For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્ર અને દિલ્હી સરકાર બન્ને પોતાની જવાબદારીથી ભાગે છે

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

કેન્દ્ર અને દિલ્હી સરકાર બન્ને પોતાની જવાબદારીથી ભાગે છે : રાહુલ ગાંધી

કેન્દ્ર અને દિલ્હી સરકાર બન્ને પોતાની જવાબદારીથી ભાગે છે : રાહુલ ગાંધી

નોંધનીય છે કે પૂર્વ દિલ્હીના નગરનિગમના કર્મચારીઓ પાછલા કેટલાક દિવસની વેતન વધારવાની માંગ સાથે ધરણા પર બેઠા છે. જેના કારણે પૂર્વ દિલ્હીના રસ્તાઓ કચરાનો ઢગ બની ગયા છે. ત્યારે ક્રોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે આ કર્મચારીઓને મળીને તેમની મુશ્કેલી જાણવાનો પ્રયાસ કર્યો. જ્યાં તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય બન્ને તેમની જવાબદારીઓથી ભાગે છે પણ હું મારી જવાબદારી નીભાવીશ.

રાહુલ બાદ સિસોદિયા પણ કેન્દ્રનો વાંક કાઢ્યો

રાહુલ બાદ સિસોદિયા પણ કેન્દ્રનો વાંક કાઢ્યો

લાગે છે કે દિલ્હીમાં હવે નવો કચરા વિવાદ ઊભો થયો છે. આજે જ્યાં એક બાજુ રાહુલ ગાંધી MCDના કર્મચારીઓને મળી કેન્દ્ર અને રાજ્ય સરકારનો વાંક નીકાળ્યો, ત્યાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ ટ્વિટ કરીને આ મામલે કેન્દ્રનો વાંક કાઢ્યો છે. તેમણે કહ્યું કે જે રીતે દિવસમાં 10 વાર LG ટ્રાન્સફર-પોસ્ટિંગનું કામ અમારું છે તેવું કહેતા રહેતા હોય છે તેમ તેમણે કચરો ઉઠાવાનું કામ પણ અમારું છે તેવું કહી કચરો ઉઠાવી લેવો જોઇએ.

ભાજપે કહ્યું રાહુલ લોકોની ચિંતા કરવાનું નાટક કરે છે.

ભાજપે કહ્યું રાહુલ લોકોની ચિંતા કરવાનું નાટક કરે છે.

રાહુલ ગાંધી દિલ્હીમાં સફાઇ કર્મચારીઓને મળીને જ્યાં એક બાજુ કેન્દ્રની નિંદા કરી, ત્યાં જ બીજી બાજુ બીજેપીના દિલ્હી અધ્યક્ષ સતિષ ઉપાધ્યાયે કહ્યું કે રાહુલ લોકોની ચિંતા કરવાનું ખાલી નાટક કરી રહ્યા છે. તેમને તો આ દ્વારા ખાલી રાજકારણ જ રમવું છે.

ખેડૂતની મોત પર રાહુલે મોદીને નિશાનો લગાવ્યો

ખેડૂતની મોત પર રાહુલે મોદીને નિશાનો લગાવ્યો

પંજાબમાં ક્રોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધીને મળનાર ખેડૂત સૂરજીત સિંહે ગુરુવારે આત્મહત્યા કરી હતી. જે બાદ ટ્વિટર દ્વારા રાહુલ ગાંધીએ તેની મોત પર શોક વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે દોષનો ટોપલો મોદી પર નાંખતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોની ઉપેક્ષા કરવાનું બંધ કરવું જોઇએ.

તોમરની નકલી ડિગ્રી અને નકલી RTIએ કેજરીવાલ કર્યા નારાજ

તોમરની નકલી ડિગ્રી અને નકલી RTIએ કેજરીવાલ કર્યા નારાજ

નકલી ડિગ્રીના આરોપમાં ફસાયેલા આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કાનૂન પ્રધાન જીતેન્દ્ર તોમરની મુશ્કેલીઓ વધતી દેખાઇ રહી છે. દિલ્હીમાં ઉપમુખ્યમંત્રી મનિષ સિસૌદિયા જણાવ્યું કે તોમરે કેજરીવાલને એક નકલી RTI બતાવી હતી જે વાતથી કેજરીવાલ તોમરથી નાખુશ છે. અને બની શકે કે તેમને પાર્ટીમાંથી પણ નીકાળવામાં આવે.

