવિંગ લાઈસેન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એક જ રંગના થઈ જશે. સાથે જ ડ્રાઈવિંગ લાઈસેંસ અને આરસી બૂકમાં માઈક્રોચિપ ઉપરાંત ક્યૂઆર કોડ પણ આપવામાં આવશે.

બેંકિંગ નિયમોમાં બદલાવ
સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં એક ઓક્ટોબરે મંથલી એવરેજ બેલેન્સને મેન્ટેન ન કરવા પર દંડમાં 80 ટકાનો ઘટાડો કરી દેવામાં આવશે. જો મેટ્રો સિટીમાં તમારું બેંક અકાઉન્ટ છે કે મંથલી એવરેજ બેલેન્સ ઘટીને ત્રણ હજાર રૂપિયા થઈ જશે. જો મેટ્રોસિટી ખાતાધારક 3000 રૂપિયાનું બેલેન્સ નથી રાખી શકતો તો તેનું બેલેન્સ 75 ટકા ઘટી જશે અને દંડ તરીકે 80 રૂપિયા સાથે જીએસટી આપવું પડશે.

જીએસટી
50થી 75 ટકા ઓછું બેલેન્સ રખનારાઓએ 12 રૂપિયા પ્લસ જીએસટી, 50 ટકાથી ઓછું બેલેન્સ હોવા પર 10 રૂપિયા અને જીએસટી આપવાનું રહેશે.

ટ્રાન્જેક્શન
મેટ્રો સિટીના ગ્રાહકોને SBI 10 ટ્રાન્ઝેક્શન મફત આપશે જ્યારે અન્ય શહેરો માટે 12 ટ્રાન્ઝેક્શન ફ્રી મળશે.

ડીઝલ ખરીદી
એસબીઆઈ ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ-ડીઝલ ખરીદવા પર હવે તમને 0.75 ટકા કેશબેક નહિ મળે. એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસીએ કેશબેક સ્કીમને પરત લેવાનો નિર્દેશ આપ્યો છે.

જીએસટીના નવા રેટ લાગૂ
જીએસટીના નવા દર લાગૂ થઈ જશે. 1000 રૂપિયા સુધીના ભાડાં વાળા રૂમ પર હવે ટેક્સ નહિ લાગે. જે બાદ 7500 રૂપિયા ટેરિફ વાળા રૂમ માટે 12 ટકા જીએસટી લાગશે. 10થી 13 સીટો સુધી પેટ્રોલ-ડીઝલ વાહનો પર સેસ ઘટી જશે.

આ વસ્તુ પર જીએસટી વધશે
જો કે કેટલીય ચીજો પર જીએસટી વધી જશે. રેલ ગાડીની સવારી ડબ્બા અને વેગન પરનો જીએસટી દર 5 ટકાથી 12 ટકા થઈ જશે. કેફીનવાળા પ્રવાહી પદાર્થો પર 28 ટકા જીએસટી થઈ જશે સાથે જ 12 ટકા વધારાનો સેસ પણ લાગશે.

પેંશન
સરકારી કર્મચારીઓની પેંશન પૉલિસી પણ બદલાઈ જશે. કોઈ કર્મચારીની સર્વિસને 7 વર્ષ પૂરા થઈ ગયાં અને તેનું મૃત્યુ થઈ જાય છે તો તેના પરિવારને વધેલા પેંશનમાં લાભ મળશે.

કૉર્પોરેટ ટેક્સ
કૉર્પોરેટ ટેક્સને સરકારે 30 ટકાથી ઘટાડી 22 ટકા કરી દધી છે જે લાગૂ થઈ જશે. 1 ઑક્ટોબર બાદ સેટઅપ કરેલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પાસે 15 ટકા ટેક્સ ભરવાનો વિકલ્પ હશે.

પ્લાસ્ટિક પર પ્રતિબંધ
આ ઉપરાંત 2જી ઓક્ટોબર એટલે કે 150મી ગાંધી જયંતિ પર આખા દેશમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાગી જશે.