મિશન ચંદ્રયાન-1ને આજે 11 વર્ષ પૂરાં, રચ્યો હતો આ ઈતિહાસ
નવી દિલ્હીઃ ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોના ચંદ્રયાન-1ને આજે (22 ઓક્ટોબર 2019)ના રોજ 11 વર્ષ પૂરાં થઈ ચૂક્યાં છે. ચંદ્રયાન-1ના કારણે આજે ભારતનું નામ સ્પેસ ક્લબમાં સામેલ દેશોમાં ગર્વથી લેવામાં આવે છે. 22 ઓક્ટોબર 2008ના રોજ ઈસરોએ ચંદ્ર પર ચંદ્રયાન-1 રોકેટ મોકલી ઈતિહાસ રચી દીધો હતો. ચંદ્રયાન-1એ ચાંદ પર પાણીની ખોજ કરી અને દુનિયાને જણાવ્યું કે ભારત કોઈ અન્ય દોશોથી કમ નથી. ઈસરોની આટલી મોટી ખોજથી આખી દુનિયા દંગ રહી ગઈ હતી કે આખરે ભારતે આ કેવી રીતે કર્યું, આ આખી દુનિયાની સૌથી વિશાળ ખોજ હતી.

પહેલી કોશિશમાં ઈતિહાસ રચ્યો
જણાવી દઈએ કે ચંદ્રયાન-1એ 22 ઓક્ટોબરે ચાંદ માટે ઉડાણ ભરી અને અંતરિક્ષમાં ધરતીના 7 ચકક્ર લગાવ્યા બાદ પહેલીવાર 8 નવેમ્બરે ચંદ્રની પહેલી કક્ષામાં પહોંચ્યું. ચાર વખત ચંદ્રની કક્ષામાં ચક્કર લગાવ્યા બાદ 12 નવેમ્બરે ચંદ્રયાન-1 ચંદ્રની સપાટીની નજીક 100 કિમી પર પહોંચી ગયું. ચંદ્રયાન-1ને 2 વર્ષ સુધી કામ કરવા માટે બનાવવામાં આવ્યું હતું પરંતુ અંતરિક્ષમાં રેડિએશન વધુ હોવાના કારણે તેમાં લાગેલ કોમ્પ્યુટર ખરાબ થઈ ગયાં હતાં અને માત્ર 11 મહિના જ કામ કરી શક્યું. આટલા ઓછા સમયમાં પણ ચંદ્રયાન-1એ ધરતી પર કેટલીય મહત્વની જાણકારી મોકલી, જેમાં સૌથી મોટી ખોજ ચંદ્ર પર પાણીનો પતો લગાવવાની હતી.

ચંદ્ર પર પાણીની ખોજ
11 મહિના કામ કર્યા બાદ પૃથ્વીના ડીપ નટવર્ક સાથે તેનો સંપર્ક ટૂટી ગયો અને તે અંતરિક્ષમાં જ લાપતા થઈ ગયું. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસામાં 2 જુલાઈ 201ના રોજ એકવાર ફરી ચંદર્યાન-1નો પતો લગાવવામાં આવ્યો. હાલ પણ તે ચાંદના ચક્કર લગાવી રહ્યું હતું. 11 મહિના દરમિયાન ચંદ્રયાન-1એ ચંદ્રના ચારો તરફ 3400થી વધુ ચક્કર લગાવ્યા. ચંદ્રયાન-1એ પોતાના કાર્યકાળમાં ઈસરોને 70 હજાર થ્રી ડી તસવીરો મોકલી, જેણે ચંદ્રના 70 ટકા ભાગની તસવીરો મોકલી હતી. આ ઉપરાંત ચંદ્રયાન-1 જ એવું પહેલું મિશન હતું જેમાં વૈજ્ઞાનિકોને ટેરેન મેપિંગ કેમેરાની મદદથી પહેલીવાર ચંદ્રના ખડકો અને ખાડાઓને નજીકથી જોવાનો મોકો મળ્યો.

20 વર્ષ પહેલા ચંદ્રયાન-1નો આઈડિયા આવ્યો હતો
ચંદ્રયાન-1 ભલે આજથી 11 વર્ષ પહેલા અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું હોય પરંતુ તેનો આઈડિયા 20 વર્ષ પહેલા જ આવી ગયો હતો. 1999માં ઈન્ડિયન એકેડમી ઑફ સાયન્સે આ સૂચન કર્યું અને વર્ષ 200માં એસ્ટ્રોનૉટિકલ સોસાયટી ઑફ ઈન્ડિયાએ લીલી ઝંડી દેખાડી. આ મિશનમાં દેશના મોટા-મોટા વૈજ્ઞાનિકોને સામેલ કરવામાં આવ્યા, સરકારે આ મિશનને વર્ષ 2003માં મંજૂરી આપી દીધી હતી.