બિહાર ચૂંટણી મામલે ભાજપે માંઝીના હાથ પકડ્યો

બિહાર ચૂંટણી મામલે ભાજપે માંઝીના હાથ પકડ્યો

બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંજી હવે ભાજપની નાવ પર ચડી ગયા છે. ગુરુવારે ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે ભેટ કર્યા બાદ આ જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ માંઝી અને ભાજપ સાથે મળીને આ ચૂંટણીમાં ઉતરશે.

કોઝિકોડ એરપોર્ટ મામલે 15ની વિરુદ્ઘ હત્યાનો કેસ

કોઝિકોડ એરપોર્ટ મામલે 15ની વિરુદ્ઘ હત્યાનો કેસ

કોઝિકોડ આંતરાષ્ટ્રિય હવાઇ મથક પર સુરક્ષાકર્મીઓ વચ્ચે થયેલી હિંસક અથડામણ મામલે 15 લોકો વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ મામલે કેન્દ્ર રિપોર્ટ માંગતા ત્વરિત તપાસ હાથ ધરવામાં આવી હતી. જે બાદ સીસીટીવી ફૂટેજ અને ફોરેન્સિક તપાસ આદર્યા બાદ CISFના એક જવાનની મોત માટે 15 લોકો વિરુદ્ધ આ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

સોમનાથ ભારતી થઇ શકે છે ધરપકડ, FIR દાખલ

સોમનાથ ભારતી થઇ શકે છે ધરપકડ, FIR દાખલ

દિલ્હી પોલિસ ધરેલૂ હિંસાના મામલે આમ આદમી પાર્ટીના વિધાયક સોમનાથ ભારતીની ધરપકડ કરી શકે છે. તેમની પત્ની લિપિકાએ તેમની વિરુદ્ઘ FIR દાખલ કરાવી છે. જેમાં તેણે જબરદસ્તી ગર્ભપાત, શારિરીક માનસિક ઉત્પીડન જેવા ગંભીર આરોપો સોમનાથ પર લગાવ્યા છે.

મ્યાનમાર હુમલા બાદ ભારતમાં હાઇએલર્ટ

મ્યાનમાર હુમલા બાદ ભારતમાં હાઇએલર્ટ

મ્યાનમારમાં ભારતીય સૈન્ય દ્વારા આતંકી જૂથ પર હુમલો કરી 100 જેવા ઉગ્રવાદીઓને માર્યા બાદ. ઉગ્રવાદીઓ દ્વારા વળતો પ્રહાર થવાની આશંકા સેવાઇ રહી છે. જેના કારણે ભારતની સીમા પર આવેલા મણિપુર અને સમગ્ર ભારતમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓ જણાવ્યું છે કે 20 જેટલા ઉગ્રવાદીઓ ભારતીય સીમામાં પ્રવેશ કરી ચૂક્યા છે. અને તે કંઇક મોટી દુર્ધટનાને અંજાર આપવાની ફિરાકમાં છે.

BSFએ LOC પર પાક.ના નિર્માણ કાર્યને રોક્યું

BSFએ LOC પર પાક.ના નિર્માણ કાર્યને રોક્યું

જમ્મુ કાશ્મીરના પુલવામા વિસ્તારમાં નિયંત્રણ રેખા પાસે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા નિર્માણ કાર્યના પ્રયાસને સુરક્ષા બળના જવાનોએ નાકામ કરી દીધું છે. જે મુજબ BSFએ પહેલા પાક. સેનાને ચેતાવણી આપી હતી પણ ના માનવા પર BSFએ ફાયરિંગ કર્યું હતું.

