For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છેલ્લા 15 દિવસમાં આફ્રિકન દેશોમાંથી 1000 મુસાફરો મુંબઈ આવ્યા, BMC પાસે માત્ર 466 મુસાફરોની યાદી

કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનનો ખતરો ભારત પર સતત મંડરાઈ રહ્યો છે. ભારત સરકારે પણ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન મુંબઈથી એક મોટા સમાચાર આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈ : કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનનો ખતરો ભારત પર સતત મંડરાઈ રહ્યો છે. ભારત સરકારે પણ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન મુંબઈથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. વાસ્તવમાં મુંબઈમાં છેલ્લા 15 દિવસમાં ઓછામાં ઓછા 1000 મુસાફરો એવા છે, જેઓ આફ્રિકન દેશોમાંથી પાછા ફર્યા છે, જ્યાં કોરોનાનું નવો વેરિયન્ટ જોવા મળ્યું છે, પરંતુ BMC આ 1000 મુસાફરોમાંથી માત્ર 466ને જ શોધી શક્યું છે. જેમાંથી માત્ર 100 મુસાફરોના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ માહિતી BMCના એક વરિષ્ઠ અધિકારીએ આપી છે.

100 મુસાફરોનો કરાયો કોરોના ટેસ્ટ

100 મુસાફરોનો કરાયો કોરોના ટેસ્ટ

BMCના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું છે કે, એરપોર્ટ ઓથોરિટીએ માહિતી આપી છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં આફ્રિકન દેશોમાંથીલગભગ 1000 મુસાફરો મુંબઈ પરત ફર્યા છે, પરંતુ તેમાંથી માત્ર 466 મુસાફરોની વિગતો તેમની પાસે છે.

આ યાદી ખુદ સત્તાધિકારી દ્વારા અત્યાર સુધી અમનેસોંપવામાં આવી છે. આ 466 મુસાફરોમાંથી લગભગ 100 મુસાફરો મુંબઈના છે, જેમના સેમ્પલ અમે એકત્ર કર્યા છે. તેમનો રિપોર્ટ આગામી 2 દિવસમાં આવશે.

સંક્રમિત મુસાફરોને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં મોકલવામાં આવશે

સંક્રમિત મુસાફરોને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં મોકલવામાં આવશે

કાકાણીએ વધુમાં જણાવ્યું હતું કે, જે લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે, તેમાંથી કોઈનો રિપોર્ટ પોઝિટિવ આવશે, તો તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાંઆવશે. તે નમૂનાઓમાં ઓમિક્રોનની હાજરી શોધી કાઢવામાં આવશે.

તેમણે કહ્યું કે, જે પણ યાત્રી સંક્રમિત જોવા મળશે, તેને સેવન હિલ્સ હોસ્પિટલમાં ક્વોરેન્ટાઈનકરવામાં આવશે. કાકાણીના જણાવ્યા અનુસાર, BMCએ ઓમિક્રોન પર વધતી જતી ચિંતાઓ વચ્ચે તમામ પાંચ હોસ્પિટલને ઈમરજન્સી માટે આરક્ષિત કરી છે. આહોસ્પિટલોમાં ઈમરજન્સીની તમામ જરૂરિયાતો પૂરી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ઓમિક્રોન વેરિઅન્ટને લઈને ભારતમાં સતત હોબાળો ચાલી રહ્યો છે. મંગળવારના રોજ દિલ્હી સરકારે ફરીથી કેન્દ્ર પાસે માગ કરી છે કે, તમામઆંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ તાત્કાલિક બંધ કરવામાં આવે.

આવા સમયે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ગત અઠવાડિયે ઓમિક્રોન વેરિઅન્ટને 'એન્ગ્ઝાઈટી ટાઈપ'ના પ્રકારતરીકે ગણાવ્યું હતું.

ઓમિક્રોનના સંભવિત ખતરા સામે રાજ્યનું આરોગ્ય વિભાગ કેટલુ સજ્જ?

ઓમિક્રોનના સંભવિત ખતરા સામે રાજ્યનું આરોગ્ય વિભાગ કેટલુ સજ્જ?

ઓમિક્રોનના સંભવિત ખતરાના પગલે રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓએ સોમવારના રોજ 1 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે SOPsના કડકઅમલીકરણ માટે અમદાવાદ શહેરના એરપોર્ટ સત્તાવાળાઓ સાથેની એક સહિત ટોચની સ્તરની બેઠકો બોલાવી હતી.

આ ઉપરાંત અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરકોવિડ માટે RT PCR ટેસ્ટને આગળ વધારવામાં આવશે, જેમાં GoI દ્વારા Omicron માટે 'જોખમ' તરીકે ઓળખાતા દેશોમાંથી આવતા તમામ મુસાફરોએઆગમન પર ફરજિયાતપણે RT PCR ટેસ્ટમાંથી પસાર થવું પડશે.

'જોખમ' દેશોના મુસાફરો માટે અલગ કતાર પણ બનાવવામાં આવશે. જેઓનો રિપોર્ટ પોઝિટિવઆવે છે, તેઓને સીધા રાજ્ય નિરીક્ષણ કેન્દ્રો(સ્ટેટ ઓબ્ઝર્વેશન સેન્ટર)માં ખસેડવામાં આવશે.

English summary
1000 passengers arrived in Mumbai from African countries in last 15 days, BMC has list of only 466 passengers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X