For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યાકૂબ મેમણથી જોડાયેલી આ 11 વાતોના કારણે સલમાન ખાને કર્યું ટ્વિટ

|
Google Oneindia Gujarati News

બોલીવૂડ હિરો સલમાન ખાને વર્ષ 1993માં થયેલા મુંબઇ બોમ્બ વિસ્ફોટના આરોપી યાકૂબ મેમણની ફાંસી પર ટ્વિટ કરીને કહ્યું કે ફાંસી યાકૂબને નહીં ટાઇગર મેમણને આપવી જોઇએ. બસ સલમાન ખાને આ ટ્વિટ કર્યું અને મોટો હોબાળો થઇ ગયો.

ટ્વિટમાં સલમાન ખાને કહ્યું હતું કે ટાઇગરને ફાંસી આપો. ટાઇગરના કારણે કરીને તેના ભાઇને ફાંસી આપવામાં આવી રહી છે. ટાઇગર ક્યાં છે? ટાઇગરને પકડો, ટાઇગરને ફાંસી આપો. ટાઇગર એક ડરપોક છે. તેના ભાઇને નહીં. ક્યાં છુપાઇને બેઠો છે ટાઇગર. તે ટાઇગર નથી એક બિલાડી છે એક બિલાડીને નથી પકડી શકતા.

આવા જ કંઇક 14 ટ્વિટ સલમાન ખાને કર્યા. એટલું જ નહીં આ બાદ જાણીતા વકીલ રામ જેઠમલાણી, ભાજપના નેતા શિત્રુધ્ન સિંહા પણ યાકૂબ મેમણના બચાવમાં ઉતર્યા.

નોંધનીય છે કે આ બોમ્બ વિસ્ફોટમાં લગભગ 257 લોકોની મોત થઇ હતી. અને 712 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મેમણને આ મામલે ફાંસી આપવી કે કેમ તે મામલે સુપ્રિમ કોર્ટ મંગળવારે નિર્ણય લેશે. ત્યારે સલમાનનું આમ ટ્વિટ કરવા પાછળ પણ કેટલાક કારણો હતો. ત્યારે આ વાતના એક અલગ પહેલું ને જાણો આ ફોટોસ્લાઇડરમાં...

11 કારણો

11 કારણો

ટાઇગર મેમણ આ ધટનાનો મુખ્ય આરોપી છે. અને તેણે પોતાના ભાઇ યાકૂબ મેમણનો યુઝ કર્યો.

2

2

બોમ્બે ધમાકાનો પહેલાથી જ ટાઇગર ફરાર હતો. કહેવામાં આવી રહ્યું છે કે તે હાલ પાકિસ્તાનના કરાંચીમાં છે.

3

3

બોમ્બ બ્લાસ્ટના બે દિવસ પહેલા યાકૂબ અને તેનો પરિવાર UAE જાતો રહ્યો હતો અને તે બાદ પાકિસ્તાન.

4

4

થોડા સમય પછી યાકુબનો પરિવાર અસ્થિર થઇ ગયો અને તેણે ભારત આવવાનો નિર્ણય લીધો.

5

5

ટાઇગર મેમણ અંડરવર્લ્ડ ડોન દોસા ભાઇનો ડ્રાઇવર હતો અને તે મુંબઇના બાઇકુલામાં રહેતો હતો.

6

6

ટાઇગર જ્યારે અપરાધની દુનિયાનો રાજા હતો ત્યારે યાકૂબ મેમણ મુંબઇનો એક સફળ ચાર્ટર એકાઉન્ટન્ટ હતો.

7

7

ટાઇગર અને યાકૂબ એક જ બિલ્ડીંગમાં રહેતા હતા.

8

8

ટાઇગર ડી-કંપનીથી જોડાયેલો હતો. યાકૂબ અને તેના મિત્રોએ મેહતા એન્ડ મેમણ એસોસિયેશન નામની કંપની ખોલી

9

9

1993માં મેમણના પરિવાર તેના પરિવારની સાથે UAE અને પાકિસ્તાનની વચ્ચે આવતો જતો રહ્યો.

10

10

ભારત આવવા માટે યાકૂબે નેપાળ બોર્ડરનો ઉપયોગ કર્યો. પણ તે ત્યાં પકડાઇ ગયો.

11

11

ભારત જવાની ઠીક પહેલા ટાઇગરે યાકૂબને કહ્યું હતું કે ત્યાં તારી સાથે ન્યાય થશે.

મેમણનો પરિવાર

મેમણનો પરિવાર

યાકૂબ મેમણનો પરિવાર કહે છે કે મેમણ ધમાકા બાદ 18 મહિના પછી સરેન્ડર કરવા ઇચ્છતો હતો. પણ ટાઇગરે ના પાડી દીધી. યાકૂબની દિકરીનું કહેવું છે કે ટાઇગરે તેના પિતાને ફસાવ્યો છે. વધુમાં યાકૂબની પુત્રીએ જણાવ્યું હતું કે તેણે સુપ્રિમ કોર્ટના જજને પત્ર લખીને કહ્યું પણ હતું કે ભારતમાં તેના પ્રાણને ખતરો છે અને તે સરેન્ડર કરવા ઇચ્છે છે.

સલમાન

સલમાન

સલમાન ખાનની ટ્વિટની એ વાત તો જરૂરથી સાચી છે કે ટાઇગરને ફાંસી આપવી જોઇએ. કારણ કે ટાઇગરે બ્લાસ્ટના બે દિવસ પહેલા મુંબઇને તેના સમગ્ર પરિવાર સાથે છોડીને જતો રહ્યો હતો.

English summary
Bollywood actor Sakman Khan's comments on Yakub Memon have created controversy. People have started commenting against Salman Khan. Read 11 reasons behind Salman's 14 tweets.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X