• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નાના વેપારીને 1 કલાકમાં 1 કરોડની લોન સહિત પીએમ મોદીની મોટી ઘોષણાઓ

|

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સુક્ષ્મ તેમજ લઘુ ઉદ્યોગોના સપોર્ટ એન્ડ આઉટરીચ ઈનએક્ટિવ (MSMEs) ઈવેન્ટના લોન્ચ ઈવેન્ટ માટે વિજ્ઞાન ભવન પહોંચ્યા. અહીં પીએમ મોદીએ નાના વેપારીઓ માટે 12 મોટી ઘોષણાઓ કરી છે. આમાંથી સૌથી ખાસ 59 મિનિટ લોન પોર્ટલ લોન્ચ છે. મોદી સરકારે નાના બિઝનેસને આગળ વધારવા માટે MSME લોન માટે નવી સુવિધાઓ શરૂ કરી છે. આવો તમને જણાવીએ પીએમ મોદીની 12 મોટી ઘોષણાઓ...

આ પણ વાંચોઃ એમ જે અકબર પર હવે લાગ્યો બળાત્કારનો આરોપ, પત્રકારે કહી આપવીતીઆ પણ વાંચોઃ એમ જે અકબર પર હવે લાગ્યો બળાત્કારનો આરોપ, પત્રકારે કહી આપવીતી

59 મિનિટ લોન પોર્ટલનું દેશવ્યાપી લોન્ચ

59 મિનિટ લોન પોર્ટલનું દેશવ્યાપી લોન્ચ

1. 59 મિનિટ લોન પોર્ટલનું દેશવ્યાપી લોન્ચ - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 59 મિનિટ લોન પોર્ટલ લોન્ચ કર્યુ. આનાથી નાના ઉદ્યોગો માટે માત્ર 59 મિનિટમાં લોનની પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવશે. આ જીએસટી નોંધાયેલ દરેક MSME ને એખ કરોડ રૂપિયા સુધીના નવી લોન અથવા ઈન્ક્રીમેન્ટલ લોનની રકમ પર વ્યાજમાં 2 ટકાની છૂટ આપવામાં આવશે. મે જે ઈમાનદારીની પ્રતિષ્ઠાની વાત કરી હતી આ તેનો જ વિસ્તાર છે. હવે જીએસટી સાથે જોડાવુ અને ટેક્સ ભરવો તમારી તાકાત બનશે. તમને વ્યાજમાં 2 ટકાની છૂટ અપાવશે.

2. નિકાસકારોને Pre-Shipment અને Post Shipment ના સમયમાં જે લોન મળે છે તેના વ્યાજદરમાં છૂટ પણ સરકારે 3 ટકાથી વધારીને 5 ટકા કરવાનો નિર્ણય લીધો છે.

3. એ બધી કંપનીઓ જેમનું ટર્નઓવર 500 કરોડથી વધુ છે તેમને હવે Trade Receivables e- Discounting System એટલે કે TReDS Platform પર લાવવા જરૂરી કરી દેવામાં આવ્યા છે. જેથી MSME's ને કેશ ફ્લોમાં મુશ્કેલી ન પડે. ગયા વર્ષમાં લગભગ 1 લાખ 14 હજાર કરોડ રૂપિયાનો સામાન સરકારી કંપનીઓએ અલગ અલગ સ્ત્રોતોમાંથી ખરીદ્યો છે. અત્યાર સુધી જે નિયમ ચાલતો હતો તે એ હતો કે સરકારી કંપનીઓને 20ટકા ખરીદી માઈક્રો અને સ્મોલ એન્ટરપ્રાઈઝ એટલે કે સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગોમાંથી કરવી જરૂરી હતી.

4. સરકારે આ 20 ટકાની અનિવાર્યતાને વધારીને હવે 25 ટકા કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે હવે સરકારી કંપનીઓ જેટલે સામાન ખરીદે છે તેમાં હવે માઈક્રો અને સ્મોલ એન્ટરપ્રાઈઝની ભાગીદારી હજુ વધવા જઈ રહી છે.

પાંચમી ઘોષણા મહિલા વેપારીઓ માટે

પાંચમી ઘોષણા મહિલા વેપારીઓ માટે

5. પાંચમી ઘોષણા મહિલા વેપારીઓ સાથે જોડાયેલી છે. આ જે માઈક્રો અને સ્મોલ એન્ટરપ્રાઈઝ દ્વારા ખરીદીની અનિવાર્યતાને વધારવામાં આવી છે તેમાં પણ નક્કી કરવામાં આવ્યુ છે કે આમાંથી કુલ ખરીદીના 3 ટકા, મહિલા ઉદ્યમીઓ માટે અનામત હોય. એટલે કે સરકારી કંપનીઓ માટે હવે જરૂરી બની ગયુ છે કે તે પોતાની ખરીદીનો ઓછામાં ઓછા 3 ટકા મહિલા ઉદ્યમીઓ પાસેથી જ ખરીદે.

6. GeM ની આ વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે આજે જ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો છે. હવે કેન્દ્ર સરકારની બધી કંપનીઓ માટે GeM નું સભ્યપદ લેવુ જરૂરી કરી દેવામાં આવ્યુ છે. એટલુ જ નહિ તે પોતાના બધા Vendors-MSME's ને પણ આ પ્લેટફોર્મ પર નોંધણી કરાવશે. જેનાથી તેમના દ્વારા કરવામાં આવતી ખરીદીમાં પણ MSMEs ને વધુમાં વધુ લાભ મળશે. GeM પર આવવાથી તમારા માટે અનંત સંભાવનાઓ બની હતી. હવે આજના નિર્ણયથી તેમનો વધુ વિસ્તાર થશે.

