For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારી દીકરી ઊંધમાં કહે છે પપ્પા, મમ્મીને નહીં મારો

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

લિપિકા ભારતી: મારી દીકરી ઊંધમાં કહે છે પપ્પા, મમ્મીને નહીં મારો.

લિપિકા ભારતી: મારી દીકરી ઊંધમાં કહે છે પપ્પા, મમ્મીને નહીં મારો.

તો સોમનાથની પત્ની કહ્યું સોમનાથ અનેકવાર મને શારિરીક અને માનસિક ઇજા પહોંચાડી ચૂક્યો છે. મારા શરીર પર અનેક નિશાન છે. મારા બાળકોને સામે તે મને મારે છે. મારી છોકરી ઊંધમાં બોલે છે પપ્પા, મમ્મીને નહીં મારો. હું હવે મારા બાળકો સાથે અલગ થઇને સ્વાભિમાનની જીંદગી જીવવા માંગુ છું. નોંધનયી છે કે દ્વારકામાં પણ તેમણે વર્ષ 2011માં આવી જ ફરિયાદ કરી હતી.

કેજરીવાલના ઘર સામે ભાજપે કર્યું વિરોધ પ્રદર્શન

કેજરીવાલના ઘર સામે ભાજપે કર્યું વિરોધ પ્રદર્શન

ત્યારે આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતી દ્વારા તેમની પત્ની પર થયેલી ધરેલૂ હિંસા બાદ આજે ભાજપના મહિલા મોર્ચા સમિતિની મહિલાઓએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરની સામે વિરોધ પ્રદર્શન કર્યું. વધુમાં તેમણે કેજરીવાલને મળવા આવેલા સોમનાથ ભારતીની ગાડીને રોકી કાળા ઝંડા ફરકાવ્યા.

મોદીએ વાજપાઇને સોંપ્યો બાંગ્લાદેશથી મળેલ એવોર્ડ

મોદીએ વાજપાઇને સોંપ્યો બાંગ્લાદેશથી મળેલ એવોર્ડ

ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇને બાંગ્લાદેશે લિબરેશન વોર એવોર્ડથી સન્માનિત કર્યા હતા. ત્યારે પોતાની બાંગ્લાદેશની યાત્રા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ સાથે વાજપાઇના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમણે વાજપાઇજીના પરિવારને આ એવોર્ડ સુપરત કર્યો હતો.

દારુલ ઉલેમા કહ્યું યોગ એક વ્યાયામ છે

દારુલ ઉલેમા કહ્યું યોગ એક વ્યાયામ છે

યોગ દિવસ પર જ્યાં ચારે બાજુ વિવાદ થઇ રહ્યો છે ત્યારે મુસ્લિમોની મોટી સંસ્થા દારુલ ઉલૂમે યોગનું સમર્થન કરતા નિવેદન બહાર પાડ્યું છે.
તેમણે કહ્યું છે કે યોગને ધર્મથી ના જોડવો જોઇએ. અને તેના વિરુદ્ધ કોઇ ફતવો પણ ના નીકાળવો જોઇએ. કારણ કે યોગ એક વ્યાયામ છે.

મ્યાનમાર ઓપરેશન કોઇ ફોટો જાહેર નથી કરાયો

મ્યાનમાર ઓપરેશન કોઇ ફોટો જાહેર નથી કરાયો

મ્યાનમાર ઓપરેશનની જે તસ્વીરો વાયરલ થઇ છે તે જૂની છે અને તેનો આ ઓપરેશન સાથે કોઇ સંબંધ નથી. વધુમાં મ્યાનમાર ઓપરેશનની કોઇ પણ તસવીરને અધિકૃત રીતે જાહેર કરવામાં નથી આવી તેવી જાણકારી રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ મીડિયાને આપી હતી.

આપની મુસીબત: ધરેલૂ હિંસામાં ફસાયા સોમનાથ

આપની મુસીબત: ધરેલૂ હિંસામાં ફસાયા સોમનાથ

આમ આદમી પાર્ટીના ભૂતપૂર કાનૂન પ્રધાન અને હાલના નેતા સોમનાથ ભારતી ધરેલૂ હિંસાના કેસમાં ફસાયા છે. તેમની પત્ની લિપિકા મિત્રાએ તેમની પર મારપીટનો આરોપ લગાયો છે. જે અંગે તેમણે બુધવારે દિલ્હી મહિલા આયોગ અને દિલ્હી પોલિસને ફરિયાદ કરી હતી.

