સાવધાનઃ એર ઇન્ડિયાના 102 પાયલોટ્સ પાસે નથી લાયસન્સ
નવી દિલ્હી, 26 ઓક્ટોબરઃ જો લોકો સતત હવાઇ જહાજમાં મુસાફરી કરે છે અને ખાસ કરીને એર ઇન્ડિયામાં તેમના માટે આ સમાચાર હેરાન અને પરેશાન કરનારા છે. જીહાં, જો તમે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં યાત્રા કરી રહ્યાં છો તો દુઆ કરો કે પાયલોટનું લાયસન્સ વૈદ્ય થાય અને તે તમને સલામતીથી લેન્ડ કરાવી દે. આવી વાત અમે એટલા માટે કરી રહ્યાં છીએ, કારણ કે એર ઇન્ડિયાને જાણવા મળ્યું છેકે, તેમના બોઇંગ ફ્લીટના અંદાજે 102 પાયલોટ્સ કાયદેસર લાયસન્સ વગર વિમાન ઉડાવી રહ્યાં છે અને તેમણે લાયસન્સની વૈધ્યતા જાળવી રાખવા માટે જરૂરી ટેસ્ટ ક્લિયર પણ કર્યા નથી.
એરલાઇન્સે સફાઇ આપતા લખ્યું કે 102 પાયલોટ્સનું નક્કી કરવામાં આવેલા શેડ્યુલ અનુસાર છ મહિનામાં થનારું રૂટ ચેક કરવામાં આવ્યું નહોતું તેથી તેમના લાયસન્સ એક્સપાયર થઇ ગયા. એર ઇન્ડિયાએ કહ્યું કે, તમને અનુરોધ છેકે અમારી એરલાયન્સમાં પાયલોટ્સની ઉણપને ધ્યાનમાં રાખીને આ મામલાને જુઓ અને જેમ બને તેમ ઝડપથી તેમના લાયસન્સ રીન્યૂ કરાવી દો જેથી તે ફરીથી ઉડાનોની કમાન સંભાળી શકે.