For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લશ્કર કમાંડર સહિત બે આંતકીને સેનાએ મોતને ધાટ ઉતાર્યા

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

લશ્કર કમાંડર સહિત બે આંતકીને સેનાએ મોતને ધાટ ઉતાર્યા છે.

લશ્કર કમાંડર સહિત બે આંતકીને સેનાએ મોતને ધાટ ઉતાર્યા છે.

જમ્મુ કાશ્મીરના રત્નીપોરામાં ધેરાબંદી કરીને લશ્કર એ તૈયબાના કમાન્ડર ગુલઝાર મૌલવી અને તેના સાથી શૌકત અહમદ લોનને મંગળવારે સુરક્ષાકર્મચારીઓએ મોતને ધાટ ઉતાર્યા હતા. જો કે જે બાદ પુલવામાં મોટી સંખ્યામાં લોકો દેશ વિરોધ નારા લગાવતા પોલિસે બળપ્રયોગની સાથે તેમની પર ફાયરિંગ કર્યું હતું.

સુષ્માએ કૌભાંડ કરનારની કરી છે મદદ, પીએમ જવાબ આપો

સુષ્માએ કૌભાંડ કરનારની કરી છે મદદ, પીએમ જવાબ આપો

આજે હંગામા બાદ શરૂ થયેલી લોકસભામાં છેવટે લલિત મોદીના મુદ્દા પર ચર્ચા શરૂ થઇ. જેમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂને સુષ્મા સ્વરાજ પર આરોપ લગાવ્યો કે તેણે લલિત મોદીની મદદ કરે છે. જો તેમણે માનવતાના આધારે જ મદદ કરવી હતી તો તેમણે કાનૂનની સીમામાં રહીને મદદ કરવી જોઇતી હતી. બધુ જ જાણવા છતાં સુષ્માએ લલિત મોદીની મદદ કરી છે. અને આમ કરીને તેમણે ભૂલ કરી છે જે માટે તેમણે રાજીનામું આપવું જોઇએ. વળી તેમણે આ મામલે વડાપ્રધાન જોડેથી જવાબ માંગ્યો છે.

અરણ જેટલી અને વૈકંયાએ કરી અપીલ

અરણ જેટલી અને વૈકંયાએ કરી અપીલ

તો બીજી તરફ ક્રોંગ્રેસના સવાલાનો જવાબ આપવા અરુણ જેટલીએ કહ્યું કે જે લોકો પોતાને ગરીબાના મિત્ર હોવાનો દાવો કરે છે તે ખરેખરમાં સસંદ ચાલવા ના દઇને ગરીબોના વિરુદ્ધમાં કામ કરે છે. તો બીજી તરફ વેંકૈયા નાયડૂએ હાથ જોડીને વિપક્ષને સસંદને ચાલવા દેવાની અપીલ કરી છે.

આતંકી નાવેદની પૂછપરછ કરવા જમ્મુ પહોંચ્યા એનએસઆઇ પ્રમુખ

આતંકી નાવેદની પૂછપરછ કરવા જમ્મુ પહોંચ્યા એનએસઆઇ પ્રમુખ

ઉધમપુર આતંકી હુમલાના આરોપી અને આતંકી એવા નાવેદનું ઇન્ટરોગેશન કરવા માટે એનઆઇએના પ્રમુખ શરદ જમ્મુ કાશ્મીર પહોંચ્યા. નોંધનીય છે કે એનઆઇએની વિશેષ અદાલતે નવેદને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે.

પુંછ અને બાલાકોટ સેક્ટર પાકે કર્યું ફાયરિંગ

પુંછ અને બાલાકોટ સેક્ટર પાકે કર્યું ફાયરિંગ

પાકિસ્તાને ફરી એક વાર આંતરાષ્ટ્રિય સીમા નિયમોનું ઉલ્લધન કરીને મંગળવાર રાત અને આજે સવારે પુંછ અને બાલાકોટમાં અંધાધૂધ ફાયરિંગ કર્યું છે. નોંધનીય છે કે પંદર ઓગસ્ટને હવે થોડાક દિવસોની વાર છે ત્યારે પાક. દ્વારા કોઇ ના પાક હરકત ના થાય તે માટે સેનાના જવાનો સીમા પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

મોદી માટે ટપાલમાં બંધ કરાયા બિહારીઓના નખ અને વાળ

મોદી માટે ટપાલમાં બંધ કરાયા બિહારીઓના નખ અને વાળ

ડીએનએ વિવાદે હવે તૂત પકડ્યું છે જેડીયૂના સમર્થકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવેદનનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં ટપાલમાં વાળ અને નખના સેમ્પલ મોકલી રહ્યા છે.

પાક આતંકી નાવેદની પકડાવનાર જીજા-સાળાને મળી નોકરી

પાક આતંકી નાવેદની પકડાવનાર જીજા-સાળાને મળી નોકરી

ઉધમપુરમાં પાકિસ્તાની આંતકી નાવેદને ઝીવતો પકડી પાડનાર બે બાહદૂર યુવકો રાકેશ કુમાર અને વિક્રમજીત સિંહને પોલિસમાં કોન્સટેબલ તરીકે ભર્તી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં આ સ્વતંત્રતા દિવસ પર તેમને શૌર્ય ચક્ર કે અશોક ચક્ર મળે તે આશયથી રાજ્ય પોલિસે કેન્દ્ર સરકારને એક પત્ર પણ લખ્યો છે.

અબૂ સલેમ કહ્યું તેણે સંજય દત્તે એક 47 નહતી આપી

અબૂ સલેમ કહ્યું તેણે સંજય દત્તે એક 47 નહતી આપી

અબૂ સલેમે કહ્યું કે 1993 મુંબઇ બોમ્બ વિસ્ફોટ પહેલા બોલીવૂડ એક્ટર સંજય દત્તના ઘરે જઇને તેણે સંજયને બે એક 47 અને કારતૂસ નહતા આપ્યા. નોંધનીય છે કે મુંબઇ વિસ્ફોટના આરોપીઓને પોતાના ઘરમાં પનાહ આપવાની સજા સંજય દત્ત હાલ ભોગવી રહ્યા છે. વળી તેમના ઘરમાંથી એકે 47 પણ મળી હતી. જે મામલે સલેમ કહ્યું હતું કે તેમણે કદી પણ સંજયને હથિયાર કે કારતૂસ નહતા આપ્યા.

English summary
12 August: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X