લાલુના 68માં હેપ્પીવાળો બર્થ ડે

લાલુના 68માં હેપ્પીવાળો બર્થ ડે

RJD અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે આજે પટનામાં તેમના 68માં બર્થડેની ભારે ધૂમધામથી ઉજવણી કરી.

મિકા સિંહની ધરપકડ નથી થઇ, મિકાના વકીલની સ્પષ્ટતા

મિકા સિંહની ધરપકડ નથી થઇ, મિકાના વકીલની સ્પષ્ટતા

જાણીતા બોલીવૂડ સિંગર મિકા સિંહની ધરપકડની ખબરો મિડિયામાં આવ્યા બાદ મિકા સિંહના વકીલે સ્પષ્ટતા આપતા કહ્યું છે કે મિકા સિંહની ધરપકડ નથી થઇ તેમને પૂછપરછ માટે બોલાવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે એક ખાનગી ઇવેન્ટ દરમિયાન મિકા સિંહેએ એક ડોક્ટર જોડે સ્ટેજ પર મારામારી કરી હતી. મિકાના વકીલનું કહેવું હતું કે આ ડોક્ટર એક ડાન્સર છોકરીની છેડછાડ કરતો હતા. જે વિરુદ્ધ મિકા અને તે લોકો વચ્ચે બોલચાલ થઇ હતી.

તે મારી અને મારી પત્નીની વાત છે પાર્ટીને તેમાં ના જોડો: સોમનાથ ભારતી

તે મારી અને મારી પત્નીની વાત છે પાર્ટીને તેમાં ના જોડો: સોમનાથ ભારતી

જો કે બીજી તરફ સોમનાથ ભારતીએ કહ્યું કે તેમની પત્ની તેમનું રાજકીય કેરિયર બગાડવા માંગે છે. તેમણે કહ્યું કે તેમની પત્ની તેમની માં જોડે નથી રહેવા માંગતી. પોતાના પર લાગેલા તમામ આરોપેને પોકળ કહીને ભારતી કહ્યું કે આ તેમનો પારિવારીક મામલો છે અને તેમાં પાર્ટીને ના જોડવી જોઇએ.

કોઝીકોડ એરપોર્ટમાં થયેલી હિંસક ઝડપમાં CISF ના એક જવાનની મોત

કોઝીકોડ એરપોર્ટમાં થયેલી હિંસક ઝડપમાં CISF ના એક જવાનની મોત

બુધવારે, કોઝીકોડ આંતરાષ્ટ્રિય હવાઇ મથક પર એરપોર્ટ કર્મચારી અને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષાબળ (CISF)ના જવાનો વચ્ચે થઇ હિંસક ઝડપ. જેમાં જવાનો વચ્ચે ફાયરિંગ થતા એક CISF જવાનની મોત થઇ છે. અને 3 લોકો ઇજાગ્રસ્ત છે. ટ્રાંજિટ પાસ અને સુરક્ષા તપાસ મામલે આ લોકો વચ્ચે ઝગડો થયો હતો.

કેન્દ્રએ કોઝીકોડ મામલે માંગ્યો રિપોર્ટ

કેન્દ્રએ કોઝીકોડ મામલે માંગ્યો રિપોર્ટ

તો બીજી તરફ કેન્દ્રિય ગૃહ રાજ્ય પ્રધાન કિરણ રિજીજૂએ કોઝીકોડ એરપોર્ટમાં સખ્ત પગલા લેતા રિપોર્ટની માંગ કરી છે. વધુમાં તેમણે કહ્યું છે કે આ ધટનામાં દોષીઓને છોડવામાં નહીં આવે.

