For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકનો રાજકીય સંગ્રામઃ ભાજપના 104 ધારાસભ્યોએ ગુરુગ્રામના રિસોર્ટમાં ડેરો જમાવ્યો, 5 કોંગ્રેસી MLA

ભાજપના 104 ધારાસભ્યોએ ગુરુગ્રામના રિસોર્ટમાં ડેરો જમાવ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કર્ણાટકમાં સત્તાનું નાટક ફરીથી શરૂ થઈ ગયું છે. વિધાનસભા ચૂંટણીના લગભગ સાત મહિના બાદ ફરીથી કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને ભાજપ પર ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે. આ બધાની વચ્ચે ભાજપે તમામ 104 ધારાસભ્યોને ગુરુગ્રામની એક હોટલમાં શિફ્ટ કરાવી દીધા છે. જ્યારે કોંગ્રેસના 5 ધારાસભ્યો લાપતા જણાવવામાં આવી રહ્યા છે. એટલું જ નહિ, બીએસ યેદુરપ્પા પણ દિલ્હી પહોંચ્યા છે.

કોંગ્રેસના 10 અને જેડીએસના 3 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં

કોંગ્રેસના 10 અને જેડીએસના 3 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં

સૂત્રો મુજબ કોંગ્રેસના 10 અને જેડીએસના 3 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. ભાજપની કોશિશ છે કે જલદી જ અન્ય કેટલાક ધારાસભ્યોને આ 13 ધારાસભ્યોની સાથે રાજીનામું આપ્યા બાદ ભાજપ કર્ણાટકમાં કુમારસ્વામી સરકાર વિરુદ્ધ આગામી અઠવાડિયે અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવશે. ભાજપનો આરોપ છે કે રાજ્યના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી ધારાસભ્યોને તોડવાની કોશિશ કરી રહ્યા છે. ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પાએ કહ્યું કે, જનતા દળ સેક્યુલર (જેડીએસ) ભાજપી ધારાસભ્યોને તોડવા માગે છે. અમે એકજુટ છીએ.

કોંગ્રેસમાં ટેન્શનનો માહોલ

કોંગ્રેસમાં ટેન્શનનો માહોલ

રાજ્યમાં સત્તારુઢ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને ભાજપ પર ધારાસભ્યોને લાલચ આપી તોડવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ કહ્યું કે સ્થિર સરકાર ચલાવવા માટે તેમની પાસે પર્યાપ્ત સંખ્યાબળ છે. અગાઉ કર્ણાટકના સિંચાઈ મંત્રી ડીકે શિવકુમારે મીડિયાને જણાવ્યું કે કોંગ્રેસના 3 ધારાસભ્યો મુંબઈમાં છે, જેમને ખરીદવાની કોશિશ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ધારાસભ્યોનું હોર્સ ટ્રેડિંગ કરી કોંગ્રેસ-જેડીએસની સરકારને અસ્થિર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

ઓપરેશન કમલે ભાજપની ચિંતા વધારી

ઓપરેશન કમલે ભાજપની ચિંતા વધારી

કુમારસ્વામીએ કહ્યું કે, મેં મીડિયામાં સમાચાર જોયા છે. આજે પણ મેં પણ મેં સમાચારમાં જોયું કે 17 જાન્યુઆરીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે મને નથી ખબર કે મીડિયાને આવા પ્રકારના અહેવાલો કોણ આપી રહ્યું છે, સમાચાર જોઈને હું આશ્ચર્ય ચકિત થઈ ગયો હતો. 224 સભ્યોવાળી વિધાનસભામાં ભાજપના 103 ધારાસભ્યો, કોંગ્રેસના 79, જેડીએસના 37, બસપા, કેપીજેપી અને અપક્ષના એક-એક ધારાસભ્યો છે. બસપા, કેપીજેપી અને અપક્ષ ધારાસભ્યો ગઠબંધનવાળી સરકારનું સમર્થન કરી રહ્યા છે.

આ પણ વાંચો-આલોક વર્માને હટાવનારી પેનલનો ભાગ બનવા માંગતા ના હતા જસ્ટિસ સિકરી

English summary
104 Karnataka BJP MLAs Moved To Gurgaon Resort, 5 Of Congress Missing
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X