પાક. કર્યો ધૂસણખોરી પ્રયાસ, સેના આપ્યા સણસળતો જવાબ

પાક. કર્યો ધૂસણખોરી પ્રયાસ, સેના આપ્યા સણસળતો જવાબ

ગુરુવારે, જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લાના સાબ્ઝિયાં સેક્ટરમાં પાકિસ્તાને સંધર્ષ વિરામને તોડતા બે કલાક સુધી મોટર ગોળા સાથે ફાયરિંગ કર્યું. જે દરમિયાન તેમણે આંતકી ધૂસણખોરીનો પણ પ્રયાસ કર્યો. જો કે ભારતીય સેનાએ તેનો સણસણતો જવાબ આપી પાક.ના તમામ પ્રયાસોને નાકામ કરી દીધા.

મુંબઇમાં ભારે વરસાદ, રેલ સેવા પ્રભાવિત

મુંબઇમાં ભારે વરસાદ, રેલ સેવા પ્રભાવિત

મહાનગર મુંબઇમાં ગુરુવાર રાતથી મેધરાજાએ જોરદાર વરસાદ સાથે આગમન કર્યું. જેના કારણે લોકોને ગરમીથી તો રાહત મળી. સાથે જ તેનાથી રેલ સેવા પણ પ્રભાવિત થઇ.

દેશમાં ચોમાસુ સક્રિય થયું પણ માર્કેટ નિષ્ક્રિય થઇ

દેશમાં ચોમાસુ સક્રિય થયું પણ માર્કેટ નિષ્ક્રિય થઇ

દેશભરમાં વાદળોના ગડગડાટ સાથે જ્યાં એક બાજુ મેધરાજાએ આગમન કર્યું છે. ત્યાં જ શેરબજારમાં રોકાણકારો હવામાન ખાતાની નબળા વરસાદની આગાહીના કારણે ઓછું રોકાણ કરી રહ્યા છે. જેના કારણે ગુરુવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ 469.52 અંક પર બંધ થયું. જે પાછલા આઠ મહિનામાં સૌથી નીચેનું સ્તર હતું.

જોધપુરમાં પૂરની સ્થિતિ ઊભી થઇ

જોધપુરમાં પૂરની સ્થિતિ ઊભી થઇ

ગુરુવારથી રાજસ્થાનના જોધપુરમાં ભારે વરસાદ થતા અહીં પૂરની પરિસ્થિતિ ઉત્પન્ન થઇ છે. સમગ્ર શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. વધુમાં જોધપુરમાં અમુક જગ્યાએ અજગર નીકળવાના ખબર પણ મળ્યા છે.

આસામમાં પૂર, જનજીવન પ્રભાવિત

આસામમાં પૂર, જનજીવન પ્રભાવિત

ગુરુવારે, આસામમાં પૂરની સ્થિતિ સર્જાતા મોરીગાંવમાંથી લોકો તેમના ઘરને છોડીને જરૂરી સામન લઇ નાવમાં બેસી સુરક્ષિત સ્થળે જઇ રહ્યા છે.

મુજફ્ફરપુરમાં હોસ્ટેલની ફી વધારા મામલે બબાલ

મુજફ્ફરપુરમાં હોસ્ટેલની ફી વધારા મામલે બબાલ

ગુરુવારે, મુજફ્ફરપુર ઇનસ્ટિટૂયૂટ ઓફ ટેકનોલોજીની વિદ્યાથીનીઓએ હોસ્ટેલ ફી વધારાના મામલે કોલેજના પ્રિન્સિપાલની સમક્ષ નારેબાજી કરીને વિરોધ પ્રદર્શન કર્યું. જો કે લાગે છે કે પ્રિન્સિપાલ આ મામલે આંખ આડા કાન કરીને બેઠા છે!

મુંબઇમાં થઇ પી.કેની સક્સેસ પાર્ટી

મુંબઇમાં થઇ પી.કેની સક્સેસ પાર્ટી

ગુરુવારે, મુંબઇમાં પી.કેની સક્સેસ પાર્ટીને ઉજવવામાં આવી. જેમાં ફિલ્મના નિર્માતા રાજકુમાર હિરાની, વિદુ વિનોદ ચોપડા, અમીર ખાન અને અનુષ્કા શર્માએ ભાગ લીધા. વધુમાં અમિતાભ બચ્ચન, દિપીકા પાદુકોણ, રણવીર સિંહ જેવા અનેક જાણીતા બોલીવૂડ સેલેબ્રિટીએ પણ આ પાર્ટીમાં હાજરી આપી હતી.

English summary
12 June: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X