જીતેન્દ્ર તોમર મામલે પોલિસે સીલ કર્યા દસ્તાવેઝ

જીતેન્દ્ર તોમર મામલે પોલિસે સીલ કર્યા દસ્તાવેઝ

આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કાનૂન પ્રધાન જીતેન્દ્ર સિંહ તોમરની નકલી ડિગ્રી પ્રકરણે મુશ્કેલીઓ વધી રહી છે. બુધવારે રામ મનોહર લોહિયા અવધ વિશ્વવિદ્યાલયમાં પોલિસ સાથે પહોંચેલા તોમરની ખાસ પૂછપરછ કરવામાં આવી. વધુમાં કોલેજના વીવીએ પણ તોમની ડિગ્રીને મિડિયા સામે નકલી જાણવી. જે પર પોલિસે આ અનેક દસ્તાવેજો સીલ કર્યા છે.

અસમના 13 જિલ્લામાં પૂર, બે લાખ લોકો પ્રભાવિત

અસમના 13 જિલ્લામાં પૂર, બે લાખ લોકો પ્રભાવિત

અસમના 13 રાજ્યમાં સરકારે પૂરની પરિસ્થિતિને જોતા એલર્ટ જાહેર કર્યું છે. નોંધનીય છે કે પૂરના કારણે અત્યાર સુધીમાં 4 લોકોની મોત થઇ છે. અને બે લાખની વધુ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. વધુમાં આસામમાં બ્રહ્મપુત્ર અને ભારાલી નદીઓ પણ ખતરાની ઊંચાઇ પર વહી છે.

ઓનલાઇન કોકિન ખરીદતા પકડાયા CEO

ઓનલાઇન કોકિન ખરીદતા પકડાયા CEO

ચેન્નઇની એક બહુરાષ્ટ્રિય કંપનીના સીઇઓ ઓનલાઇન ડ્રગ્સ ખરીદતા પકડાયા. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ તેમના દ્વારા ઓનલાઇન મંગાવેલા કુરિયર અને ડ્રગ સાથે તેમને રંગહાથે પકડ્યા. 50 વર્ષીય સંજીવ ભટનાગરે એક વેબસાઇટ દ્વારા પાછલા 1 વર્ષથી આ રીતે ડ્રગ્સ મંગાવી રહ્યા હતા.

પ્રથમ સ્વદેશી યુદ્ઘ જહાજ INS વિક્રાંતનું જલાવરણ

પ્રથમ સ્વદેશી યુદ્ઘ જહાજ INS વિક્રાંતનું જલાવરણ

ભારતની આઝાદીના 66 વર્ષ બાદ સંપૂર્ણ રીતે ભારતમાં બનેલું વિમાનવાહક યુદ્ધ જહાજ આઇએનએસ વિક્રાંતનું બુધવારે કોંચી ખાતે જલાવરણ કરવામાં આવ્યું.

પર્રિકર- ભારતને નવી છબી મળી છે

પર્રિકર- ભારતને નવી છબી મળી છે

મ્યાનમારમાં ભારતીય સેના કરેલ ઓપરેશન પર પ્રતિક્રિયા આપતા રક્ષા મંત્રી મનોહર પર્રિકરે કહ્યું કે આવા ઓપરેશન દ્વારા સેનાનું મનોબળ વધ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે ઉગ્રવાદીઓ પર કાર્યવાહી કરવા માટે આપણે કોઇ બીજા પર નિર્ભર ના રહેવું જોઇએ. આ કાર્યવાહીએ પૂરા દેશની વિચારવાની રીત બદલી છે.

ફરિદાબાદમાં યુવતીઓ કર્યું ભારતીય સેનાને સલામ

ફરિદાબાદમાં યુવતીઓ કર્યું ભારતીય સેનાને સલામ

મ્યાનમારમાં ભારતીય સેના કરેલ ઓપરેશન બાદ ભારતભરમાં લોકો ભારતીય સેનાના ગુણગાન અને વાહવાઇ કરી રહ્યા છે. આ ગર્વની ક્ષણે ફરિદાબાદમાં કેટલીક યુવતીઓએ હોર્ડિંગ દર્શાવીને ભારતીય સેનાને સલામી આપી હતી.

