For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PUBG બેન કરવા માટે 11 વર્ષના છોકરાએ સરકારને પત્ર લખ્યો

PUBG ગેમ ખુબ જ ઝડપથી લોકો વચ્ચે લોકપ્રિય થઇ રહી છે. ઘણા લોકો આ ગેમને રમતા રહે છે.

|
Google Oneindia Gujarati News

PUBG ગેમ ખુબ જ ઝડપથી લોકો વચ્ચે લોકપ્રિય થઇ રહી છે. ઘણા લોકો આ ગેમને રમતા રહે છે. એટલું જ નહીં પરંતુ આપણા દેશમાં પ્રધાનમંત્રી પણ આ ગેમ વિશે જાણે છે. આજકાલ આ ગેમ માટે ટુર્નામેન્ટ ચાલી રહી છે, જેમાં જીતનારને મોટું ઇનામ મળે છે.

pubg

PUBG ગેમ ખુબ જ ફેમસ છે પરંતુ એક એવી ઘટના પણ સામે આવી છે જેથી બધા લોકો હેરાન છે. આપને જણાવી દઈએ કે મુંબઈના બાન્દ્રામાં રહેતા એક 11 વર્ષના બાળકે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને પત્ર લખ્યો, જેમાં તેને PUBG ઓનલાઇન ગેમ બંધ કરવાની માંગ કરી છે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ ગેમ હિંસા અને સાઇબર બુલિંગને પ્રોત્સાહન આપે છે, જેથી આ ગેમને બંધ કરી દેવી જોઈએ. 11 વર્ષના બાળકે જણાવ્યું કે PUBG ઘ્વારા બાળકોને મર્ડર કરવા, લૂટપાટ અને હથિયારોનો ઉપયોગ કરવા જેવી ખતરનાક પ્રેરણા મળી રહી છે જે સમાજ માટે યોગ્ય નથી.

બોમ્બે હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવાની યોજના

11 વર્ષના બાળકે પોતાના પત્રમાં ગેમ બંધ કરવાની સાથે સાત લોકોને એડ્રેસ પણ કર્યા છે જેમાં મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ આઇટી રવિ શંકર પ્રસાદ, મહારાષ્ટ્ર ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્ર એજ્યુકેશન મિનિસ્ટર વિનોદ તાવડે સહીત સાત લોકોને નામ શામિલ છે.

હેરાન કરનારી બાબત છે કે ઑર્થોરિટી ઘ્વારા યોગ્ય જવાબ નહીં મળવાને કારણે 11 વર્ષનો બાળક બોમ્બે હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવાનું પણ વિચારી રહ્યો છે. આપણે જણાવી દઈએ કે ગુજરાત સરકાર પહેલા જ આ ગેમ પર પ્રતિબંધ લગાવી ચુકી છે.

English summary
11 year old child wrote letter to the government make pubg ban
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X