7. સાતમી ઘોષણા Technological Upgradation ના આ મહત્વપૂર્ણ વિષય સાથે જોડાયેલી છે. સરકારે નિર્ણય લીધો છે કે દેશભરમાં ટૂલરૂમની આ વ્યવસ્થાને વધુ વિસ્તારવામાં આવે. આના માટે દેશભરમાં 20 હબ બનાવવામાં આવે અને Tool Room જેવા 100 સ્પોક દેશભરમાં સ્થાપિત કરવામાં આવે. હું આજે આ મહત્વપૂર્ણ કાર્ય માટે 6 હજાર કરોડ રૂપિયાના પેકેજની ઘોષણા કરુ છુ.


8. આઠમી ઘોષણા ફાર્મા કંપનીઓ સાથે જોડાયેલી છે. MSME સેક્ટરની ફાર્મા કંપનીઓને બિઝનેસ કરવામાં સરળતા થાય, તે સીધા ગ્રાહકો સુધી પહોંચી શકે, આના માટે હવે ક્લસ્ટર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ક્લસ્ટર્સ પર 70% ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા કરવાનું પણ એલાન કરુ છુ. સરકારનો આજનો નિર્ણય ફાર્મા ક્ષેત્રમાં ઉત્પાદન વધારવા માટે પણ ઘણો મહત્વનો સાબિત થશે.

MSMEs માટે સરકારી પ્રક્રિયાઓને સરળ કરવામાં આવી

MSMEs માટે સરકારી પ્રક્રિયાઓને સરળ કરવામાં આવી

9. નવી ઘોષણા MSMEs માટે સરકારી પ્રક્રિયાઓને સરળ કરવા સાથે જોડાયેલી છે. તમારે ઓછામાં ફોર્મ અને રિટર્ન આપવા પડે. આના માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 8 શ્રમ કાયદા અને 10 કેન્દ્રીય નિયમો હેઠળ અપાનાર રિટર્ન હવે તમારે વર્ષમાં બે વારના બદલે એક જ વાર આપવુ પડશે.

10. સરકાર, વ્યવસ્થાને પારદર્શી બનાવવા માટે Human Intervention ને ઘટાડવા માટે સતત કામ કરી રહી છે. આની સાથે સંબંધિત મારી આજની 10મી ઘોષણા છે. અનાવશ્યક તપાસમાંથી મુક્તિ અપવવા માટે સરકારે એ નિર્ણય લીધો છે કે હવે Inspector ને ક્યાં જવાનું છે તેનો નિર્ણય માત્ર એક Computerized Random Allotment માંથી જ થશે અને તેને 48 કલાકમાં પોતાનો રિપોર્ટ પોર્ટલ પર નાખવો પડશે. હવે તે માત્ર પોતાની મરજીથી કોઈ પણમ જગ્યાએ નહિ જઈ શકે. લઘુ ઉદ્યોગોને ઈન્સ્પેક્ટર રાજમાંથી મુક્તિ અપાવવા માટે આ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થશે. હવે કોઈ Inspector તમારે ત્યાં એમ જ નહિ આવી શકે. તેને પૂછવામાં આવશે કે તુ ફેક્ટ્રીમાં ગયો હતો શું હેતુ હતો.

11. 11મું એલાન છે, Environmental Clearance ની પ્રક્રિયાઓના સરળીકરણ અને Self Certification ને વધારવુ, સરકારે નિર્ણય કર્યો છે કે વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણ કાયદાઓ હેઠળ MSMEs માટે આ બંનેને એક કરીને હવે માત્ર એક જ Consent અનિવાર્ય હશે. સરકાર તમારા પર ભરોસો કરીને Self-Certification પર તમારા રિટર્ન સ્વીકારશે. Labor Department ની જેમ પર્યાવરણના Routine Inspection સમાપ્ત થશે અને માત્ર 10 ટકા MSMEs નું નિરીક્ષણ થશે.

12. 12મી ઘોષણા હેઠળ સરકારે કંપની અધિનિયમમાં ઘણો મોટો ફેરફાર કરીને MSMEs ને કાયદાકીય જટિલતાઓમાંથી રાહત આપી છે. કંપની અધિનિયમમાં અત્યાર સુધી એવી જોગવાઈઓ હતી તેનાથી જોડાયેલા એવા કાયદા હતા જેના કારણે નાની નાની ભૂલો અથવા અજાણ્યા કોઈ ઉલ્લંઘન થવા પર તમને ક્રિમિનલ, ગુનેગાર માની લેવામાં આવતા હતા. આ ભૂલોના કારણે ઘણી વાર વેપારીઓ માટે જેલ સુધી જવાનો વારો આવી જતો હતો. નાના નાની ભૂલો સુધારવા માટે તમારે કોર્ટ કચેરીના ચક્કર કાપવા પડતા હતા. આ બધામાંથી તમારો કિંમતી સમય અને પૈસા બંને તો બગડતા જ હતા, તમારા માન-સમ્માનને પણ ઠેસ પહોંચતી હતી. લઘુ અને મધ્યમ ઉદ્યોગોને આના કારણે ખૂબ મુશ્કેલી થતી હતી.

આ પણ વાંચોઃ રાફેલ ડીલમાં ડસોલ્ટ કંપની જૂઠ બોલીને મોદીને બચાવી રહી છેઃ રાહુલ ગાંધીઆ પણ વાંચોઃ રાફેલ ડીલમાં ડસોલ્ટ કંપની જૂઠ બોલીને મોદીને બચાવી રહી છેઃ રાહુલ ગાંધી

English summary
12 major decisions taken by Central govt for MSMEs Sector
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X