ભોપાલમાં મ્યાનમાર જીતનો જલસો ઉજવાયો

ભોપાલમાં મ્યાનમાર જીતનો જલસો ઉજવાયો

ભોપાલમાં ભાજપના કાર્યકર્તાઓએ મ્યાનમારમાં ભારતીય સેના દ્વારા થયેલા સફળ ઓપરેશન પર ફટાકડા ફોડીને મનાવ્યો ઉત્સવ.

કૈલાશ માનસરોવર યાત્રા માટે નાથૂલા દ્વારા ખુલ્યો.

કૈલાશ માનસરોવર યાત્રા માટે નાથૂલા દ્વારા ખુલ્યો.

કૈલાશ માનસરોવર યાત્રા માટે નાથૂલા દ્વારને ખોલવામાં આવ્યો. જે પર કેન્દ્રિય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે આજે કાર્યક્રમ જાહેર કર્યો છે. જે મુજબ આ વખતે આ યાત્રામાં 60 યાત્રીઓ ધરાવતા 18 જૂથો જશે.

દિલ્હીના નવા કાનૂન પ્રધાન બન્યા કપિલ મિશ્રા

દિલ્હીના નવા કાનૂન પ્રધાન બન્યા કપિલ મિશ્રા

નકલી ડિગ્રીના કેસમાં ફસાયેલા આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કાનૂન પ્રધાન જીતેન્દ્ર તોમરે નૈતિકધોરણે પોતાનું રાજીનામું રજૂ કર્યા બાદ, આમ આદમી પાર્ટીએ દિલ્હીના નવા કાનૂન મંત્રી તરીકે કપિલ મિશ્રાની નિમણૂક કરી છે.

કોલકત્તામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ કર્યું વિરોધ પ્રદર્શન

કોલકત્તામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ કર્યું વિરોધ પ્રદર્શન

બુધવારે, કોલકત્તામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ તેમની વિવિધ માંગોને લઇને એક વિરોધ પ્રદર્શન કર્યું. જેમાં તેમણે વિધાનસભા માર્ગ પર માર્ચ કરી રાજ્ય સરકારને ત્વરીત તેમની માંગો પર પગલા લેવાનો અનુરોધ કર્યો.

નાગપુરમાં કાર અને ટ્રક વચ્ચે થયો ગોજારો અકસ્માત

નાગપુરમાં કાર અને ટ્રક વચ્ચે થયો ગોજારો અકસ્માત

બુધવારે, નાગપુરના બુટીબોરી નજીક એક ટ્રક અને કાર વચ્ચે થયેલા ગોજારા અકસ્માત બાદ લોકો પડી ગયેલી કારમાંથી ઇજાગ્રસ્ત લોકોને બહાર નીકાળી રહ્યા છે.

ઉત્તરપ્રદેશમાં ફિલ્મ

ઉત્તરપ્રદેશમાં ફિલ્મ "હમારી અધૂરી કહાની"ને કરાઇ કરમુક્ત

બુધવારે, ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ અને અભિનેતા ઇમરાન હાશ્મી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવને મળ્યા. જ્યાં અખિલેશે તેમની ફિલ્મ "હમારી અધૂરી કહાની"ને ઉત્તરપ્રદેશમાં કરમુક્તિ કરવાની ધોષણા કરી.

બેંગ્લોર પહોંચ્યા ઓમાન ફૂટબોલ ટીમના ખેલાડી

બેંગ્લોર પહોંચ્યા ઓમાન ફૂટબોલ ટીમના ખેલાડી

બુધવારે, બેંગ્લોરના ક્રાંતિર્વા સ્ટેડિયમમાં ભારતની વિરુદ્ધ ફીફા વિશ્વકપ 2018ની ક્વોલિફાઇંગ મેચમાં ભાગ લેવા માટે ઓમાન ફૂટબોલ ટીમના ખેલાડીઓ, મેચ પહેલા પ્રેક્ટિસ કરી.

મુંબઇમાં ફિલ્મ

મુંબઇમાં ફિલ્મ "બ્રધર્સ"નું ટેલર થયું લોન્ચ

બુધવારે, મુંબઇમાં અભિનેતા અક્ષય કુમાર, જૈકલિન ફર્નાડિઝ અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેમની આગામી ફિલ્મ બ્રધર્સનું ટેલર લોન્ચ કર્યું.

English summary
11 June: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X